Friday, September 20, 2024
More
    હોમપેજદુનિયાભારતે યુક્રેનને હથિયાર મોકલ્યા?: ધ રોયટર્સે છાપેલા દાવાની ભારત સરકારે ખોલી પોલ,...

    ભારતે યુક્રેનને હથિયાર મોકલ્યા?: ધ રોયટર્સે છાપેલા દાવાની ભારત સરકારે ખોલી પોલ, કહ્યું- ખબર કાલ્પનિક અને ભ્રામક

    ધ રોયટર્સે છાપેલા અહેવાલમાં તેણે દાવો કર્યો છે કે રશિયા વિરુદ્ધ યુક્રેનને મદદ કરવાના ઈરાદે ભારતમાં નિર્માણ થયેલા દારૂ-ગોળા ઉક્રેન મોકલવામાં આવી રહ્યા છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વ્યવહાર છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે.

    - Advertisement -

    ભારત અને રશિયા વચ્ચેની મિત્રતા જગજાહેર છે. તેમાંય તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રશિયા પ્રવાસ બાદથી દુનિયાના અનેક દેશોના પેટમાં તેલ રેડાયું હતું. આ મિત્રતાથી યુરોપિયન દેશો વ્યાકુળ થઇ ઉઠે છે અને તેને તોડવાના કાવતરા કરતા રહે છે. તેમાં વિદેશી મીડિયા પણ પાછળ નથી. તાજેતરમાં જ ધ રોયટર્સે એક ભ્રામક રિપોર્ટ આપીને દાવો કર્યો છે કે ભારતે યુક્રેનને હથિયાર મોકલાવ્યા છે. આ ખબર તેવા સમયે સામે આવી છે, જયારે રશિયા અને ભારત પોતાના સંબંધો વધુ મજબૂત કરવા આગળ વધી રહ્યા છે.

    ધ રોયટર્સે છાપેલા અહેવાલમાં તેણે દાવો કર્યો છે કે ભારતમાં નિર્માણ થયેલા દારૂ-ગોળા યુક્રેન મોકલવામાં આવી રહ્યા છે. તેમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આ વ્યવહાર છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય હથિયાર નિર્યાત નિયમો ગણ્યા-ગાંઠ્યા ગ્રાહકો માટે જ છે. રશિયાના વિરોધ બાદ પણ દિલ્હીએ યુક્રેન-ભારત વચ્ચેના વેપારમાં દિલ્હીએ કોઈ હસ્તક્ષેપ નથી કર્યો. અહીં આ વિદેશી મીડિયા સીધેસીધો ભારત સરકાર પર આક્ષેપ લગાવી રહી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

    આટલું જ નહીં, ધ રોયટર્સે પોતાના અહેવાલમાં તેવો પણ દાવો કર્યો હતો કે રશિયાએ આ મામલે આપત્તિ જતાવી છે. દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે જે રશિયન સમકક્ષ સાથે બેઠક કરી તેમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તેણે આ દાવો પોતાના ભારત સરકારના રક્ષા વિભાગમાં રહેલા ‘સ્ત્રોત’ના નામે આ ખબર છાપી છે. જોકે ભારત સરકારે ખુલાસો આપીને ધ રોયટર્સના દાવાનું ખંડન કર્યું છે. ભારત સરકારે તેની આ હરકતને ‘કાલ્પનિક અને ભ્રામક’ ગણાવી છે.

    - Advertisement -

    ધ રોયટર્સે છાપેલી ખબર કાલ્પનિક અને ભ્રામક: ભારત સરકાર

    ધ રોયટર્સે આપેલા રિપોર્ટ બાદ ભારત સરકારે તેના દાવાને જડ-મૂળમાંથી વાઢી નાંખ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે આ મામલે પ્રતિક્રિયા આપીને ધ રોયટર્સે આપેલા અહેવાલને ભ્રામક અને કાલ્પનિક ગણાવ્યો છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારત પર લગાવવામાં આવેલા આરોપો નિરાધાર અને પાયા વિહોણા છે. ભારતે ક્યારેય કોઈ પણ નિયમોનું ઉલંઘન ન કર્યું હોવાની કહીને મંત્રાલયે ધ રોયટર્સે આપેલા અહેવાલની પોલ ખોલી નાખી છે.

    આ મામલે સરકાર વતી MEAએ આધિકારિક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે, “અમે ધ રોયટર્સે આપેલો અહેવાલ જોયો. આ અહેવાલ માત્ર અટકળો પર આધારિત છે અને તેમાં લેશ માત્ર પણ વાસ્તવિકતા નથી. રિપોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો તદ્દન ખોટા અને બદમાશી ભરેલા છે. આંતરરાષ્ટ્રીય દાયત્વ અને રક્ષા અંતર્ગત આવતી સામગ્રીઓનાં નિર્યાત મામલે ભારતનો રેકોર્ડ બે-દાગ છે. ભારત પોતાની ફરજોનું પૂરી રીતે પાલન કરે છે અને નિર્યાત માટે ભારતમાં મજબુત કાયદા છે. તમામ બાબતોની સમીક્ષા કરવામાં આવે છે અને તેમાં અંતિમ ગ્રાહકની જવાબદારીઓ અને પ્રમાણપત્રોનું પણ મૂલ્યાંકન કરવામાં આવે છે.”

    નોંધવું જોઈએ કે ભારત સરકાર તરફથી આવેલા આ આધિકારિક નિવેદન બાદ તે સ્પષ્ટ થઇ ગયું છે કે વિદેશી ન્યુઝ એજન્સી ધ રોયટર્સે આપેલો રિપોર્ટ તદ્દન ખોટો અને પાયા વિહોણો છે. ભારત સરકારના નિવેદન પરથી સમજી શકાય છે કે ભારત પોતાના રક્ષા નિર્યાતના મામલોના પારદર્શી છે. અહીં તે પણ સ્પષ્ટ થાય છે કે ભારતે કોઈ પણ આંતરરાષ્ટ્રીય સંધિ કે કરારનું ઉલ્લંઘન નથી કર્યું. ધ રોયટર્સે આપેલા રિપોર્ટથી એટલું સ્પષ્ટ થઇ રહ્યું છે કે આ ભારતની છબી ખરડાય તે માટેની એક પ્રકારની બદમાશી છે. સરકારે પણ આ રિપોર્ટને ‘ભ્રામક કરનાર’ ગણાવ્યો છે અને તેને ભારતની છબી ખરાબ ચીતરવાનો પ્રયત્ન ગણાવ્યો છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં