ચીનમાં રમાઈ રહેલી એશિયન ગેમ્સ 2023માં ભારતના ખેલાડીઓનું પ્રદર્શન ખૂબ સારું રહ્યું છે. 72 વર્ષ બાદ ભારતે 100 મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતના રમતવીરોએ ભારતના ખાતે 100 મેડલ કરી દીધા છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં તાઇવાનને હરાવીને 100 મેડલ પૂર્ણ કર્યા છે. ભારતની મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ મેડલ જીતીને એશિયન ગેમ્સ 2023માં ભારતનું હમણાં સુધીનું શ્રેષ્ટ પ્રદર્શન કર્યું છે. મહિલા કબડ્ડી ટીમે 26-25 ના સ્કોર સાથે જીતીને ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
શનિવાર (7 ઓકટોબર)ની સવાર ભારત માટે યાદગાર બની રહી છે. ભારતે 72 વર્ષ બાદ 100 મેડલનો આંકડો પૂર્ણ કર્યો છે. મહિલા કબડ્ડી ટીમે ગોલ્ડ જીત્યા ઉપરાંત ભારતે તીરંદાજીમાં પણ ગોલ્ડ જીત્યા છે. આ સાથે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પણ પોતાને નામ કર્યા છે.
AND THAT IS MEDAL #100 FOR 🇮🇳!!!
— SAI Media (@Media_SAI) October 7, 2023
HISTORY IS MADE AS INDIA GETS ITS 100 MEDAL AT THE ASIAN GAMES 2022!
This is a testament to the power of dreams, dedication, and teamwork of our athletes involved in the achievement of #TEAMINDIA!
Let this achievement inspire generations to… pic.twitter.com/EuBQpvvVQ3
ભારતીય મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં તાઇવાન સામે જબરદસ્ત શરૂઆત કરી હતી. હાફ ટાઈમ સુધી ભારતીય ટીમ 14-9થી આગળ હતી. બીજા હાફ ટાઈમમાં પણ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 26-25ના સ્કોર સાથે મુકાબલો જીતીને બાજી મારી લીધી હતી.
ભારતે 100 મેડલ પૂર્ણ કરી રચ્યો ઇતિહાસ
ભારતીય ખેલાડીઓએ એશિયન ગેમ્સ 2023માં 72 વર્ષ બાદ 100 મેડલ જીતી લીધા છે. ભારતીય ટીમોએ કુલ 25 ગોલ્ડ મેડલ જીત્યા છે. શનિવારે (7 ઓક્ટોબરે) તીરંદાજીમાં બે ગોલ્ડ મેડલ જીત્યા. આ સાથે એક સિલ્વર અને એક બ્રોન્ઝ પણ મેળવ્યા. ભારતે ક્રિકેટ, હોકી, સ્કવેશ, જૈવલીન અને શૂટિંગ સહિતની રમતોમાં ગોલ્ડ જીત્યો છે.
બધા મેડલોની વાત કરવામાં આવે તો ભારતની ટીમે 25 ગોલ્ડ મેડલ, 35 સિલ્વર મેડલ અને 40 બ્રોન્ઝ મેડલ દેશના નામે કર્યા છે. આ ઉપરાંત શનિવારે (7 ઓક્ટોબરે) પુરુષોની કબડ્ડી ટીમ પણ ગોલ્ડ મેડલના મુકાબલા માટે અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરવાની છે.
નોંધનીય છે કે ભારત મેડલ ટેલીમાં ચોથા નંબર પર છે. ભારતે 100 મેડલ જીત્યા છે. આ લિસ્ટમાં ચીન પહેલા નંબર પર છે. ચીને 356 મેડલ જીત્યા છે. તેણે 188 ગોલ્ડ, 105 સિલ્વર અને 63 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. જાપાન આ લિસ્ટમાં બીજા સ્થાને છે. જાપાને 47 ગોલ્ડ મેડલ સાથે 169 મેડલ જીત્યા છે. ત્રીજા નંબર કોરિયા છે. કોરિયાએ 36 ગોલ્ડ, 50 સિલ્વર અને 86 બ્રોન્ઝ મેડલ જીત્યા છે. તેના કુલ મેડલોની સંખ્યા 172 છે.