દેશના 6 જાણીતા રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ડાયરેક્ટર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર એક સીરિઝ બનાવશે. વર્ષ 2025માં RSSના 100 વર્ષ પૂર્ણ થવાના છે. જેના ઉપલક્ષ્યે આ સીરિઝનું નિર્માણ કરવામાં આવશે. સિરિઝનું નામ ‘એક રાષ્ટ્ર’ રાખવામાં આવ્યું છે. તેનું પહેલું પોસ્ટર પણ રીલીઝ કરવામાં આવ્યું છે, જેને ફિલ્મ સમીક્ષક તરન આદર્શે શેર કર્યું છે. આ શોને 2025 કે તે પહેલાં જ લોકો સમક્ષ લાવી શકાશે. સંઘને લઈને આ પ્રકારનો આ પહેલો શો હશે.
SIX NATIONAL AWARD WINNERS COME TOGETHER TO CELEBRATE 100 YEARS OF RSS… To celebrate the momentous occasion of the foundation day of #RSS, six #NationalAward winners come together for a series – titled #OneNation / #EkRashtra…
— taran adarsh (@taran_adarsh) October 24, 2023
⭐️ #Priyadarshan
⭐️ #VivekRanjanAgnihotri
⭐️ Dr… pic.twitter.com/kfQVeV496b
RSSના 100 વર્ષ પૂર્ણ થવા પર ‘એક રાષ્ટ્ર’ નામની સીરિઝ બનશે. આ સીરિઝ બનાવનાર ડાયરેકટરોમાં પ્રિયદર્શન, વિવેક રંજન અગ્નિહોત્રી, ડૉ. ચંદ્ર પ્રકાશ દ્વિવેદી, મંજુ બોરા, સંજય પૂરન સિંઘ ચૌહાણ અને જોન મૈથ્યૂ મથાન છે. તે બધા સાથે મળીને આ શોનું નિર્દેશન કરશે. આ તમામ ડાયરેકટરો બોલીવુડના સર્વશ્રેષ્ઠ દિગ્દર્શકોમાં સામેલ છે.
Six National Award winners will tell the untold tales of India's unsung heroes who dedicated their lives for 100 years to keep India as #OneNation.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 26, 2023
Priyadarshan
Vivek Ranjan Agnihotri
Dr Chandra Prakash Dwivedi
John Methew Mathan
Maju Bohara
Sanjay Puran Singh Chauhan pic.twitter.com/tAC2SO151l
આ શો માટે રિલીઝ કરવામાં આવેલા પોસ્ટરમાં એક વ્યક્તિ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો ગણવેશ (ખાખી હાફ પેન્ટ અને સફેદ શર્ટ) પહેરેલો જોવા મળે છે. જોકે, હવે RSSનો ગણવેશ પણ ફુલ પેન્ટ બની ગયો છે. આ શોમાં 100 વર્ષથી દેશને એક રાખવા માટે સંઘર્ષ કરનારા લોકોની ગાથા રજૂ કરવામાં આવશે.
નાગપુરમાં યોજાયો હતો ભવ્ય કાર્યક્રમ
આ શોનું પહેલું પોસ્ટર 24 ઓકટોબર, 2023 એટલે કે વિજયાદશમીમાં દિવસે રિલીઝ કરવામાં આવ્યું છે. વિજયાદશમીનો દિવસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્થાપના દિવસ છે. આ દિવસે સંઘ મુખ્યાલય નાગપુરમાં એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વખતના કાર્યક્રમમાં ગાયક શંકર મહાદેવન મુખ્ય અતિથિ તરીકે નાગપુર પહોંચ્યા હતા. નાગપુર ખાતે શસ્ત્રપૂજનના કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. શંકર મહાદેવને RSS પ્રમુખ મોહન ભાગવત સાથે મળીને શસ્ત્રપૂજન કર્યું હતું તથા RSS સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવારને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યું હતું. એ ઉપરાંત RSSના સ્વયંસેવકો દ્વારા ‘પથ સંચલન’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શંકર મહાદેવન ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ સંઘના સરસંઘચાલક મોહન ભાગવત સાથે કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન મોહન ભાગવતે સાંસ્કૃતિક માર્ક્સવાદીઓ (Woke) પર નિશાન સાધતાં કહ્યું હતું કે, ઘણા લોકો દેશમાં શાંતિ નથી ઈચ્છતા. આ લોકો સુવ્યવસ્થા, માંગલ્ય અને સંસ્કારની વિરુદ્ધ છે. તેમણે અયોધ્યામાં રામ મંદિરના ઉદ્ઘાટન સમયે દેશભરમાં ઉજવણી કરવાની અપીલ પણ કરી હતી