Saturday, February 1, 2025
More
    હોમપેજરાજકારણ'દેખ કયા રહે હો... ગોલી ચલાઓ...': બેઅંતના શબ્દો સાંભળતા જ સતવંતે ઇન્દિરા...

    ‘દેખ કયા રહે હો… ગોલી ચલાઓ…’: બેઅંતના શબ્દો સાંભળતા જ સતવંતે ઇન્દિરા પર ધરબી દીધી ગોળીઓ, ખાલી થઈ ગઈ આખી કાર્બાઈન; વાંચો ઇતિહાસનું એ રણક્તરંજિત પાનું

    બેઅંત સિંઘે નજીકમાં ઉભેલા સતવંત સિંઘને બૂમ મારીને કહ્યું - 'દેખ કયા રહે હો, ગોલી ચલાઓ.' આ સાંભળતા જ સતવંતે તેની આખી કાર્બાઈન ઇન્દિરા અને તેમને બચાવવા દોડેલા સબ ઈન્સ્પેક્ટર રામેશ્વર દયાલ પર ખાલી કરી દીધી. તેણે લાંબા સમય સુધી ટ્રિગર પરથી હાથ પણ નહોતો હટાવ્યો.

    - Advertisement -

    6 જાન્યુઆરી 1989 એ તારીખ છે કે, જે દિવસે સવારે 6 વાગ્યે દિલ્હીની તિહાડ જેલમાં બંધ ભૂતપૂર્વ વડાંપ્રધાન ઇન્દિરા ગાંધીના હત્યારાઓ (Assassins of former Prime Minister Indira Gandhi) સતવંત સિંઘ (Satwant Singh)અને કેહર સિંઘને (Kehar Singh) (હત્યાના કાવતરામાં સામેલ) ફાંસી આપવામાં આવી હતી. આ ઘટનાના લગભગ 4 વર્ષ પહેલાં સતવંત સિંઘ અને બેઅંત સિંઘ ઇન્દિરા ગાંધીના સુરક્ષાકર્મી હતા. આ બંનેએ 31 ઑક્ટોબર, 1984ના રોજ ઇન્દિરાની તેમના સત્તાવાર નિવાસસ્થાને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. કેહર સિંઘ પણ આ ષડયંત્રમાં સામેલ હતો. તે જ સમયે સ્થળ પર હાજર અન્ય સુરક્ષાકર્મીઓએ બેઅંત સિંઘને ઠાર માર્યો હતો. આ વિશેષ અહેવાલમાં જાણીશું કે, 39 વર્ષ પહેલાં એટલે કે 31 ઑક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધીની હત્યા કેવી રીતે થઈ હતી?

    30 ઑક્ટોબર 1984ના રોજ ઇન્દિરા ગાંધી ઓડિશામાં ચૂંટણી પ્રચાર કર્યા બાદ દિલ્હી પહોંચ્યા હતા. ઓડિશાથી પરત ફર્યા પછી ઇન્દિરાને લોકોને ન મળવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ તે દિવસે જ તેઓ એક આયરિશ ડોક્યુમેન્ટરી મેકર પીટર ઉસ્તીનોવને મળવાના હતા. પીટર પૂર્વ વડાંપ્રધાન પર ડોક્યુમેન્ટ્રી બનાવી રહ્યા હતા. આ માટે ઇન્દિરા પીટરને ઈન્ટરવ્યુ આપવાની તૈયારી કરી રહ્યા હતા. સવારે નવ વાગ્યાની આસપાસ ઈન્ટરવ્યુની તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી.

    સર્વિસ રિવોલ્વરમાંથી ધરબી દીધી ગોળીઓ

    આ પછી તેઓ (ઇન્દિરા) સફદરજંગ રોડથી અકબર રોડને જોડતા ગેટ પાસે પહોંચ્યા હતા, જ્યાં દિલ્હી પોલીસની સિક્યુરિટી વિંગનો કોન્સ્ટેબલ બેઅંત સિંઘ તહેનાત હતો અને સતવંત સિંઘ હાથમાં ઓટોમેટિક કાર્બાઈન ગન લઈને તેની બાજુમાં ઊભો હતો. ઇન્દિરા ગાંધી તેમની પાસે પહોંચતા જ તેમને નમસ્તેનો અવાજ સંભળાયો અને થોડી જ ક્ષણોમાં ગોળીનો અવાજ આવ્યો. બેઅંત સિંઘે તેની સર્વિસ રિવોલ્વરથી તેમના પર ગોળી ચલાવી દીધી હતી. કોઈને કંઈ સમજાયું નહીં. કોઈ પણ વિલંબ કર્યા વિના, બેઅંત સિંઘે ઇન્દિરાના પેટમાં વધુ બે ગોળી ધરબી દીધી. ત્રણ ગોળી વાગતાની સાથે જ ઇન્દિરા ગાંધી જમીન પર પડી ગયા અને બોલ્યા, “તમે લોકો આ શું કરી રહ્યા છો?”

    - Advertisement -

    આ પછી બેઅંત સિંઘે નજીકમાં ઉભેલા સતવંત સિંઘને બૂમ મારીને કહ્યું – ‘દેખ કયા રહે હો, ગોલી ચલાઓ.’ આ સાંભળતા જ સતવંતે તેની આખી કાર્બાઈન ઇન્દિરા અને તેમને બચાવવા દોડેલા સબ ઈન્સ્પેક્ટર રામેશ્વર દયાલ પર ખાલી કરી દીધી. તેણે લાંબા સમય સુધી ટ્રિગર પરથી હાથ પણ નહોતો હટાવ્યો. સતવંત સિંઘે ઇન્દિરાના શરીરમાં કુલ 30 ગોળીઓ ધરબી દીધી હતી. આ અકસ્માતના થોડા સમય પહેલાં જ ઇન્દિરા ગાંધી અને તેમના અંગત સચિવ આરકે ધવન વાત કરી રહ્યા હતા. તેઓ આ હુમલાથી સાવ અજાણ હતા. ગોળીબાર કર્યા બાદ બેઅંત સિંઘે કહ્યું કે, ‘અમે અમારું કામ કરી દીધું છે, હવે તમે તમારું કામ કરો’. પરંતુ ત્યાં હાજર આરકે ધવનના મગજમાં માત્ર એમ્બ્યુલન્સનો જ વિચાર આવ્યો.

    બેઅંત સિંઘને ત્યાં હાજર SP દિનેશ ચંદે પકડી લીધો હતો અને નજીકમાં ઊભેલા હેડ કોન્સ્ટેબલ ડોક્ટરને બોલાવવા દોડ્યા હતા. બીજી તરફ ઈન્ટરવ્યુ માટે બહાર રાહ જોઈ રહેલા પીટરને ગોળીબારનો અવાજ સંભળાયો, પરંતુ તેઓ ત્યાં જ બેસીને રાહ જોતાં રહ્યા હતા.

    રાજીવ ગાંધી બન્યા વડાપ્રધાન અને ફાટી નીકળ્યા શીખ વિરોધી રમખાણો

    આ પછી ઇન્દિરાને ક્ષતવિક્ષત હાલતમાં એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોની ટીમ તેમને બચાવી શકી નહીં. 31 ઑક્ટોબર, 1984ના રોજ, લગભગ 2:15 કલાકે ઇન્દિરા ગાંધીના મૃત્યુનું મેડિકલ બુલેટિન બહાર પાડવામાં આવ્યું હતું. આ પછી ઉતાળવમાં જ રાજીવ ગાંધીને વડાપ્રધાન પદના શપથ લેવડાવવામાં આવ્યા હતા, જે બાદ તરત જ દેશમાં શીખ વિરોધી રમખાણો ફાટી નીકળ્યા હતા, જેમાં હજારો શીખોએ જીવ ગુમાવ્યો હતો.

    બીજી તરફ પ્રધાનમંત્રી આવાસના સુરક્ષાકર્મીઓએ બંને હુમલાખોરોને પકડી લીધા હતા. બચવાનો પ્રયાસ કરતી વખતે સુરક્ષાકર્મીઓની ગોળીઓથી બેઅંત સિંઘ માર્યો ગયો હતો. આ પછી સતવંત સિંઘ અને કેહર સિંઘ (બેઅંત સિંઘનો સંબંધી) અને બલબીર સિંઘની (જેના પર આ ષડયંત્ર રચવાનો આરોપ હતો) પણ ધરપકડ કરવામાં આવી હતી.

    આ હાઈ-પ્રોફાઈલ મામલો હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો. બચાવ પક્ષ વતી રામ જેઠમલાની, પી.એન. લેખી અને આર.એસ. સોઢી જેવા મોટા વકીલો રજૂ થયા હતા. આ વકીલોની દલીલોને કારણે, હત્યારાઓની ફાંસી ઘણી વખત મોકૂફ રાખવામાં આવી હતી. ત્યાં સુધી કે, બલબીર સિંઘને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. આ પછી સતવંત સિંઘ અને કેહર સિંઘને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ તેમની ફાંસી ઘણી વખત મોકૂફ રાખવામાં આવી હતી. છેવટે, 6 જાન્યુઆરી, 1989ના રોજ દિલ્હીની તિહાડ જેલમાં બંધ ઇન્દિરા ગાંધીના હત્યારાઓને ફાંસી આપવામાં આવી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં