આર્જેન્ટિનાની સનસનાટીભર્યા વર્લ્ડ કપ જીત અને ફ્રાન્સની હાર પછી તોફાનો ફાટી નીકળ્યા બાદ પેરિસની શેરીઓમાં અથડામણ ફાટી નીકળતાં ફ્રેન્ચ પોલીસે ફૂટબોલ ચાહકો પર અશ્રુ ગેસ છોડ્યા છે. સમગ્ર ફ્રાન્સમાંથી પણ અથડામણના અહેવાલો સામે આવી રહ્યા છે જ્યાં ફૂટબોલ ચાહકો લિયોન, નાઇસ અને ફ્રેન્ચ રાજધાનીમાં શેરીઓમાં સામૂહિક રીતે ઉતરી આવ્યા હતા.
ધ સનના એક અહેવાલમાં જણાવાયું છે કે, પેરિસમાં પ્રસિદ્ધ શોંઝે-લીસે (Champs-Elysees) પર રમખાણોની પોલીસે ચાહકો સાથે અથડામણ કરી હતી કારણ કે કટોકટીની રમતમાં ફ્રાન્સની હાર બાદ અહીંયા દારૂખાનું ફોડવામાં આવ્યું હતું.
વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાન્સના વિજયની આશામાં હજારો ચાહકો પેરિસ અને અન્ય ફ્રેન્ચ શહેરોમાં એકઠા થયા હતા, પરંતુ તેમની રાષ્ટ્રીય ટીમ આર્જેન્ટિના સામે ફ્રાન્સની હાર થઇ તેમની ઉજવણીની તૈયારીઓ પર પાણી ફરી વળ્યું હતું. કતારમાં એક રોમાંચક મુકાબલામાં ફ્રાન્સે લિયોનેલ મેસ્સીની આર્જેન્ટિનાની ટીમ સામે 4-2થી પેનલ્ટી શૂટઆઉટ ગુમાવ્યું તે પહેલાં વધારાના સમયમાં બંને ટિમ 3-3થી ટક્કરમાં હતી.
ફિફા વર્લ્ડકપની ફાઇનલ મેચ જોવા માટે ચાહકો બાર અને રેસ્ટોરન્ટમાં ભેગા થયા હતા, કારણ કે પેરિસ અને અન્ય કેટલાક શહેરોએ મેચનું પ્રસારણ કરવા માટે આઉટડોર સ્ક્રીનો ગોઠવવાનો ઇનકાર કર્યો હતો. જો કે, આર્જેન્ટિના સામેની હાર બાદ મિશ્ર દ્રશ્યો જોવા મળ્યા હતા.
લિયોનમાં, શહેરમાં હિંસા ફાટી નીકળતાં રમખાણ પોલીસે ફૂટબોલ ચાહકો પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે પેરિસ અને લિયોનની શેરીઓમાં અંધાધૂંધીનો વીડિયો મુક્યા છે જેમાં જોઈ શકાય છે કે પોલીસ દ્વારા છોડવામાં આવેલ અશ્રુ ગેસના સેલથી બચવા લોકો ભાગી રહ્યા છે.
Public flee in their cars as running riots hit the streets of Lyon, France. Truly, this is sad, wrong and unacceptable!!! This world has gone mad it seems… pic.twitter.com/CpzFnem48q
— Betty Freedom (@LynMari24290294) December 18, 2022
અહેવાલો અનુસાર, અન્ય એક વીડિયોમાં પોલીસ તોફાનીઓ સામે “પાછા વળી જાવ” બૂમો પાડતા સાંભળી શકાય છે કારણ કે ટોળાને તોડવા માટે વોટર કેનન્સ લાવવામાં આવી હતી.
🤯 Violent riots take place in #France after the defeat of the national team in the final of the World Cup.#FIFAWorldCup #FIFAWorldCup2022 #WorldCupFinal #WorldCup2022 #FrancevsArgentina #football #FIFAWorldCupFinal #Paris #FIFAWorldCupQatar2022 #Qatar2022 #QatarWorldCup pic.twitter.com/ES2BIUvqmy
— Albina Fella ✙ 🦝🇺🇦🇬🇧🇪🇺🇫🇷🇵🇱🇺🇸🍉 (@albafella1) December 18, 2022
પોલીસે લ્યોનમાં કેટલાક ચાહકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે. ફ્રેંચ શહેર નાઇસમાં, વિડીયોમાં શહેરમાં અથડામણો ફાટી નીકળતાં શેરીમાં સળગતા કચરાના ડબ્બા પર ઇમરજન્સી વાહનો ચલાવવા પડ્યા હોય તેવું નજરે પડે છે.
પરંતુ, બીજી બાજુ, પેરિસમાં આર્જેન્ટિનાના દૂતાવાસ પાસેના દ્રશ્યો જુદા હતા. દૂતાવાસમાં, પ્રસિદ્ધ આર્ક ડી ટ્રાયમ્ફ સ્મારકથી થોડા અંતર પર, આર્જેન્ટિનાના કેટલાય ચાહકો વિજય પછી આનંદમાં માણતા જોવા મળ્યા હતા.