Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...કટાક્ષકટાક્ષ: બંનેના વિડીયો વાયરલ થયાં, પરંતુ એકને સન્માન મળ્યું અને બીજીને અપમાન!...

    કટાક્ષ: બંનેના વિડીયો વાયરલ થયાં, પરંતુ એકને સન્માન મળ્યું અને બીજીને અપમાન! આવું કેમ?

    કોઈ એક ધાબામાં બાંધેલી દોરી પર સુકાતી પિંક ચડ્ડી અને પીળી ચડ્ડી વચ્ચે એક સંવાદ થઇ રહ્યો છે. આ સંવાદ કટાક્ષ અને મરક મરક હાસ્યથી ભરપૂર પણ છે.

    - Advertisement -

    અહીં આપેલો સંવાદ કાલ્પનિક છે અને ફક્ત કટાક્ષ માટે જ છે. આ કટાક્ષ સાથે કોઇપણ વ્યક્તિ કે વ્યક્તિઓ અથવાતો સંસ્થા કે સંસ્થાઓ સાથે સીધો કે આડકતરો કોઈજ સંબંધ નથી. આ કટાક્ષ ફક્ત હળવે હૈયે જ વાંચશો અને તેની મજા લેશો.

    સ્થળ: ગુજરાતના કોઈ એક શહેરના કોઈ એક મકાનનું ધાબું.

    દ્રશ્ય: આ ધાબામાં બાંધેલી કપડાં સુકવવાની દોરી પર સૂકવવામાં આવેલા અસંખ્ય કપડાંઓની વચ્ચે એકબીજાની બાજુબાજુમાં સુકાઈ રહેલી પિંક ચડ્ડી અને યલો ચડ્ડી વચ્ચે ચાલી રહેલો સંવાદ.

    - Advertisement -

    પિંક ચડ્ડી: “કેમ ‘લી? આટલી બધી નિરાશ કેમ લાગે છે?”

    પીળી ચડ્ડી: “જવા દે ને મૂડ નથી.”

    પિંક ચડ્ડી: “કેમ? એવું તો શું થયું કે સવાર સવારમાં તું મૂડમાં નથી? દરરોજ સવારે તો આપણે બધાં ધોવાઈને ફ્રેશ થઈને અહીં સુકવાતા હોઈએ છીએ ત્યારે તો કેટલી મજા આવતી હોય છે? અને તું આમ દુઃખી દુઃખી છે?”

    પીળી ચડ્ડી: “ધોવાઇ તો હું કાલે ગઈ હતી, એ પણ ડબલ અને એનો વિડીયો પણ વાયરલ થઇ ગયો એમાં બદનામ થઇ ગઈ.”

    પિંક ચડ્ડી: “અરે! હમારે ઝમાને મેં, વિડીયો તો મારો પણ વાયરલ થયો હતો.”

    પીળી ચડ્ડી: “એ વાત જુદી છે, તારા વિડીયોમાં તો તું મજા માણતી હતી, મારામાં તો હું માર ખાતી હોઉં એવું વાયરલ થયું છે.”

    પિંક ચડ્ડી: “એમ સાવ ખોટું ના બોલ, મજા તો તું કરવાની જ હતી પણ… હા હા હા”

    પીળી ચડ્ડી: “હા, હા હવે દાઝ્યા પર ડામ ન દે,”

    પિંક ચડ્ડી: “તને ખબર છે? મારા વાયરલ વિડીયોમાં તો મારી સાથે કેટલાક બીજા લોકો પણ હતા, તો પણ નામ તો મારું જ બદનામ થયું. મારું નસીબ જો!”

    પીળી ચડ્ડી: “તે મારા વાયરલ વિડીયોમાં પણ કેટલા બધા લોકો હતા પણ મારું બેટું એમાં હિંસાત્મક દ્રશ્યો બહુ થઇ પડ્યાં! માર મને પડ્યો અને લાગણી એ લોકો લઇ ગયા. બદનામી થઇ એ વધુમાં.”

    પિંક ચડ્ડી: “મારો તો કલર જ પ્રેમનો છે એટલે હું તો પ્રેમ જ ફેલાવતી હોઉં છું.”

    પીળી ચડ્ડી: “તો હું પણ પ્રેમ જ ફેલાવવાની કોશિશ કરતી હતી પણ ખબર નહીં આ વિલનોને ક્યાંથી ખબર પડી ગઈ અને હું ધોવાઈ ગઈ.”

    પિંક ચડ્ડી: “બકા, મારી જેમ કરવું. બને ત્યાં સુધી પ્રેમ જ ફેલાવવો અને જ્યારે પ્રેમ મળવાનો બંધ થઇ જાય ત્યારે બીજી જગ્યાએ જતા રહેવાનું.”

    પીળી ચડ્ડી: “અલી હું તો એમ જ કરવાની હતી પણ જ્યાંથી પ્રેમ ન મળ્યો એને ખબર પડી ગઈ અને મને કુટી નાખી, અને એ પણ વગર ધોકે.”

    પિંક ચડ્ડી: “એના માટે અનુભવ જોઈએ. સાચા સમયની ધીરજ રાખીને રાહ જોવી પડે.”

    પીળી ચડ્ડી: “તું આજકાલની થઈને મને અનુભવ શીખવે છે? તારા કરતાં તો ત્રણગણી અનુભવી છું હા!”

    પિંક ચડ્ડી: “તોય વગર સાબુએ ધોવાઇ ગાઈને? હે હે હે.”

    પીળી ચડ્ડી: “બસ બસ હવે બહુ થયું, આટલું અભિમાન સારું નહીં.”

    પિંક ચડ્ડી: “અભિમાન કેમ ન હોય? આટલી બધી બદનામ થઇ તોય જોવો આજે મારું માન કેટલું છે? મોઢું ઊંચું રાખીને જ્યાં જવું હોય ત્યાં મારી મરજીથી જઈ શકું છું અને લોકો સામેથી હસતાં મોઢે મને આવકારે છે.”

    પીળી ચડ્ડી: “એમ તો મારો પણ જમાનો હતો. એક સમયે હું અખિલ ગુજરાત પીળી ચડ્ડી એસોશિએશનની પ્રમુખ હતી. અરે મારા બાપાએ તો ગુજરાત ખાતે નામ કાઢ્યું હતું. અમુક વર્ષ તો હું દિલ્હીમાં અમારા રાષ્ટ્રીય એસોશિએશના મંત્રી પદ સુધી જઈ આવી હતી.”

    પિંક ચડ્ડી: “તે મેં પણ મારી જીદને લીધે ગામોના ગામો સળગાવ્યા હતા, દસ-બાર જણાતો મારી માટે મરી ફિટ્યા અને આજે એનો જ લાભ લઈને હું કેટલી બધી આગળ આવી ગઈ એ તો જો? બાય ધ વે તું મારી જેમ બીજા એસોશિએશનમાં ટ્રાય કેમ નથી કરતી?”

    પીળી ચડ્ડી: “વિડીયો વાયરલ થયો પછી મને લાગે છે કે મને તો મારું એસોશિએશન જ કાઢી મુકશે કે પછી હવે મને સાવ કોરાણે મૂકી દેશે. તું તો હજી નવીસવી છો, તારી પાસે હજી લાંબી જિંદગી છે એટલે અમુક સમય પછી ક્યાંક ગોઠવાઈ પણ જઈશ, મારે તો…

    પિંક ચડ્ડી: “…ધોળામાં ધૂળ પડી એમ કે’ ને? હી હી હી…”

    પીળી ચડ્ડી: “બસ હવે! બંધ થા.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં