Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમ‘મા@%^% તુમ બડે રામભક્ત હો ગયે હો’: અયોધ્યામાં દીપોત્સવ પર વગાડી રહ્યા...

    ‘મા@%^% તુમ બડે રામભક્ત હો ગયે હો’: અયોધ્યામાં દીપોત્સવ પર વગાડી રહ્યા હતા ‘રામ આયેંગે…’ રઈસ ખાનના પરિવારે કરી દીધો હુમલો

    અનીસ ખાન પોતાના કાર્યાલય દીપોત્સવ મનાવી રહ્યા હતા. આ દરમિયાન તેઓ પ્રભુ શ્રીરામનું ભજન સાંભળી રહ્યા હતા. તેવામાં રઈસ ખાન તેના પરિવારના સભ્યો સાથે ત્યાં આવી ચઢ્યો અને અનીસ ખાન અને તેના પરિવાર પર હુમલો કરી દીધો.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) એક રામભક્ત મુસ્લિમ પરિવાર પર કટ્ટરપંથી મુસ્લિમ પરિવારે હુમલો કરી દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પીડિત પરિવારનો ગુનો માત્ર એટલો જ હતો કે તેમણે દીપોત્સવમાં (Deepotsav) ભગવાન રામજીનું એક ભજન વગાડ્યું અને તેના પર મંત્રમુગ્ધ થઈને નાચ્યા. ઘટના ગત શુક્રવારની (1 નવેમ્બર, 2024) છે. આરોપીનું નામ રઈસ ખાન છે, તો બીજી તરફ પીડિત ફરિયાદીનું નામ અનીસ ખાન ઉર્ફે બબલુ છે.

    આરોપ અનુસાર, અનીસ ખાન પોતાના કાર્યાલય ખાતે પ્રભુ શ્રીરામનું ભજન સાંભળતા દીપોત્સવ મનાવી રહ્યા હતા. તેવામાં રઈસ ખાન તેના પરિવારના સભ્યો સાથે ત્યાં આવી ચડ્યો અને અનીસ ખાન અને તેના પરિવાર પર હુમલો કરી દીધો. આરોપો અનુસાર હુમલામાં કુહાડા, લાકડીઓ અને બંદૂકનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. આ મામલે પોલીસ ફરિયાદ થયા બાદ પોલીસે આરોપીને જેલના સળિયા ગણતા કરી દીધો છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના અયોધ્યા પોલીસ સ્ટેશનની હદમાં બની હતી. આ મામલે શુક્રવારે અનીસ ખાને પોલીસ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં તેમણે પોતે રામભક્ત હોવાનું કહ્યું હતું. તેમણે ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ રામમંદિરના સમર્થનમાં છે અને આ કારણે જ તેમને દેશ-વિદેશથી ધમકીઓ મળી ચૂકી છે. ઘટના વિશે જણાવતાં તેમણે કહ્યું કે, તેઓ શુક્રવારે તેમના કાર્યાલય પર દીપોત્સવ મનાવી રહ્યા હતા. તેવામાં લગભગ 8:30થી 8:45 વચ્ચે તેમને ત્યાં પ્રખ્યાત ‘રામ આયેંગે તો અંગના…’ ભજન વગાડ્યું હતું.

    - Advertisement -

    અનીસે જણાવ્યું કે આ દરમિયાન તેમનો દૂરનો ભાઈ થતો રઈસ ત્યાં પોતાના 2 બાળકો, જાવેદ અને કૈફ સાથે આવી ચઢ્યો હતો. તેમના બધાના હાથમાં બંદૂકો, હુહાડા અને ધોકા-લાઠી હતા. આ ત્રણેય જણાએ અનીસને અપશબ્દ કહીને કહ્યું હતું કે, “માદર$દ, તું બહુ મોટો રામભક્ત થઈ ગયો છે શું?” આટલું કહીને તેમણે અનીસ અને તેના પરિવારજનો પર હથિયાર તાંકી દીધાં હતાં.

    આ હુમલાથી બચવા અનીસ અને તેમનો પરિવાર તરત જ પોતાના ઘરમાં ચાલ્યો ગયો. તેમ છતાં હુમલાખોરોએ તેમના ઘરનો દરવાજો તોડી નાખ્યો અને અનીસ સહિત તેમના દીકરા અદનાન, અયાન અને આસિફને ઢોર માર માર્યો. પીડિત મોહમ્મદ અનીસે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. પોલીસે પીડિતની ફરિયાદ પર રઈસ, જાવેદ અને કૈફ વિરુદ્ધ FIR નોંધી લીધી છે. આ તમામ પર ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 115 (2), 352, 109 (2), 333 અને 324 (4) મુજબ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    ઑપઇન્ડિયા પાસે FIRની નકલ ઉપલબ્ધ છે. બીજી તરફ અનીસે એક નિવેદન આપતાં કહ્યું હતું કે, દીપોત્સવ સમયે તે પોતાના કેટલાક લોકો સાથે ભજન સાંભળી રહ્યા હતા. આ ભજન સાંભળીને એક જણ મંત્રમુગ્ધ થઈને નાચવા લાગ્યો હતો. આ જોઇને રઈસ અને તેનો પરિવાર ઉકળી ઉઠ્યો. તેમણે તેમને પહેલાં ગાળો ભાંડી અને બાદમાં અનીસ અને તેના પરિવારને ઢોર માર માર્યો. બીજી તરફ અયોધ્યામાં રામભક્ત મુસ્લિમ પરિવાર પર હુમલો થતાં DSP આશુતોષ તિવારીએ આ મામલે જણાવ્યું છે કે ઘટનાની તપાસ ચાલી રહી છે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં