Tuesday, September 17, 2024
More
    હોમપેજરાજકારણ'કયા આધાર પર 77 મુસ્લિમ જાતિઓને આપી દીધો OBCનો દરજ્જો?': સુપ્રીમ કોર્ટનો...

    ‘કયા આધાર પર 77 મુસ્લિમ જાતિઓને આપી દીધો OBCનો દરજ્જો?’: સુપ્રીમ કોર્ટનો TMC સરકારને સવાલ, કોલકાતા હાઈકોર્ટના નિર્ણય પર રોક લગાવવાનો કર્યો ઇનકાર

    બંને પક્ષોને સાંભળ્યા બાદ ત્રણ જજોની બેન્ચે હાલમાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે, તેણે મુસ્લિમ સમુદાયની 77 જાતિઓને OBC કેટેગરીમાં શાના આધારે સામેલ કરી છે?

    - Advertisement -

    મુસ્લિમ સમુદાયની 77 જાતિઓને OBCનો દરજ્જો અને આરક્ષણ (Reservation) આપવાને લઈને મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટે આ 77 મુસ્લિમ જાતિઓના OBC ક્વોટાને નાબૂદ કરવાના કોલકાતા હાઈકોર્ટના (KolKata High Court) નિર્ણય પર સ્ટે લગાવવાનો ઇનકાર કરી દીધો છે. કોલકાતા હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી. હવે સોમવારે (5 ઓગસ્ટ, 2024), સુપ્રીમ કોર્ટે મમતા બેનર્જી સરકારને નોટિસ જારી કરીને તે 77 જાતિઓને OBC કેટેગરીમાં સામેલ કરવા માટેનો આધાર પૂછ્યો છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મમતા સરકારે (Mamata Banerjee) મુસ્લિમ સમુદાયની 77 જાતિઓને OBCનો દરજ્જો આપીને પછાત વર્ગમાં સામેલ કરી હતી. આ નિર્ણયનો ઘણો વિરોધ થયો હતો અને તેને કોલકાતા હાઈકોર્ટમાં પડકારવામાં પણ આવ્યો હતો. મમતા સરકારના આ નિર્ણયને કોલકાતા હાઈકોર્ટે રદ્દ કરી દીધો હતો. હાઈકોર્ટના આ નિર્ણય સામે બંગાળ સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટનો (Supreme Court) દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. આ કેસમાં સોમવારે (5 ઓગસ્ટ) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સોમવારે ચીફ જસ્ટિસ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે આ મામલે સુનાવણી હાથ ધરી હતી.

    પશ્ચિમ બંગાળ સરકાર વતી સરકારી વકીલ ઈન્દિરા જયસિંહ હાજર રહ્યા હતા. વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પ્રતિવાદી તરીકે પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ દલીલ કરી હતી. પશ્ચિમ બંગાળ સરકારે (West Bengal Govt) સુપ્રીમ કોર્ટને ત્યાં સુધી કહી નાખ્યું કે, કોલકાતા હાઈકોર્ટ પોતે જ રાજ્યમાં સરકાર ચલાવવા માંગે છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ આદેશનો વિરોધ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કારણ કે, અનામત મેળવનારી જાતિઓ મુસ્લિમ સમુદાયની છે. ઈન્દિરા જયસિંહે તેને મંડલ કમિશનના નિર્દેશો પર લેવાયેલું યોગ્ય પગલું ગણાવ્યું હતું.

    - Advertisement -

    જ્યારે પ્રતિવાદી એડવોકેટ મુકુલ રોહતગીએ ઇન્દિરા જયસિંહની દલીલોનો વિરોધ કર્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ ત્રણ જજોની બેન્ચે હાલમાં હાઈકોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો છે. સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ જારી કરીને પૂછ્યું છે કે, તેણે મુસ્લિમ સમુદાયની 77 જાતિઓને OBC કેટેગરીમાં શાના આધારે સામેલ કરી છે? સુપ્રીમ કોર્ટે મમતા સરકારના નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરનાર બે ખાનગી દાવેદારોને પણ નોટિસ પાઠવી છે.

    નોંધનીય છે કે, કોલકાતા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા 77 મુસ્લિમ જાતિઓનું ‘અન્ય પછાત વર્ગ’ (OBC) તરીકે વર્ગીકરણ રદ કર્યું હતું અને 2010 પછી પશ્ચિમ બંગાળમાં આપવામાં આવેલા તમામ ‘અન્ય પછાત વર્ગ’ (OBC) પ્રમાણપત્રો રદ કર્યા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં