Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ'6 મહિનાથી ચાલુ હતી તૈયારી, બાળકો પાસે પણ હતા હથિયાર': નૂંહના જે...

    ‘6 મહિનાથી ચાલુ હતી તૈયારી, બાળકો પાસે પણ હતા હથિયાર’: નૂંહના જે મંદિરને ઈસ્લામી આતંકીઓએ ઘેર્યું હતું, તેમાં ફસાયેલા શ્રદ્ધાળુઓએ જણાવી આપવીતી

    બચાવીને લાવવામાં આવેલા અન્ય એક શ્રદ્ધાળુએ કહ્યું કે, "14 વર્ષના છોકરાઓ પણ હથિયારો ચલાવી રહ્યા હતા. આ પ્લાનિંગ 6 મહિનાથી કરવામાં આવી રહ્યું હતું." લોકોનો આરોપ છે કે પહાડો પરથી ચલાવવામાં આવેલી ગોળીઓ કોઈના પેટ, કોઈની જાંઘ અને કોઈના માથાને ભાગે સ્પર્શીને નીકળી હતી.

    - Advertisement -

    હરિયાણાના મેવાતમાં સોમવારે ભારે હિંસા ફાટી નીકળી હતી. હિંસામાં 2 હોમગાર્ડ જવાનો અને અન્ય એક નાગરિકની હત્યા કરવામાં આવી હતી. ઘાયલોની સંખ્યા 60 થી વધુ હોવાનું સામે આવી રહ્યું છે, જેમાં ઘણા પોલીસકર્મીઓ પણ શામેલ છે. પોલીસ સહિત બૃજમંડલ જલાભિષેક યાત્રામાં શામેલ લોકોના 30 થી વધારે વાહનોને તોડી નાખ્યા છે અથવા તો સળગાવી દેવાયા છે.

    તણાવને જોઈને નૂંહ, ગુરૂગ્રામ, રેવાડી અને ફરીદાબાદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સ્કૂલ, કોલેજોની સાથે સાથે ઈન્ટરનેટ સેવા પણ બંધ કરવામાં આવી છે. તોફાનીઓ વચ્ચે ફસાયેલા લોકોને બચાવીને નૂંહ પોલીસ લાઈન લાવવામાં આવ્યા છે. બચાયેલા લોકોનો દાવો છે કે હિંસા કરવા પાછળનું કાવતરું ઓછામાં ઓછામાં 6 મહિના પહેલા ઘડવામાં આવ્યું હતું.

    ABP ન્યૂઝ દ્વારા હિંદુ સંગઠનથી જોડાયેલા લોકોનું ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું, જેમને નલ્હડ શિવ મંદિરેથી બચાવીને લવાયા હતા. બચાવાયેલા લોકોમાંથી એક સાધુના વેશવાળા વ્યક્તિએ જણાવ્યું કે, “હિંદુઓની પહેલી બસ, જે મંદિરે જળ ચડાવીને ગઈ હતી, તેને 1 કિલોમીટર બાદ સળગાવવામાં આવી હતી. ત્યારપછી 14-15 બીજી ગાડીઓને પણ સળગાવાઈ.”

    - Advertisement -

    ભોગ બનનાર વ્યક્તિએ વધુમાં જણાવ્યું કે ઘટનાની જાણકારી મળ્યા બાદ ઘણા હિંદુઓ ઘટના વિશે જાણવા ગયા તો તેમના વાહનોને પણ સળગાવી દેવાયા. પીડિત વ્યક્તિએ કહ્યું કે એમના પર હુમલા સમયે ઈસ્લામી આતંકીઓ દ્વારા AK-47 નો ઉપયોગ થયો હતો. ભોગ બનનાર અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે, “પ્રાચીન શિવમંદિર ત્રણ બાજુથી પહાડોથી ઘેરાયેલ છે, અને ત્રણેય બાજુથી ગોળીઓ ચલાવવામાં આવી હતી,”

    આરોપ છે કે પોલીસે પહોંચ્યા બાદ વળતું ફાયરિંગ કર્યું, પણ પોલીસ પર પણ એક કલાક સુધી ગોળીઓ વરસાવામાં આવી હતી. લોકોએ જણાવ્યું કે, હુમલા દરમિયાન મંદિરમાં ફસાયેલા શ્રદ્ધાળુઓની સંખ્યા 6 થી 7 હજાર વચ્ચેની હતી. મેવાતમાં આવેલ નૂંહના મંદિરની સંપૂર્ણ બૃહમંડલ યાત્રામાં અનુમાનિત લોકોની સંખ્યા 25 હજાર હોવાનું સામે આવી રહ્યું છે. લોકોએ જણાવ્યું કે તેઓ મંદિરની અંદર લગભગ 7 કલાક ફસાયેલા રહ્યા હતા.

    બચાવીને લાવવામાં આવેલા અન્ય એક શ્રદ્ધાળુએ કહ્યું કે, “14 વર્ષના છોકરાઓ પણ હથિયારો ચલાવી રહ્યા હતા. આ પ્લાનિંગ 6 મહિનાથી કરવામાં આવી રહ્યું હતું.” લોકોનો આરોપ છે કે પહાડો પરથી ચલાવવામાં આવેલી ગોળીઓ કોઈના પેટ, કોઈની જાંઘ અને કોઈના માથાને ભાગે સ્પર્શીને નીકળી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં