બુધવારે (13 ડિસેમ્બર) સંસદ ભવનમાં મોટી ઘટના બની ગઈ. લોકસભામાં કાર્યવાહી ચાલી રહી હતી તે દરમિયાન અચાનક વિઝિટર ગેલેરીમાંથી બે વ્યક્તિઓ કૂદી આવ્યા અને કેનિસ્ટર કાઢીને પીળો ધુમાડો છોડવા માંડ્યા હતા. ત્યારબાદ સાંસદોએ તેમને પકડીને સુરક્ષાકર્મીઓને હવાલે કરી દીધા હતા. ત્યારબાદ સંસદ ભવનની બહારથી પણ 2 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી, જેઓ પણ કેનિસ્ટરથી ધુમાડો છોડીને નારાબાજી કરી રહ્યા હતા. એક તરફ આ બંને ઘટનાઓ સંસદની સુરક્ષામાં થયેલી મોટી ચૂક સૂચવે છે ત્યાં બીજી તરફ પત્રકારો મેઈનસ્ટ્રીમ મીડિયાને બીજી જ બાબતોમાં વધુ રસ છે.
ઘટના બાદ જ્યારે મીડિયાની વિવિધ ચેનલોના પત્રકારો રિપોર્ટિંગ કરવા સ્થળ પર પહોંચ્યા તો ત્યાં પડેલા કેનિસ્ટર, જેનાથી ‘પ્રદર્શન’ કરવા આવેલા 2 વ્યક્તિઓએ ધુમાડો છોડ્યો હતો, તેને બતાવવા માટે ઝપાઝપી કરવા માંડ્યા. આ બધી હરકતો કેમેરામાં કેદ થઈ ગઈ. જે હાલ ઈન્ટરનેટ પર ચર્ચાનો મુદ્દો બની છે.
TV9 ભારતવર્ષે પોતાના પત્રકારના આ ‘બહાદૂરીભર્યા પત્રકારત્વ’નો એક વિડીયો પોસ્ટ કર્યો અને લખ્યું કે, ‘જે સ્મોક ક્રેકરથી સંસદની બહાર થયો હુમલો, TV9ના સંવાદદાતાએ હાથમાં લઈને બતાવ્યો તે સ્મોક ક્રેકર.’
जिस स्मोक क्रैकर से संसद के बाहर हुआ हमला, TV9 के संवाददाता @ManishJhaTweets ने हाथों में लेकर दिखाया वो स्मोक क्रैकर #Parliament | #LokSabha pic.twitter.com/25BxlsQhSw
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) December 13, 2023
આ વિડીયોમાં પત્રકાર હાથમાં પીળા રંગનું કેનિસ્ટર પકડીને કેમેરા સામે બતાવતા જોવા મળે છે. આ જ સમયે અન્ય બે-ત્રણ પત્રકારો પાછળ દોડીને ‘બહુત દિખા લિયે, લાઇએ’ તેમ કહીને હાથમાંથી ઝૂંટવી લેવાના પ્રયાસ કરે છે. દરમ્યાન, વરિષ્ઠ પત્રકાર પલ્લવી જોષી પણ જોવા મળે છે. પત્રકાર પછી 30 સેકન્ડનો સમય માંગે છે અને ફરી સમાચાર આપવા માંડે છે. પરંતુ સાથી પત્રકારો પીછો છોડતા નથી. આખરે કોઇ પત્રકાર આવીને હાથમાંથી ઝૂંટવી લે છે.
બીજી તરફ, સ્ટુડિયોમાં બેઠેલ એન્કર આ બાબતને ‘ગંભીર’ ગણાવી કાઢીને કહે છે કે, સૌથી પહેલાં તેમની ચેનલે આ કેનિસ્ટર બતાવ્યું હતું.
લોકોએ આવા નાદાનીભર્યા પત્રકારત્વની ખૂબ ઠેકડી ઉડાડી. કોઈએ કહ્યું કે આવી રીતે તો બાળકો પણ ઝઘડતાં હોતાં નથી તો કોઈએ ‘નાટક’ ગણાવ્યાં હતાં.
कम से कम ख़ुद की ही शर्म के लिया करो भाई की घर पे भी वापस जाना है, ऐसे तो प्ले स्कूल वाले बच्चे भी नहीं लड़ते।
— Pseudo Liberal (@ipseudoliberal) December 13, 2023
એક વ્યક્તિએ લખ્યું કે, આ સર્કસ જેવું વધુ લાગે છે.
The Great Indian Media Circus.#SecurityBreach pic.twitter.com/UVV6KTPAg8
— Krishna (@Atheist_Krishna) December 13, 2023
અન્ય એક યુઝરે લખ્યું કે, લોકસભાની બહાર પત્રકારો સ્મોક બૉમ્બ માટે એવી રીતે લડી રહ્યા છે, જેમકે તે કોઈ વર્લ્ડ કપ હોય!
This media vultures outside Lok Sabha fighting to get a smoke bomb as if its a world cup. SHAME #ParliamentAttack pic.twitter.com/QjZnE9bWmv
— Godman Chikna (@Madan_Chikna) December 13, 2023