કાશી વિશ્વનાથ પર એક ફિલ્મ આવી રહી છે. હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ હવે એ વાતમાં કોઈ શંકા નથી કે, વારાણસીમાં ભગવાન વિશ્વનાથના મંદિર પર ઇસ્લામિક આક્રમણકારોનો હુમલા, હિંદુઓનો સંઘર્ષ અને આજે પણ કોર્ટમાં ચાલી રહેલી લડાઈને મોટા પડદા પર રજૂ કરવામાં આવી રહી છે. આ એક મોટો પ્રોજેક્ટ હશે, જેમાં ઉત્તર અને દક્ષિણ ભારતના ઘણા કલાકારો કામ કરશે. ફિલ્મ પર કામ શરૂ થઈ ગયું છે. જોકે, હજુ સુધી શૂટિંગ શરૂ થયું નથી.
ઑપઇન્ડિયાને આંતરિક સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, કાશી વિશ્વનાથના ઇતિહાસ પર ફિલ્મ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ફિલ્મનું નિર્માણ અભિષેક અગ્રવાલ કરશે, જે ‘અભિષેક અગ્રવાલ આર્ટસ’ નામની ફિલ્મ પ્રોડક્શન કંપની ચલાવે છે. અભિષેક અગ્રવાલે અગાઉ 2022માં રિલીઝ થયેલી બે સફળ ફિલ્મો ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ અને ‘કાર્તિકેય 2’ બનાવી હતી. એકમાં ઘાટીમાંથી કાશ્મીરી પંડિતોના પલાયનને અને ઇસ્લામિક ક્રૂરતાને દર્શાવવામાં આવી હતી, જ્યારે બીજી એક અડવેન્ચર ફિલ્મ હતી, જેને ભગવાન શ્રીકૃષ્ણના ઇતિહાસ સાથે જોડવામાં આવી હતી.
હૈદરાબાદ સ્થિત ફિલ્મ નિર્માતા અભિષેક અગ્રવાલ તાજેતરમાં વારાણસી પહોંચ્યા હતા અને વારાણસીના ઇતિહાસ અને સંસ્કૃતિને સમજવા પ્રોફેસર રાણા પીબી સિંઘને મળ્યા હતા. રાણા પીબી સિંઘ સાંસ્કૃતિક લેન્ડસ્કેપ્સ અને હેરિટેજના અભ્યાસમાં નિપુણતા ધરાવે છે. તેમણે ‘વારાણસી હિંદુ વિશ્વવિદ્યાલય’ (BHU)ના ‘ઈન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ’માં સ્થિત ‘ડીપાર્ટમેન્ટ ઓફ જિયોગ્રાફી’માં લાંબા સમય સુધી કામ કર્યું છે. આવી સ્થિતિમાં, જો તેઓ આ ફિલ્મ સાથે જોડાય છે, તો તેને તેના અભ્યાસ અને સંશોધનનો લાભ ચોક્કસથી મળશે.
નોંધવા જેવુ તે પણ છે કે, તેમણે ભારત (ઉત્તર), દક્ષિણ કોરિયા, જાપાનમાં ક્ષેત્રીય અભ્યાસો સાથે સાંસ્કૃતિક માનવશાસ્ત્ર, પૌરાણિક કથાઓ, લોકકથાઓ, ધાર્મિક-સાંસ્કૃતિક-વારસાના લેન્ડસ્કેપ અને યોજનામાં સંશોધન પત્રો પ્રકાશિત કર્યા છે. તેઓ તેમના પ્રોજેક્ટ ‘અંડરસ્ટેન્ડિંગ પ્લેસ એન્ડ એન્વિઝનિંગ ધ કોસ્મોસ’ દ્વારા બ્રહ્માંડની જટિલતાઓનો પણ અભ્યાસ કરી રહ્યા છે. અભિષેક અગ્રવાલ સાથે ચર્ચા દરમિયાન તેમણે ફિલ્મ અંગે તેમણે માર્ગદર્શન પણ આપ્યું હતું.
Met the eminent academician Shri. #RanaPBSingh Ji during my visit to Varanasi.
— Abhishek Agarwal 🇮🇳 (@AbhishekOfficl) August 4, 2024
Had a delightful conversation about our history, heritage and spirituality. His insights about many diverse topics were eye-openers. His eccentric and unconventional views are what makes him a legend… pic.twitter.com/ULSpp2QV6T
ટૂંક સમયમાં રાણા પીબી સિંઘને કાશી વિશ્વનાથ ફિલ્મ પ્રોજેક્ટ માટે ઓનબોર્ડ લેવામાં આવશે. હકીકતમાં, આ પ્રોજેક્ટ અભિષેક અગ્રવાલ અને વિષ્ણુ શંકર જૈન વચ્ચે ફોન કોલ દરમિયાન શરૂ થયો હતો. બંનેએ એક કલાકથી વધુ સમય સુધી વિડીયો કોલ દ્વારા વાત કરી હતી, જેમાં વિષ્ણુ શંકર જૈન અને તેમના પિતા હરિશંકર જૈને તેમને કાશી વિશ્વનાથ અંગે ચાલી રહેલી ન્યાયિક લડાઈ વિશે સમજાવ્યું હતું. ત્યારે જ તેના પર આધારિત ફિલ્મ બનાવવાનો વિચાર કરવામાં આવ્યો હતો અને તેને આગળ વધારવામાં આવ્યો હતો.
વિષ્ણુ શંકર જૈન અને હરિશંકર જૈન કાશી વિશ્વનાથને અતિક્રમણમાંથી મુક્ત કરાવવાની ન્યાયિક લડાઈમાં સૈનિકોની ભૂમિકા ભજવી રહ્યા છે. કાશી વિશ્વનાથ મંદિરને તોડી પાડ્યા બાદ મુઘલ બાદશાહ ઔરંગઝેબે ત્યાં ‘જ્ઞાનવાપી મસ્જિદ’ બનાવી હતી. હિંદુઓને જ્ઞાનવાપી ઢાંચાના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી મળી ચૂકી છે. જ્ઞાનવાપી પરિસરને સીલ કરવાની પરવાનગી માટે અલ્હાબાદ હાઈકોર્ટમાં PIL દાખલ કરવામાં આવી હતી, જે સ્વીકારવામાં આવી ન હતી. જોકે, જૈન પિતા-પુત્રના પ્રયત્નોને કારણે, જ્ઞાનવાપી ઢાંચાનો સરવે કરવામાં આવ્યો અને ત્યાં એક શિવલિંગની હાજરી હોવાનું સામે આવ્યું અને ઘણા હિંદુ પ્રતીકો પણ મળી આવ્યા હતા.
સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે, જ્ઞાનવાપી ઢાંચામાં જ્યાં શિવલિંગ મળી આવ્યું છે તે વિસ્તારને સંરક્ષિત કરવામાં આવે, કારણ કે પહેલાં મુસ્લિમો ત્યાં ‘વજુ’ના નામે પોતાના પગ ધોતા હતા. જ્યાં સુધી મીનાક્ષી જૈનની વાત છે, અભિષેક અગ્રવાલ તેમને પણ મળી ચૂક્યા છે. મીનાક્ષી જૈન એક એવા ઇતિહાસકાર છે જેમણે વામપંથી ઇતિહાસકારોથી અલગ નામ મેળવ્યું છે અને તેમના પ્રપંચોને તોડી પાડ્યા છે. તેમણે અયોધ્યા સહિત અન્ય મંદિરો પરની લડાઈ પર પુસ્તકો લખ્યા છે અને ઘણા કાર્યક્રમોમાં હાજર રહીને વક્તવ્ય પણ આપ્યા છે.
‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ (2029), ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (2022) અને ‘ધ વેક્સીન વોર’ (2023)ના નિર્દેશક વિવેક અગ્નિહોત્રી પણ આ ફિલ્મ સાથે જોડાયેલા છે, પરંતુ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, તેઓ આ ફિલ્મનું નિર્દેશન નહીં કરે. તેઓ હાલમાં ‘ધ દિલ્હી ફાઇલ્સ’ પર કામ કરી રહ્યો છે, જેમાં ભારતના વિભાજન દરમિયાન પશ્ચિમ બંગાળમાં થયેલા હિંદુઓના નરસંહારની ગાથા બતાવવામાં આવશે. આ ફિલ્મ સાથે ‘અભિષેક અગ્રવાલ આર્ટસ’ પણ જોડાયેલું છે. અભિષેક અગ્રવાલના પિતા તેજનારાયણ અગ્રવાલની હાજરીમાં તેમણે વિવેક અગ્નિહોત્રી સાથે ઘણી ફિલ્મો માટે ડીલ કરી હતી.
મીનાક્ષી જૈન, રાણા પીબી સિંઘ, વિષ્ણુ શંકર જૈન, હરિશંકર જૈન, વિવેક અગ્નિહોત્રી અને અભિષેક અગ્રવાલ – આ 6 પાત્રો છે, જે કાશી વિશ્વનાથ પર બની રહેલી ફિલ્મનો આધાર બનશે. હવે આગળ તેમની સાથે કયા કલાકારો અને અભિનેત્રીઓ જોડાય છે, વાર્તા શું સ્વરૂપ લે છે અને કોણ તેનું નિર્દેશન કરશે – આ બધું સમય સાથે જાણવા મળતું રહેશે. હમણાં પુષ્ટિ ગણો કે ફિલ્મ બની રહી છે. ઔરંગઝેબના અત્યાચારથી લઈને સંઘર્ષશીલ હિંદુઓ સુધીની આ ગાથા ચોક્કસપણે પડદા પર આવી રહી છે.