Friday, November 22, 2024
More
    હોમપેજક્રાઈમજમીન વનવિભાગની, કબજો ચર્ચનો- ચાલી રહ્યો હતો હિંદુ આદિવાસીઓના ધર્માંતરણનો ખેલ: બાબાનું...

    જમીન વનવિભાગની, કબજો ચર્ચનો- ચાલી રહ્યો હતો હિંદુ આદિવાસીઓના ધર્માંતરણનો ખેલ: બાબાનું બુલડોઝર એકશનમાં આવ્યું અને તોડી પડાયું ચર્ચ

    વનવિભાગની જમીન પર જ બે ઈસમોએ મસ-મોટી ચર્ચ ઉભી કરી દીધી હતી. આ ચર્ચ બે-ચાર નહીં, પરંતુ 8થી વધુ વર્ષોથી અહીં કાર્યરત હતી. આરોપ છે કે વિનોદ અને રમાકાંત નામના બે વ્યક્તિઓએ આ ચર્ચ બનાવી હતી. આ બંને અહીં સ્થાનિક ભોળા આદિવાસીઓને લલચાવી ફોસલાવીને ખ્રિસ્તી બનાવવાનું કામ કરતા હોવાની પણ અનેક ફરિયાદો કરવામાં આવી રહી હતી.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં ફરી એક વાર બાબાનું બુલડોઝર એક્શનમાં જોવા મળ્યું. ગેરકાયદેસર સરકારી જમીન પર દબાણ (Illegal occupation of land) અને ધર્માંતરણની ફરિયાદો બાદ મિરઝાપુરમાં પ્રશાસને ચર્ચ પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. આ ચર્ચ બનાવનાર લોકોને કોર્ટમાં પોતાનો પક્ષ રાખવા બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેઓ ન તો કોર્ટમાં આવી રહ્યા હતા કે ન તો નોટીસનો જવાબ આપી રહ્યા. અંતે પ્રશાસને ગેરકાયદેસર રીતે ચણી દેવામાં આવેલી ચર્ચને તોડી પાડી હતી.

    મળતી માહિતી અનુસાર ઘટના ઉત્તર પ્રદેશના મિરઝાપુરમાં (Mirzapur) આવેલા અહરૌરા પોલીસ સ્ટેશનની હદમાં આવતી ચુનાર ફોરેસ્ટ રેંજની. અહીં વનવિભાગની જમીન પર જ બે ઈસમોએ મસ-મોટી ચર્ચ ઉભી કરી દીધી હતી. આ ચર્ચ બે-ચાર નહીં, પરંતુ 8થી વધુ વર્ષોથી અહીં કાર્યરત હતી. આરોપ છે કે વિનોદ અને રમાકાંત નામના બે વ્યક્તિઓએ આ ચર્ચ બનાવી હતી. આ બંને અહીં સ્થાનિક ભોળા આદિવાસીઓને લલચાવી ફોસલાવીને ખ્રિસ્તી (Illegal conversions) બનાવવાનું કામ કરતા હોવાની પણ અનેક ફરિયાદો કરવામાં આવી રહી હતી.

    ફરિયાદો મળ્યાના કેટલાક સમય બાદ પ્રશાસને કેસ હાથમાં લઈને ચર્ચ અને ચર્ચને ચલાવી રહેલા લોકોને નોટીસ ફટકારી હતી. નોટીસની બજવણી બાદ પણ જાણે કોઈ જ ફરક ન પડતો હોય તેમ ચર્ચ સંચાલકોના પેટનું પાણી ન હલ્યું. ન તો તેમણે નોટીસનો જવાબ આપ્યો કે નતો તેમણે કોર્ટમાં હજરી આપી. કોર્ટે આપેલી તમામ સમય મર્યાદાઓના ઉલ્લંઘન બાદ અંતે તેમને ચર્ચ તેમની રીતે જ હટાવી દેવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. જોકે તે લોકોએ આ આદેશને પણ કાન સોંસરવો કાઢ્યો. અંતે પ્રશાસને પોતે જ કાર્યવાહી કરવાનું નક્કી કર્યું હતું.

    - Advertisement -

    તેવામાં 8 વર્ષથી ખ્રિસ્તી ધર્માંતરણનો (Christian missionaries) ખેલ ખેલી રહેલા આ ચર્ચ પર અંતે રવિવારે (11 ઓગસ્ટ 2024) બુલડોઝર એક્શન લઈ લેવામાં આવ્યું. જિલ્લા પ્રશાસનની ટીમ ભારે પોલીસબળ લઈને ચર્ચ પર પહોંચી હતી. ટીમે તમામ લીગલ પ્રોસીજરનું પાલન કરીને ચર્ચને તોડી પડવાના આદેશ આપતા જ તેના પર બુલડોઝર ફરી વળ્યું હતું. આ મામલે સ્થાનિક પોલીસ અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે આ ચર્ચમાંથી ધર્માંતરણની અનેક ફરિયાદો આવી રહી હતી. પોલીસ પ્રશાસને આ ધર્માંતરણની ફરિયાદ પર FIR પણ નોંધી છે.

    એક તરફ સીએમ યોગિની (CM Yogi Adityanath) પોલીસ ગેરકાયદેસર ધર્માંતરણ અને સરકારી જમીન પર કબજો કરીને ગેરકાયદેસર ગતિવિધિઓ કરવા બદલ ચર્ચના લોકો પર કાર્યવાહીનો ગાળિયો કસવાની તૈયારી કરી રહી છે, તો બીજી તરફ પ્રશાસન આ ગેરકાયદેસર બાંધવામાં આવેલી ચર્ચને ધ્વસ્ત કરવા પાછળ થયેલા ખર્ચ આરોપીઓ પાસેથી જ વસુલવાની તૈયારી કરી રહી છે. નોંધવું જોઈએ કે આ પહેલા પણ આવી અનેક ઘટનાઓ સામે આવી છે જેમાં ઉત્તર પ્રદેશ પ્રશાસને બુલડોઝર એક્શન લઈને અનેક ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હોય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં