રવિવારે (4 સપ્ટેમ્બર, 2022) એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં, ભારતીય ઝડપી બોલર અર્શદીપ સિંહ ફિલ્ડિંગ દરમિયાન એક કેચ ચૂકી ગયો હતો. આ મેચમાં ભારતનો પરાજય થયો, ત્યારબાદ નકલી પાકિસ્તાની સોશિયલ મીડિયા હેન્ડલ્સે અર્શદીપ સિંહ વિરુદ્ધ ઝેર વેરવાનું શરૂ કર્યું હતું. હવે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ આ મામલે સોમવારે વિકિપીડિયાને સમન્સ પાઠવ્યું છે.
Wikipedia executives summoned over vandalisation of Arshdeep Singh’s page
— Amit Paranjape (@aparanjape) September 5, 2022
Officials familiar with the matter said the government is taking the issue very seriously and may also issue a show cause noticehttps://t.co/sJrEoPcucU
ભારતમાં, એક વિકિપીડિયા એક્ઝિક્યુટિવને બોલાવવામાં આવ્યા છે, જેમાં પૂછવામાં આવ્યું છે કે તેમની સાઇટ પર અર્શદીપ સિંહની પ્રોફાઇલ કેવી રીતે ખાલિસ્તાની સંગઠન સાથે જોડાયેલી છે. ભારત સરકારે ઓનલાઈન એનસાઈક્લોપીડિયા પ્લેટફોર્મને પૂછ્યું છે કે કેવી રીતે અર્શદીપ સિંહના પેજ સાથે ચેડા કરવામાં આવ્યા અને તેમના પેજની એન્ટ્રી એવી રીતે એડિટ કરવામાં આવી કે તેના ખાલિસ્તાની કનેક્શનના દાવા કરવામાં આવ્યા.
આઇટી મંત્રાલયના સચિવની આગેવાની હેઠળની એક ઉચ્ચ સ્તરીય સમિતિ આ સંદર્ભે વિકિપીડિયાના અધિકારીઓ સાથે પૂછપરછ કરશે. વિકિપીડિયાને સમન્સ ઉપરાંત આ કંપનીને ‘કારણ બતાવો નોટિસ’ પણ મોકલી શકાય છે. આવા સંપાદનોને ટાળવા માટે વધુ પગલાં લેવાની ચેતવણી આપવામાં આવશે. અર્શદીપ સિંહનું પેજ પાકિસ્તાની આઈપી એડ્રેસ સાથે એડિટ કરવામાં આવ્યું હતું જે બાદ તેનું રહેઠાણ ‘ખાલિસ્તાન’ તરીકે બતાવવામાં આવ્યું હતું. જ્યારે AltNewsના મોહમ્મદ ઝુબેરે આ માટે ભારતીયોને જવાબદાર ઠેરવ્યા હતા.
The high-level panel, likely to be led by IT Ministry secretary, will question Wikipedia executives on checks & balances in place to avoid such edits, may also issue them a show-cause notice. @EconomicTimes @SurabhiA_ET @romitguhaET
— Aashish Aryan (@cubscribe) September 5, 2022
5 ફેબ્રુઆરી, 1999ના રોજ મધ્ય પ્રદેશના ગુનામાં જન્મેલા અર્શદીપ સિંહ 2018માં ટ્રોફી જીતનાર અંડર-19 વર્લ્ડ કપની ભારતીય ટીમનો ભાગ હતો. પંજાબના ડાબા હાથના ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ‘કિંગ્સ ઈલેવન પંજાબ’ દ્વારા IPLમાં પ્રથમ તક આપવામાં આવી હતી. તેની પ્રથમ આઈપીએલ મેચમાં તેણે જોસ બટલર, ઈંગ્લેન્ડના વિકેટકીપર બેટ્સમેન અને ભારતીય બેટ્સમેન અજિંક્ય રહાણેની વિકેટ લીધી હતી. જૂન 2022માં તેને ભારતીય ટીમમાંથી ડેબ્યૂ કરવાની તક મળી.
પાકિસ્તાન વિરૂદ્ધ મેચમાં અર્શદીપ સિંહે 18મી ઓવરના ત્રીજા બોલમાં આસિફ અલીનો કેચ છોડ્યો હતો, જે બાદ અચાનક જ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થવા લાગ્યો હતો. કેટલાક એકાઉન્ટ દ્વારા તેને રાષ્ટ્ર વિરોધી જેવા શબ્દો પણ કહ્યા હતા. અર્શદીપને દેશદ્રોહી વગેરે ગણાવીને જે ટ્વીટ કરવામાં આવી છે તે મોટાભાગે પાકિસ્તાન અને આરબ દેશોના લોકોએ પોતાને ભારતીય તરીકે દર્શાવીને કર્યા છે. નોંધનીય છે કે મોહમ્મદ શમીના સમયમાં પણ આવી જ પોસ્ટ કરીને ભારતીયોને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.