16 ડિસેમ્બર દરેક ભારતીયો માટે ગર્વનો દિવસ છે. 1971 માં આજના જ દિવસે યુધ્ધમાં પાકિસ્તાનને (Pakistan) ઉંધે કાંધ નાખ્યું હતું. પાકિસ્તાનના 93,000 સૈનિકોએ (Pakistani Army) ભારતીય સેના સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. ત્યાર બાદથી જ 16 ડિસેમ્બર ભારતમાં ‘વિજય દિવસ’ (Vijay Diwas) તરીકે ઉજવે છે. આજે દેશના એ વીર જવાનો અને નાગરિકોને યાદ કરીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવે છે જેમણે પોતાનું સર્વોચ્ચ દેશ માટે પોતાનું સર્વોચ્ચ બલીદાન આપ્યું હોય. ત્યારે કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંઘે (Rajnath Singh) વિજય દિવસ ઉપલક્ષે X પર પોસ્ટ કરી છે.
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંઘે વિજય દિવસ પર લખ્યું છે કે, “આજે વિજય દિવસના વિશેષ અવસર પર દેશ ભારતના સશસ્ત્ર દળોની બહાદુરી અને બલિદાનને નમન કરે છે. તેમના અતૂટ સાહસ અને દેશભક્તિએ તે સુનિશ્ચિત કર્યું છે કે આપણો દેશ સલામત રહે. ભારત તેમના બલિદાન અને સેવા ક્યારેય નહીં ભૂલે.”
Defence Minister Rajnath Singh tweets, "Today, on the special occasion of Vijay Diwas, the nation salutes the bravery and sacrifice of India’s armed forces. Their unwavering courage and patriotism ensured that our country remained safe. India will never forget their sacrifice and… pic.twitter.com/sWXYzP8gKq
— ANI (@ANI) December 16, 2024
ઉલ્લેખનીય છે કે જયારે દેશના ભાગલા પડ્યા ત્યારે પાકિસ્તાનના બે ભાગ હતા. એક વર્તમાન પાકિસ્તાન અને એક પૂર્વ પાકિસ્તાન, જેને આપણે આજે બાંગ્લાદેશ તરીકે ઓળખીએ છીએ. તે સમયના પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાને સાંસ્કૃતિક અને રાજનૈતિક ભેદભાવનું ઝેર ફેલાવી નાખ્યું. જોત જોતામાં તણાવ વધી ગયો અને નરસંહાર, બળાત્કાર અને માનવાધિકારોનું ઉલ્લંઘન કરવામાં પાકિસ્તાને માજા મૂકી દીધી. લોકોને ક્રૂરતાથી પ્રતાડિત કરીને તેમને નરક જેવી યાતનાઓ આપવામાં આવી રહી હતી.
અંતે પાકિસ્તાનની ક્રૂરતાથી ત્રસ્ત થયેલા ત્યાના લોકોએ 26 માર્ચ 1971ના રોજ સ્વતંત્રતાની માંગ કરી. જોકે પાકિસ્તાને દમનકારી નીતિઓ આપનાવી. અંતે તે સમયે માનવતા દાખવીને ભારત તે નિર્દોષ નાગરિકોની વ્હારે આવ્યું અને બાંગ્લાદેશની સ્વતંત્રતાનું સમર્થન કર્યું. ભારતના આ પગલાથી પાકિસ્તાન ઉકળી ઉઠ્યું, શરૂઆતના નાનકડા સંઘર્ષ બાદ યુદ્ધના બ્યુગલ ફૂંકાઈ ગયા. ભારતના વીર જવાનો બહાદૂરીથી લડ્યા. કેટલાયે જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ આપી. અંતે પાકિસ્તાને ઘૂંટણ ટેકવ્યા અને 93,000 જેટલા પાકિસ્તાની સૈનિકોએ ભારતીય સેના સામે સરેન્ડર કરી દીધું. ભારતીય સૈનિકોની આ વીરતા અને સાહસના માનમાં આ દિવસ ઇતિહાસમાં ‘વિજય દિવસ’ તરીકે અંકિત થઈ ગયો.