આજે 2 ઑક્ટોબર (2 October) મોહનદાસ ગાંધીની જન્મજયંતી (Gandhi Jayanti). તેમને ‘મહાત્મા’ અને ‘રાષ્ટ્રપિતા’ પણ કહેવાય છે. પોરબંદરમાં ગુજરાતી હિંદુ મોઢ વણિક પરિવારમાં જન્મેલા મોહનદાસે ઈંગ્લેન્ડમાં તેમનું શિક્ષણ પૂર્ણ કર્યું અને ત્યાંથી કાયદાની પ્રેક્ટિસ કરવા દક્ષિણ આફ્રિકા ગયા.
ભારત પરત ફર્યા બાદ તેઓ બ્રિટિશ શાસન સામે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. આ બધા ઉપરાંત, તેમણે વિવિધ સમુદાયો, ખાસ કરીને હિંદુ અને મુસ્લિમો વચ્ચે સંવાદિતા સ્થાપિત કરવાના ઉદ્દેશ્ય સાથે દૈનિક પ્રાર્થના સભાઓનું આયોજન કરવાનો એક પ્રયોગ કર્યો હતો. આ સભાઓ દરમિયાન ગાંધીએ સમુદાયને લોકપ્રિય ભજન અને સામુદાયિક ગીતો ગાવાનું પ્રોત્સાહન આપ્યું.
ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે હિંદુ ધાર્મિક ભજનો સાથે કરી છેડછાડ
ગાંધીની પ્રાર્થના સભાઓમાં ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું. આ ભજનનો સૌ પ્રથમ વાર ઉપયોગ ગાંધી દ્વારા 1930માં દાંડી યાત્રા દરમિયાન દાંડી સુધીની 241 માઈલની યાત્રા દરમિયાન એક કાયદાનો વિરોધ કરવા માટે કરવામાં આવ્યો હતો. આ કાયદો અંગ્રેજોએ ભારતીયોને મીઠું બનાવવા કે વેચવા પર પ્રતિબંધ મૂકવા માટે બનાવ્યો હતો. આ ચળવળ દરમિયાન ગાંધીએ હિંદુ ભજન ‘રઘુપતિ રાઘવ રાજા રામ’ને લોકપ્રિય બનાવ્યું કારણ કે કૂચ કરનારાઓએ તેમનો આત્મવિશ્વાસ જાળવી રાખવા માટે આ ગાતા હતા.
જોકે, લોકપ્રિય માન્યતાથી વિપરીત, ગાંધી આ ભજન સર્જક ન હતા. ભગવાન શ્રીહરિના માનવ અવતાર મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામને સમર્પિત આ ભજન શ્રી લક્ષ્મણાચાર્ય દ્વારા રચિત શ્રી નમ: રામાયણમનો એક અંશ છે. ગાંધીજી આ મૂળ ભજનની 1-2 પંક્તિઓ સ્વતંત્રતા ચળવળમાં તેમની ભાગીદારી અનુસાર બદલીને ગાતા હતા. આ સમય દરમિયાન અન્ય એક મિથક લોકપ્રિય બન્યું હતું કે આ એક દેશભક્તિ ગીત છે જેનો ઉદ્દેશ્ય ભારતીય સમાજની બિનસાંપ્રદાયિક એકંદર છબી રજૂ કરવાનો છે. જ કે, મૂળ રચના, જેને ક્યારેક રામ ધૂન તરીકે ઓળખવામાં આવે છે, તેને ભગવાન રામના મહિમા અને વખાણ તરીકે વર્ણવી શકાય છે. જેની મૂળ પંક્તિઓ આ પ્રમાણે છે.
રઘુપતિ રાઘવ રાજા રામ,
પતિત પાવન સીતારામ.
સુંદર વિગ્રહ મેઘશ્યામ,
ગંગા તુલસી શાલિગ્રામ.
ભદ્રગિરીશ્વર સીતારામ,
ભગત જન-પ્રિય સીતારામ.
જાનકીરમણા સીતારામ,
જય જય રાઘવ સીતારામ
ગાંધીજી આ મૂળ રચનામાં ફેરફાર કરીને પ્રાર્થનાસભામાં જે ગાતા હતા, તે નીચે મુજબ છે-
રઘુપતિ રાઘવ રાજારામ,
પતિત પાવન સીતારામ,
ભજ પ્યારે તુ સીતારામ
ઈશ્વર અલ્લાહ તેરો નામ,
સબકો સન્મતિ દે ભગવાન.
ધાર્મિક ભજનનું આ વાહિયાત સંસ્કરણ બહુ ઝડપથી લોકપ્રિય બની ગયો. તેની પાછળનું એક એ કારણ હતું કે ખુદ ગાંધી દ્વારા તેનું પ્રમોશન કરવામાં આવતું હતું અને તે તેના બિનસાંપ્રદાયિક અર્થને કારણે અત્યંત લોકપ્રિય બન્યું હતું. આ ભજન પ્રખ્યાત સંગીતકાર પંડિત વિષ્ણુ દિગંબર પલુસ્કરે રચ્યું હતું.
બૉલીવુડે પણ ધાર્મિક ભજનના ભેળસેળવાળા સંસ્કરણને આગળ વધારવામાં પોતાની ભૂમિકા અદા કરી હતી. આ ભજનનો ઉપયોગ ‘લગે રહો મુન્નાભાઈ’ અને ‘કુછ કુછ હોતા હૈ’ જેવી હિન્દી ફિલ્મોમાં થઈ ચૂક્યો છે. વધુમાં, આ પંક્તિઓ 1982માં એફ્રોબીટ બેન્ડના આલ્બમ ઓસિબિસા – અનલેશેડ – લાઈવના ઓપનિંગ ટ્રેકમાં પણ સામેલ કરવામાં આવી હતી.
ગીતોમાં આ છેડછાડના કારણે મુસ્લિમોને ગાંધીને સમર્થન આપવામાં અને તેમની પ્રાર્થના સભાઓમાં હાજરી આપવામાં કોઈ સમસ્યા નહોતી. જેનો ઉદ્દેશ્ય બે સમુદાયો વચ્ચેના મતભેદોને દૂર કરવાનો અને સાંપ્રદાયિક સૌહાર્દ બનાવવાનો હતો. જોકે, એક હકીકત એ પણ છે કે મુસ્લિમ લઘુમતીની માંગણીઓને સમાયોજન કરવાની જવાબદારી હંમેશા હિંદુ બહુમતીના માથે જ રહી.
ગાંધીએ મુસ્લિમો દ્વારા મૂકવામાં આવેલા આરક્ષણને સંબોધિત કરવા માટે એક હિંદુ ધાર્મિક ભજનની પંક્તિઓને વિકૃત કરવામાં બેજોડ નિપુણતા દર્શાવી, પરંતુ તેમણે ક્યારેય કુરાનની આયાતોની નિંદા કરી નથી, જે મૂર્તિપૂજાને પાપ કહે છે અને મૂર્તિપૂજા માટે મૃત્યુદંડનો આદેશ આપે છે.
ગાંધીએ મુસ્લિમોને ખુશ કરવા માટે રામનો જાપ કરતા હિંદુ ભજનોને વિકૃત કર્યાં હતાં. ગાંધીની સામુદાયિક પ્રાર્થનામાં મુસ્લિમો દ્વારા કલમાનો જાપ પણ સામેલ હતો. જોકે, એવા કોઈ અહેવાલો અથવા ઐતિહાસિક પુરાવા નથી, જે સૂચવે કે હિંદુઓની ચિંતાઓને દૂર કરવા માટે ગાંધીએ કુરાનની આયાતો બદલી કે કલમામાં ફેરફાર કર્યો હોય, જેથી તેને પરસ્પર સહ-અસ્તિત્વ અને સાંપ્રદાયિક સંવાદિતાના સ્વીકૃત વલણ સાથે તેને અનુકૂળ બનાવી શકાય. કદાચ આ બેવડા વલણના કારણે જ વિભાજન દરમિયાન ગાંધીજીની પ્રાર્થના સભાઓનું ધ્રુવીકરણ થયું અને પ્રાર્થના સભાઓમાં કલમાના સમાવેશ પર પ્રશ્નો ઉભા થવા લાગ્યા.
સર્વગ્રાહી એકતાનો સાર જાળવવા માટે ગાંધીએ હિંદુઓ સાથે વારંવાર કર્યો વિશ્વાસઘાત
રામ ધૂનમાં ભેળસેળ એ એવી ઘટના હતી, જેમાં ગાંધીજીએ હિંદુઓની લાગણી પ્રત્યે બહુ ઓછી સંવેદનશીલતા દર્શાવી હતી. તેમના માટે જો હિંદુ ગ્રંથો અને ધાર્મિક ગીતોમાં ફેરફાર કરવાથી મુસ્લિમોની ચિંતાઓ સંતોષવામાં મદદ મળી હોય, તો તે વ્યાજબી હતું. જોકે, ગાંધીએ મુસ્લિમોને આધુનિકતા અપનાવવા અને ઇસ્લામના તેમના શુદ્ધતાવાદી અર્થઘટનને છોડી દેવાનું કહેવાનું ટાળ્યું.
એ જ રીતે, અન્ય બનાવો પણ બન્યા જ્યારે હિંદુઓના હિત પ્રત્યે ગાંધીનું ઉદાસીન વલણ જોવા મળ્યું. 1920 માં પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ઇસ્લામિક ખિલાફતના સમર્થનમાં ભારતીય મુસ્લિમોમાં બળવો થયો હતો. તેને ‘ખિલાફત ચળવળ’ નામ આપવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય ઑટોમન સામ્રાજ્યની મદદથી બ્રિટિશ સામ્રાજ્યનો નાશ કરીને ભારતમાં ઇસ્લામિક વર્ચસ્વ સ્થાપિત કરવાનો હતો. તેના વર્ચસ્વવાદી વલણો હોવા છતાં, ગાંધીના નેતૃત્વ હેઠળની ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે 1920માં ખિલાફત ચળવળને ટેકો આપ્યો અને તેને હિંદુ-મુસ્લિમ સંબંધોને મજબૂત કરવાની એક મોટી તક ગણાવી હતી.
ગાંધીના આશ્રયને કારણે ખિલાફત ચળવળ માલાબારમાં પણ અસરકારક બની અને તેના આવરણ હેઠળ એક ભયંકર હિંદુ હત્યાકાંડ કરવામાં આવ્યો. જે 1921ના મોપલા રમખાણો તરીકે ઓળખાય છે. વિભાજન સમયે, જ્યારે પાકિસ્તાનમાં હિંદુઓ અને શીખોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી, ગાંધીએ હત્યાકાંડને ભાગ્યવાદના સ્વરૂપમાં ખપાવવાનો પ્રયાસ કર્યો અને દલીલ કરી કે હુમલામાં માર્યા ગયેલા હિંદુઓએ કંઈક હાંસલ કર્યું છે, કારણ કે હત્યારા બીજા કોઈ નહીં પણ તેમના જ મુસ્લિમ ભાઈઓ હતા.
તેમણે પશ્ચિમી પંજાબના હિંદુ શરણાર્થીઓ માટે પણ આવી જ ટિપ્પણી કરી હતી, તેમને ઘરે પાછા ફરવા કહ્યું, પછી ભલે તે માર્યા જાય. ગાંધી ઈચ્છતા હતા કે જે હિંદુઓ મૃત્યુથી બચવા પાકિસ્તાનથી ભારતમાં ભાગીને આવ્યા હતા, તેઓ પાછા ફરી જાય અને તેમના નસીબને સ્વીકારી લે. આ પ્રકારે ગાંધીના આદર્શોનું પ્રારૂપ ન માત્ર સ્પષ્ટ રૂપે અન્યાયપૂર્ણ, કટ્ટરપંથી અને ખોટું હતું, પરંતુ એકતરફી પણ હતું, જ્યાં હંમેશા હિંદુઓ સાંપ્રદાયિક કટ્ટરતાનો શિકાર બનતા હતા. તેમના પર થયેલા અત્યાચારને કાં તો ઢાંકી દેવામાં આવ્યા હતા અથવા નૈતિક વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને ન્યાયી ઠેરવી દેવામાં આવ્યા.
ગાંધીવાદી ધર્મનિરપેક્ષતા આજે પણ ભારત માટે ત્રાસદાયી
કમનસીબે, ગાંધીજીએ જે ધર્મનિરપેક્ષતાનો પ્રચાર કર્યો હતો તેનું આ વિકૃત સંસ્કરણ આજે પણ ભારતને ત્રાસ આપી રહ્યું છે. બિનસાંપ્રદાયિકતાની વિકૃતિ વધુ ખરાબ બની છે. ડાબેરી ઝુકાવ ધરાવતા બૌદ્ધિકો હિંદુઓને એવા અપરાધભાવ તરફ દોરી જવાનો પ્રયાસ કરે છે કે તેમની હિંદુ ઓળખની સ્પષ્ટતાના કારણે બહુલવાદ જોખમમાં છે.
આ જ ધર્મનિરપેક્ષતાનો તમાશો છે કે ગાંધીના હિંદુ ધાર્મિક ભજનોના ઘટિયા સંસ્કરણનો મહિમામંડિત કરવામાં આવે છે. જ્યારે પયગંબર મુહમ્મદ પરની સ્પષ્ટ ચર્ચાના ઉલ્લેખ માત્રથી વાત ‘સર તન સે જુદા’ કે શિરચ્છેદના આહ્વાન સુધી પહોંચી જાય છે. આવી ધમકીઓ આપનારાઓની નિંદા કરવાનું તો દૂર, વામપંથી-લિબરલ સેક્યુલરોએ એમ કહીને તેમની ધમકીઓને વ્યાજબી ઠેરવતા રહે છે કે તેમને આમ કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા.
આવા સ્યુડો-સેક્યુલરો માટે લઘુમતીઓની ચિંતાઓને સમાયોજિત કરવા માટે હિંદુ ધાર્મિક ભજનને વિકૃત કરવું તે એકદમ વ્યાજબી બાબત છે. પરંતુ જ્યારે ઇસ્લામમાં લાવવામાં આવેલા ખૂબ જ જરૂરી સુધારાઓને સમર્થન આપવાની વાત આવે છે, ત્યારે તેમના મોઢામાં મગ ભરાઈ જાય છે.
જેમ ગાંધીએ પોતે જણાવ્યું હતું તેમ, ભારતમાં બિનસાંપ્રદાયિકતા એ એક માર્ગીય માર્ગ છે જ્યાં રાષ્ટ્રના બહુલવાદી બનાવટને બચાવવાનો ભાર સંપૂર્ણપણે હિંદુઓના ખભા પર રહેલો છે. બીજી તરફ અન્ય સમુદાયોના સભ્યો તેમની ઇચ્છા મુજબ કાર્ય કરવા માટે સ્વતંત્ર છે, અને સાંપ્રદાયિક સૌહાર્દ અને સામાજિક એકતાના આદર્શો જાળવવાની તેમની પર કોઈ જવાબદારી હોતી નથી.