Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...મનોરંજન‘વૉર હૈ યે, ઔર હમ સબ સોલ્જર્સ…’: વિવેક અગ્નિહોત્રી નિર્મિત ‘ધ વેક્સિન...

    ‘વૉર હૈ યે, ઔર હમ સબ સોલ્જર્સ…’: વિવેક અગ્નિહોત્રી નિર્મિત ‘ધ વેક્સિન વૉર’નું ટ્રેલર રીલીઝ, ભારતીય વૈજ્ઞાનિકોના સામર્થ્યને મોટા પડદે રજૂ કરશે ફિલ્મ

    આ પહેલાં અમેરિકાનાં ઘણાં શહેરોમાં તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મને ત્યારે પણ ખૂબ વખાણવામાં આવી હતી અને ભારતીય સમુદાયના લોકોએ ગર્વથી, ભાવુક થઈને પ્રતિક્રિયાઓ આપી હતી.

    - Advertisement -

    ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ (2019) અને ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (2022) જેવી ફિલ્મોથી લોકપ્રિયતા પામેલા સર્જક વિવેક અગ્નિહોત્રીની આગામી ફિલ્મ ‘ધ વેક્સિન વૉર’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. ફિલ્મમાં નાના પાટેકર, પલ્લવી જોશી અને રાયમા સેન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ એ બાબતો પર પ્રકાશ પાડશે કે કેવી રીતે તમામ અવરોધોને પાર કરીને ભારતે  કોરોના વાયરસ માટે સ્વદેશી વેક્સિન તૈયાર કરી હતી. ‘ધ વેક્સિન વૉર’ ગુરુવારે (28 સપ્ટેમ્બર, 2023) દેશભરનાં સિનેમાઘરોમાં રીલીઝ થશે. 

    આ પહેલાં અમેરિકાનાં ઘણાં શહેરોમાં તેનું સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું. ફિલ્મને ત્યારે પણ ખૂબ વખાણવામાં આવી હતી અને ભારતીય સમુદાયના લોકોએ ગર્વથી, ભાવુક થઈને પ્રતિક્રિયાઓ આપી હતી. ટ્રેલરની શરૂઆતમાં નાના પાટેકર પલ્લવી જોશીને ફોન પર કહે છે, “મેં સાંભળ્યું છે, તમારા વૈજ્ઞાનિકો પાસે 1 લાખ રૂપિયા પણ નહોતા.” જેનો જવાબ આપતાં પલ્લવી કહે છે, “મારા નહીં, સર, ભારતના વૈજ્ઞાનિકો.” ફિલ્મમાં નાના પાટેકર વેક્સિન બનાવતી ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી રહ્યા છે.

    ફિલ્મમાં આ રસી બનાવતી ટીમમાં ઘણી મહિલા વૈજ્ઞાનિકો પણ બતાવવામાં આવી છે. રાષ્ટ્રીય સુરક્ષાને કારણે રસીનું ઉત્પાદન ગુપ્ત રાખવામાં આવ્યું હોવાનું કહેવાય છે. ટ્રેલર આગળ વધે છે અને ભારત વિશે ચાલતી નકારાત્મક વાતો મીડિયામાં બતાવવામાં આવે છે. રાઈમા સેનને ટીવી પર બોલતાં દેખાડવામાં આવે છે કે નિષ્ણાતોના મતે ભારતની મેડિકલ સિસ્ટમ 130 કરોડ લોકોના જીવ બચાવવામાં સક્ષમ નથી. તે કહે છે કે, “ઇન્ડિયા કાન્ટ ડૂ ઇટ.” (ભારત આ કરી શકે તેમ નથી.)

    - Advertisement -

    ટ્રેલરના એક સીનમાં નાના પાટેકર કહે છે કે, “આપણે આ લડાઈ લડવાની નથી, આપણી લડાઈ વાયરસ સાથે છે.” આ ફિલ્મમાં ‘ભારત એક ખોજ’ (1988-89)નું થીમ સોંગ ‘’સૃષ્ટિ સે પહલે સત નહીં થા, અસત ભી નહીં’નો સારી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. તેની રચના ઋગ્વેદના નાસદીય સૂક્તનો અનુવાદ કરીને કરવામાં આવી હતી.  દ્રશ્યોમાં મહિલા વૈજ્ઞાનિકોને એકબીજાને સાંત્વના આપતી દર્શાવવામાં આવી છે. એક દૃશ્યમાં નાના પાટેકર કહે છે, “વૉર હૈ યે, ઔર હમ સબ સોલ્જર્સ.” (આ યુદ્ધ છે, અને આપણે સૌ સૈનિકો) સાથે જ તેઓ અર્જુનની જેમ માછલીની આંખ પર નજર રાખવાની સલાહ આપે છે.

    આ ફિલ્મમાં અનુપમ ખેર પણ છે. ફિલ્મનો એક ડાયલોગ રસપ્રદ છે જે ટ્રેલરમાં બતાવવામાં આવ્યો છે કે, “એક રાજા હતો. ગમે તે કરો, મરતો જ ન હતો. રાજાનો જીવ એક પોપટના ગળામાં ફસાઈ ગયો હતો. ગરદન મરોડી અને રાજા મરી ગયો. આપણા રાજાનું જીવન આ રસીમાં અટવાયેલું છે.” આ સંવાદની મદદથી વામપંથી નેરેટિવ પર પ્રહારો કરવામાં આવ્યા છે. ‘ધ વેક્સિન વૉર’નું ટ્રેલર જોઈને લાગી રહ્યું છે કે આ એક ઈમોશનલ ફિલ્મ હશે, જેમાં ભારતની મહિલા વૈજ્ઞાનિકોના સામર્થ્યને પણ મોટા પડદે દર્શાવવામાં આવશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં