Sunday, October 6, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ2014માં 222 હુમલા, 2024માં 15... મોદી શાસનમાં તૂટી આતંકવાદની કમર: જમ્મુ-કાશ્મીરમાં 90%...

    2014માં 222 હુમલા, 2024માં 15… મોદી શાસનમાં તૂટી આતંકવાદની કમર: જમ્મુ-કાશ્મીરમાં 90% ઘટ્યું જાનમાલનું નુકસાન, આર્ટીકલ 370 હટ્યા બાદ બદલાયું ચિત્ર

    10 વર્ષ પહેલાં 2014માં સ્થિતિ વધુ ખરાબ હતી. તે સમયે જમ્મુ અને કાશ્મીરના આખા વિસ્તારમાં કુલ 222 આતંકી હુમલા થયા હતા. આ હુમલાઓમાં સુરક્ષાદળોના 47 જવાનો વીરગત થયા હતા. આ દરમિયાન 29 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ સામે લડી રહેલા સુરક્ષાદળોને છેલ્લા 10 વર્ષમાં મોટી સફળતા મળી છે. આંકડાઓ અનુસાર, રાજ્યમાં આતંકવાદી હુમલામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સુરક્ષાદળોને પણ 2014ની સરખામણીએ આ વર્ષે ઘણું ઓછું નુકસાન થયું છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે, આ પરિવર્તન પાછળનું કારણ કલમ 370ની નાબૂદી અને ઘણા વિસ્તારોમાં થઈ રહેલા વિકાસકાર્યો છે. જોકે, 2010ની સરખામણીમાં આ વખતે જમ્મુ ક્ષેત્રમાં મતદાનની ટકાવારીમાં ઘટાડો થયો છે. છેલ્લા 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલા ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળ્યા છે.

    TOI અનુસાર, વર્ષ 2024માં 27 સપ્ટેમ્બર સુધી આતંકવાદીઓ જમ્મુ ક્ષેત્રમાં 15 હુમલા કરવામાં સફળ રહ્યા છે. આ હુમલાઓમાં 11 સામાન્ય નાગરિકો માર્યા ગયા હતા. હુમલા બાદ સુરક્ષાદળોની આતંકીઓ સાથે અથડામણ પણ થઈ હતી. આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોના 17 જવાન વીરગત થયા હતા. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં જમ્મુ વિસ્તારમાં 10 આતંકીઓ પણ માર્યા ગયા હતા. જમ્મુ કરતા સામાન્ય રીતે વધુ અશાંત એવા કાશ્મીર વિસ્તારમાં આતંકવાદના આંકડા છેલ્લા દાયકામાં જમ્મુની સરખામણીમાં ઘણા ઓછા છે.

    કાશ્મીર ઝોનની વાત કરીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં કાશ્મીરમાં કુલ 8 આતંકી હુમલા થયા છે. આ હુમલાઓમાં સુરક્ષાદળોના ચાર જવાન વીરગત થયા છે. આતંકવાદીઓ દ્વારા માર્યા ગયેલા નાગરિકોની સંખ્યા 5 છે. સુરક્ષાદળોની જવાબી કાર્યવાહીમાં કાશ્મીર ક્ષેત્રમાં કુલ 35 આતંકવાદીઓને ઠાર પણ કરવામાં આવ્યા છે. જમ્મુ અને કાશ્મીરને સાથે રાખીએ તો આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 23 આતંકી હુમલા થયા છે. આ આતંકી હુમલામાં સુરક્ષાદળોના કુલ 25 જવાન વીરગત થયા છે. આ ઉપરાંત 16 નાગરિકો પણ મૃત્યુ પામ્યા છે.

    - Advertisement -

    શું હતા 2014ના આંકડા?

    નોંધવા જેવું છે કે, 10 વર્ષ પહેલાં 2014માં સ્થિતિ વધુ ખરાબ હતી. તે સમયે જમ્મુ અને કાશ્મીરના આખા વિસ્તારમાં કુલ 222 આતંકી હુમલા થયા હતા. આ હુમલાઓમાં સુરક્ષાદળોના 47 જવાનો વીરગત થયા હતા. આ દરમિયાન 29 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ સુરક્ષાદળો સાથેની અથડામણમાં કુલ 110 આતંકવાદીઓ પણ માર્યા ગયા હતા.

    સ્થાનિક લોકોની સાથે પ્રશાસનિક અધિકારીઓએ પણ તે સ્વીકાર્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં જે પરિવર્તન આવી રહ્યું છે, તેનું કારણ કલમ 370ની નાબૂદી છે. જોકે, માત્ર આતંકી ઘટનાઓમાં ઘટાડો જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીર તમામ ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરતું જોઈ શકાય છે. અત્યાધુનિક ટ્રેનો અને સ્કૂલો, કોલેજો તથા હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં