Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશઅયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા...

    અયોધ્યા રામમંદિરના પૂજારી બનવા માટે આવ્યા 3000 આવેદન: 200 સાધુઓના થઈ રહ્યા છે ઇન્ટરવ્યૂ, બદલાશે પૂજા પદ્ધતિ

    શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગીરીએ સોમવાર (21 નવેમ્બર 2023)ના રોજ જણાવ્યું હતું કે ત્રણ સભ્યોવાળી એક પેનલ ચયન કરવામાં આવેલા આ 200 ઉમેદવારોનો અયોધ્યામાં આવેલા વિશ્વ હિંદુ પરિષદના મુખ્યાલય કારસેવક પુરમમાં સાક્ષાત્કાર કરી રહ્યા છે.

    - Advertisement -

    અગામી 22 જાન્યુઆરીએ રામલલા પોતાના ભવ્ય મંદિરમાં વિરાજમાન થવાના છે. આ પહેલા જ ભગવાનના આ ભવ્ય રામમંદિરના પૂજારી બનવા માટે 3 હજાર ઉમેદવારોએ આવેદન કર્યું હતું. આ ઉમેદવારોમાંથી 200 લોકોને પૂજારી પદના ચયન માટેના ઇન્ટરવ્યૂમાં બોલાવવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ 200 ઉમેદવારોમાંથી 20 લોકોનું ચયન કરવામાં આવશે અને તેમને 6 મહિનાની ટ્રેનિંગ આપવામાં આવશે.

    શ્રીરામ જન્મભૂમિ ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગીરીએ સોમવાર (21 નવેમ્બર 2023)ના રોજ જણાવ્યું હતું કે ત્રણ સભ્યોવાળી એક પેનલ ચયન કરવામાં આવેલા આ 200 ઉમેદવારોનો અયુધ્યમાં આવેલા વિશ્વ હિંદુ પરિષદના મુખ્યાલય કારસેવક પુરમમાં સાક્ષાત્કાર કરી રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આ પેનલમાં વૃંદાવનના પ્રસિદ્ધ હિંદુ ઉપદેશક જયકાંત મિશ્ર અને અયોધ્યાના મહંત મિથિલેશ નંદીની શરણ તેમજ સત્યનારાયણ દાસ સામેલ છે.

    કોષાધ્યક્ષે જણાવ્યું હતું કે ઉમેદવારોના ઇન્ટરવ્યૂ દરમ્યાન અભ્યર્થિઓને સંધ્યા વંદના શું છે, તેની વિધિ શું છે અને આ પૂજાના મંત્રો શું છે? ભગવાન રામની પૂજા માટે કયા-કયા મંત્રો છે, તેમજ તેના માટેના ‘કર્મ કાંડ’ શું છે વગેરે જેવા પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે.

    - Advertisement -

    જેમનું ચયન નથી થયું તેવા ઉમેદવારો પણ લઇ શકે છે ટ્રેનિંગ

    ટ્રસ્ટના કોષાધ્યક્ષ ગોવિંદ દેવ ગીરીએ જણાવ્યું હતું કે ઇન્ટરવ્યૂમાં સામેલ 200 ઉમેદવારોમાંથી 20 યોગ્ય ઉમેદવારોનું ચયન કરવામાં આવશે. જેમને 6 મહિનાની ટ્રેનિંગ બાદ રામમંદિરના પૂજારીના રૂપમાં નિયુક્ત કરવામાં આવશે. સાથે જ તેમને અલગ-અલગ વિભિન્ન પદો પર પણ નિયુક્ત કરવામાં આવશે.

    ગોવિંદ દેવ ગીરીના જણાવ્યા અનુસાર, જેમનું ચયન નહીં થાય તે લોકો પણ આ 6 મહિનાની ટ્રેનિંગમાં ભાગ લઈ શકશે. ટ્રેનિંગ બાદ તેમને પ્રમાણપત્ર પણ આપવામાં આવશે. જોકે, આ ઉમેદવારોને વર્તમાન સમયમાં નહીં તો ભવિષ્યમાં પણ ભવ્ય રામમંદિરના પૂજારી બનવાનો અવસર પ્રદાન કરવામાં આવશે.

    નોંધનીય છે કે ઉમેદવારોને આપવામાં આવ્રનાર ટ્રેનિંગ શીર્ષ સંતો દ્વારા તૈયાર કરવામાં આવેલા ધાર્મિક પાઠ્યક્રમ આધારિત હશે. આ દરમિયાન ઉમેદવારોને નિઃશુલ્ક આવાસ અને ભોજનની વ્યવસ્થા પણ આપવામાં આવશે, આ ઉપરાંત તે તમામને 2000 રૂપિયાનું ભથ્થું પણ પ્રદાન કરવામાં આવશે.

    રામાનંદી સંપ્રદાય અનુસાર થશે રામલલ્લાની પૂજા

    ઉલ્લેખનીય છે કે રામમંદિરમાં પૂજાની પદ્ધતિ વર્તમાન પદ્ધતિથી બિલકુલ વિપરીત હશે. મંદિરમાં પૂજા પદ્ધતિ રામાનંદી સંપ્રદાય મુજબ કરવામાં આવશે. તેના માટે વિશેષ પૂજારીઓ હશે.

    નોંધનીય છે કે અયોધ્યાના અન્ય મંદિરોની જેમ રામ જન્મભૂમિ સંકુલમાં સ્થિત અસ્થાયી મંદિરમાં અત્યાર સુધી પંચોપચાર પદ્ધતિ (સામાન્ય રીતે)થી પૂજા કરવામાં આવતી હતી, જેમાં ભગવાનને નવા વસ્ત્રો પહેરવા, ભોગ લગાવવો, આરતી અને પછી સામાન્ય રીતે પૂજા પદ્ધતિનો સમાવેશ થાય છે. પરંતુ રામલલાના આ ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ બધું જ બદલાઈ જશે. રામાનંદી પરંપરા મુજબ મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ મુખ્ય પૂજારી, સહાયક પુજારી અને સેવાદાર રામલલાની પૂજા કરશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં