Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશહિમાચલના શિમલામાં ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ આક્રોશ, રસ્તા પર હિંદુઓ, વિરોધની આગ પહોંચી...

    હિમાચલના શિમલામાં ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ આક્રોશ, રસ્તા પર હિંદુઓ, વિરોધની આગ પહોંચી અન્ય શહેરો સુધી: જાણો શું છે સમગ્ર વિવાદ, જેમાં બુલડોઝર એક્શનની થઈ રહી છે માંગ

    ગેરકાયદેસર રીતે ઉભી કરી કરવામાં આવેલી આ મસ્જિદનો વિવાદ ત્યાં સુધી વધી ગયો છે કે સ્થાનિક હિંદુઓ તેના વિરોધમાં રસ્તા પર આવી ગયા છે. શિમલા બાદ વિરોધનો આ વંટોળ છેક ક્સુમ્પટી સુધી પહોંચ્યા અને ત્યાં પણ સેંકડો હિંદુઓએ એક સ્થાનિક મસ્જિદની બહાર વિરોધ પ્રદર્શન કરીના હનુમાન ચાલીસના પાઠ કર્યા.

    - Advertisement -

    કોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશ થોડા દિવસોથી અશાંત છે. અહીં પાટનગર શિમલાના સંજૌલી ખાતે એક ગેરકાયદેસર મસ્જિદનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને વિવાદ ત્યાં સુધી વધી ગયો છે કે સ્થાનિક હિંદુઓ તેના વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા છે. આ ગેરકાયદેસર બાંધકામ હટાવવાની માંગ ઉઠી રહી છે, જેને લઈને ગુરુવારે (5 સપ્ટેમ્બર) મોટાપાયે પ્રદર્શનો પણ થયાં. અહીં સુધી કે કોંગ્રેસ સરકારના જ મંત્રીએ પણ વિધાનસભામાં સ્વીકાર્યું અને મુદ્દો ઉઠાવ્યો. બીજી તરફ, શિમલાની બહાર પણ હવે આ મુદ્દો પહોંચ્યો છે અને અન્ય શહેરોમાં પણ ગેરકાયદેસર મસ્જિદો સામે અવાજ ઊઠી રહ્યા છે અને પ્રદર્શનો થઈ રહ્યાં છે.

    પહેલાં વાત કરીએ શિમલાની તો અહીં ઉભી કરી દેવામાં આવેલી ગેરકાયદેસર મસ્જિદનો વિવાદ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. સ્થાનિક હિંદુ સમુદાય સહિતના લોકો અહીંની ગતિવિધિઓથી ત્રસ્ત છે. તેવામાં ગત રવિવારે વિરોધ ઉગ્ર બન્યો અને હિંદુઓ રસ્તા પર ઉતરી આવ્યા. શરૂઆતમાં શાંત વિરોધ બાદ પ્રદર્શન ઉગ્ર બન્યું અને ગુરુવારે ફરી એકવાર મસ્જિદ વિરુદ્ધ આકરા દેખાવો કર્યા. આ વખતે હિંદુ સમુદાયે આ ગેરકાયદેસર મસ્જિદને 2 દિવસમાં હટાવી દેવા માટે અલ્ટીમેટમ આપી દીધું.


    વાસ્તવમાં તાજેતરમાં જ એક મારપીટની ઘટના બની હતી, જેના કારણે આ મસ્જિદના વિવાદને વધુ વેગ મળ્યો. 31 ઑગસ્ટના રોજ અહીં એક સ્થાનિક હિંદુ યુવકનો વિસ્તારના જ મુસ્લિમ યુવકો સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ મુસ્લિમ યુવકોએ તેની ઉપર હુમલો કરી દીધો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. જાણવા મળી રહ્યું છે કે હુમલો કરનાર યુવકો પછીથી સંજૌલીની મસ્જિદમાં જઈને સંતાઈ ગયા હતા. ત્યારબાદ ફરી મસ્જિદ વિરુદ્ધ અવાજ ઊઠવા માંડ્યા. બીજી તરફ, મારપીટ મામલે સ્થાનિકોએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે 6 વ્યક્તિઓની ધરપકડ કરી લીધી હતી, જેમાં 2 સગીર સામેલ છે.

    - Advertisement -

    14 વર્ષથી કોર્ટમાં ‘ન્યાય’ મેળવવા પ્રયત્ન કરી રહ્યા છે હિંદુઓ

    અહીં નોંધવું જરૂરી છે કે ગેરકાયદેસર ઉભી કરી દેવામાં આવેલી આ મસ્જિદનો વિવાદ આજકાલનો નહીં, પરંતુ છેલ્લાં 14 વર્ષથી ચાલી રહ્યો છે. સ્થાનિક કોર્ટમાં આ મામલે કેસ પણ એટલા જ સમયથી ચાલી રહ્યો છે. બીજી તરફ લાંબી લડત બાદ પણ કોઈ જ પરિણામ ન આવતાં હિંદુઓની ધીરજે હવે જવાબ આપી દીધો છે. સ્થાનિક હિંદુ સમુદાય અને સંગઠનોએ પ્રશાસનને ચેતવણી આપી છે કે 14 વર્ષથી ચાલી રહેલા કોર્ટ કેસમાં જો આગામી સુનાવણીમાં નિર્ણય ન કરવામાં આવે તો ગેરકાયદેસર મસ્જિદ વિરુદ્ધ ઉગ્ર આંદોલન થશે અને ઢાંચાને તોડી પાડવામાં આવશે.

    બીજી તરફ આ સમગ્ર આક્રોશને લઈને ભાજપ પણ કોંગ્રેસ પર આક્રમક જોવા મળી રહ્યું છે. માત્ર ભાજપ જ નહીં, કોંગ્રેસ પાર્ટીના પોતાના મંત્રીઓએ આ મામલે કડક અને ત્વરિત કાર્યવાહીની માંગ કરી છે. પ્રદેશ સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંઘે પણ આ ગેરકાયદેસર મસ્જિદને લઈને પોતાની જ સરકાર અને પ્રશાસન પર સવાલો ઉભા કર્યા છે. આ મુદ્દાને સ્થાનિક ન રાખતાં તેઓ તેને વિધાનસભા સુધી લઈ ગયા. વિધાનસભામાં તેમણે મસ્જિદ વિરુદ્ધ આક્રમકતાથી સ્ટેન્ડ લીધું અને મસ્જિદના કારણે થતી મુશ્કેલીઓ વિશે જણાવ્યું. જોકે કોંગ્રેસી નેતાના આ વલણને જોઈ AIMIM સુપ્રીમો અસદુદ્દીન ઓવૈસીએ કોંગ્રેસ પર જ પ્રહાર કરી દીધો. બીજી તરફ, અમુક કોંગ્રેસી ધારાસભ્યો પણ તેમની વિરુદ્ધ જોવા મળ્યા.

    સંજૌલી બજારમાં મહિલાઓનું નીકળવું મુશ્કેલ: અનિરુદ્ધ સિંઘ

    હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારમાં પ્રદેશ ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંઘે આ મામલે સરકારને સ્ટેન્ડ સ્પષ્ટ કરવા જણાવ્યું છે. તેમણે વિધાનસભામાં આ મુદ્દો ઉછાળ્યો હતો અને મસ્જિદ વિરુદ્ધ આકરી ટિપ્પણીઓ કરી હતી. તેમણે કહ્યું કે, “સંજૌલી બજારમાં મહિલાઓનું જવું કઠિન થઇ ગયું છે. અભદ્ર ટિપ્પણીઓ કરવામાં આવે છે, ચોરીઓ થઇ રહી છે, લવ જેહાદ જેવી ઘટનાઓ થઈ રહી છે. આ બાબત રાજ્ય અને દેશ માટે ખતરનાક છે. મસ્જિદ ગેરકાયદેસર બનાવવામાં આવી છે. પહેલાં એક માળ ચણવામાં આવ્યો બાદમાં વગર પરવાનગીએ બાકીના માળ ઉભા કરી દેવામાં આવ્યા. અત્યારે 5 માળની મસ્જિદ બની ગઈ છે. તંત્ર પર એ સવાલ છે કે મસ્જિદ ગેરકાયદેસર હોવા છતાં તેનું વીજ અને પાણીનું કનેક્શન શા માટે કાપવામાં નથી આવ્યું?”

    વિધાનસભામાં બોલતી વખતે તેમણે કહ્યું હતું કે, મહિલાઓને પડી રહેલી અગવડ અને મુશ્કેલીઓનો હું પોતે સાક્ષી છું. જોકે એક કોંગ્રેસી નેતાના આ મિજાજ જોઈ AIMIM ચીફ ઓવૈસીના પેટમાં તેલ રેડાયું અને તેમણે કોંગ્રેસને ઘેરતાં પૂછ્યું હતું કે, હિમાચલની સરકાર ભાજપની છે કે કોંગ્રેસની? કોંગ્રેસી મંત્રી અનિરુદ્ધ સિંઘના નિવેદનો સાંભળી ઓવૈસીએ તેમ પણ કહ્યું કે હિમાચલની ‘મહોબ્બતની દુકાન’માં નફરત જ નફરત છે. તો ઓવૈસીના નિવેદનનો જવાબ આપતાં અનિરુદ્ધ સિંઘે પણ કહી દીધું કે, આ ગેરકાયદેસર નિર્માણનો મામલો છે, ઓવૈસી પોતાનું રાજ્ય સંભાળે. બહારથી આવતા લોકોનો મુદ્દો ગંભીર છે અને તેમની ઓળખ કરવી જરૂરી છે.

    સંજૌલીનો ભડકો ક્સુમ્પટી સુધી પહોંચ્યો, અહીં પણ ગેરકાયદેસર મસ્જિદને લઈને વિવાદ

    હિમાંકાલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલીમાં તો ગેરકાયદેસર મસ્જિદનો વિરોધ થઈ જ રહ્યો હતો. પરંતુ હવે આ ભડકો ક્સુમ્પટી સુધી પહોંચ્યો છે. અહીંના લોકોએ આરોપ લગાવ્યો છે કે બજાર વચ્ચે ઉભી કરવામાં આવેલી મસ્જિદ ગેરકાયદેસર છે. આરોપ તેવો પણ છે કે અહીં અન્ય રાજ્યોના લોકો આવીને આ મસ્જિદ ચલાવી રહ્યા છે. નોંધનીય છે કે અહીં એક ઘરમાં વગર પરવાનગીએ મસ્જિદ ઉભી કરી દેવામાં આવી છે અને બહારનું બાંધકામ યથાવત રાખીને અંદર-અંદર નવું બાંધકામ કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર ગતિવિધિઓથી ત્રસ્ત હિંદુ સમજે મસ્જિદનો ઘેરો ઘાલ્યો હતો અને તેની બહાર બેસીને હનુમાન ચાલીસના પાઠ કર્યા હતા.

    અહીં નોંધવું જોઈએ કે પ્રશાસનના ધ્યાનમાં પણ આ ગેરકાયદેસર ઉભી કરવામાં આવેલી મસ્જિદનો મુદ્દો ધ્યાનમાં છે. ક્સુમ્પટી વોર્ડ 27ના કોર્પોરેટર રચના શર્માએ આ મામલે કહ્યું હતું કે, શુક્રવારે આ જગ્યાએ સેંકડો લોકો નમાજ પઢવા આવે છે, જ્યારે અહીં કોઈ મસ્જિદ છે જ નહીં. અહીં ગેરકાયદેસર રીતે મસ્જિદ ચલાવવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે ક્સુમ્પટી પોલીસે મસ્જિદ સાથે સંકળાયેલા દસ્તાવેજો તપાસ અર્થે માંગ્ય છે. બીજી તરફ બહારથી આવતા લોકોના કારણે પણ અસુરક્ષાનો મુદ્દો ઉભો થતો હોવાનું તેમણે જણાવ્યું હતું. શર્માનું કહેવું છે કે નમાજ સમયે અહીંથી પસાર થવું મુશ્કેલ થઈ જાય છે, અહીં આ ગતિવિધિ તરત બંધ થવી જોઈએ તેવું તેમનું કહેવું છે.

    ગેરકાયદેસર મસ્જિદ 1 Km દૂર અન્ય મસ્જિદ

    નોંધનીય છે કે જે જગ્યાને મસ્જિદનું રૂપ આપીને ત્યાં ગેરકાયદેસરરીતે આંતરિક બાંધકામ કરવામાં આવી રહ્યું છે, તેના એક કિલોમીટર દૂર જ એક અન્ય મસ્જિદ આવેલી છે. વિચારવા જેવી બાબત તે છે કે આટલી નજીક જ મસ્જિદ હોવા છતાં કેટલાક લોકોએ અહીં એક મકાનને ગેરકાયદેસર રીતે મસ્જિદ બનાવી નાખી છે. સ્વભાવિક છે કે મસ્જિદ ન હોવાથી અહીં એક સાથે સેંકડો લોકો ભેગા થાય તો અવ્યવસ્થા સર્જાય. લોકો રસ્તા પર પણ નમાજ પઢતા જોવા મળે છે. આ સાથે અહીં પણ ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે. સ્થાનિક હિંદુઓની માંગ છે કે પ્રશાસન અને હિમાચલ પ્રદેશ સરકાર વહેલી તકે નોંધ લે અને અહીં આ પ્રકારની ગતિવિધિઓ બંધ કરાવવામાં આવે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં