Friday, September 20, 2024
More
    હોમપેજદેશઓલમ્પિક્સમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ, સ્વપ્નિલ કુસાલેને બ્રોન્ઝ: 50 મીટર રાઇફલ...

    ઓલમ્પિક્સમાં ભારતના ખાતામાં વધુ એક મેડલ, સ્વપ્નિલ કુસાલેને બ્રોન્ઝ: 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં પદક જીતનાર પ્રથમ ભારતીય શૂટર

    આ પહેલાં મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેમણે સરબજોત સિંઘ સાથે મળીને 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે ત્રીજો મેડલ પણ શૂટિંગમાં જ મળ્યો છે.

    - Advertisement -

    પેરિસ ઓલમ્પિક્સ 2024માં ભારતીય ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને ખાસ કરીને શૂટિંગમાં એક પછી એક મેડલ જીતી રહ્યા છે. હવે સ્વપ્નિલ કુસાલેએ 50 મીટર રાઇફલમાં બ્રોન્ઝ મેડલ જીતીને કુલ મેડલનો આંકડો 3 પર પહોંચાડ્યો છે. 

    આ સાથે પહેલી વખત કોઈ ભારતીય શૂટરે ઓલમ્પિક્સની 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન સ્પર્ધામાં પદક જીત્યું છે. જ્યારે આ ઓલમ્પિક્સમાં ભારત માટે આ ત્રીજો મેડલ છે. પાછલા બે મેડલો પણ શૂટિંગમાં જ જીત્યા હતા. આમ અત્યાર સુધીમાં ત્રણેય મેડલ શૂટિંગમાં જ મળ્યા છે. જ્યારે ઓલમ્પિક્સમાં આ ઇવેન્ટમાં મેડલ જીતનાર સ્વપ્નિલ પ્રથમ ખેલાડી બન્યા છે. 

    સ્વપ્નિલની વાત કરવામાં આવે તો તેમને કુલ 451.4 પોઈન્ટ મેળવ્યા અને ત્રીજા સ્થાન પર રહ્યા. નીલિંગની પહેલી સિરીઝમાં 50.8 પોઈન્ટ, બીજી સિરીઝમાં 51.9 પોઈન્ટ અને ત્રીજી સિરીઝમાં 51.6 પોઈન્ટ મળ્યા. ત્યારબાદ પ્રોનમાં ત્રણેય સિરીઝમાં નુકરામે 52.7, 52.7 અને 51.9 પોઈન્ટ મેળવ્યા. સ્ટેન્ડિંગમાં બે સિરીઝમાં અનુક્રમે 51.1, 50.4 પોઈન્ટ જીત્યા હતા. આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે (ગોલ્ડ મેડલ) 463.6 પોઈન્ટ સાથે ચીનના વાય. કે લિઉ રહ્યા અને બીજો ક્રમ (સિલ્વર મેડલ) યુક્રેનના એસ કુલિશને (461.3 પોઈન્ટ) મળ્યો. 

    - Advertisement -

    આ પહેલાં મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્ટલ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ તેમણે સરબજોત સિંઘ સાથે મળીને 10 મીટર એર પિસ્ટલ મિક્સ્ડ શૂટિંગ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે ત્રીજો મેડલ પણ શૂટિંગમાં જ મળ્યો છે. એક જ ઓલમ્પિક્સમાં શૂટિંગમાં 2 મેડલ જીતનાર મનુ ભાકર પહેલાં ભારતીય ખેલાડી છે. 

    પદક જીત્યા બાદ સ્વપ્નિલ કુસાલેને શુભકામનાઓ આપવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ X પર એક પોસ્ટ કરી. તેમણે લખ્યું કે, ‘સ્વપ્નિલ કુસાલેનું અદ્ભુત પ્રદર્શન. પેરિસ ઓલમ્પિક્સમાં મેન્સ 50 મીટર રાઇફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ મેડલ જીતવા બદલ તેમને શુભકામનાઓ. તેમણે અદ્ભુત કૌશલ્ય દેખાડીને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. આ શ્રેણીમાં મેડલ જીતનાર તેઓ પ્રથમ ભારતીય ખેલાડી છે. આજે દરેક ભારતીય ખુશ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં