Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઅરવિંદ કેજરીવાલની વધી શકે મુશ્કેલી, દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં 'મુખ્ય આરોપી' બનાવી...

    અરવિંદ કેજરીવાલની વધી શકે મુશ્કેલી, દિલ્હી દારૂ નીતિ કૌભાંડમાં ‘મુખ્ય આરોપી’ બનાવી શકે છે ED: 10 મેના રોજ દાખલ થશે ચાર્જશીટ, જામીન પર પણ થશે સુનાવણી

    ED અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા જઈ રહી છે. જેમાં મુખ્ય કાવતરાખોર અને કિંગપિન તરીકે કેજરીવાલનું નામ સૂચિબદ્ધ થઈ શકે છે. EDનો દાવો છે કે, તેણે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલી મની ટ્રેલ શોધી કાઢી છે.

    - Advertisement -

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલી વધતી નજરે પડી રહી છે. મળતી માહિતી અનુસાર, શુક્રવાર (10 મે, 2024)ના રોજ ED કોર્ટમાં સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ દાખલ કરી શકે છે. સૂત્રોના હવાલેથી અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, આ ચાર્જશીટમાં અરવિંદ કેજરીવાલને મુખ્ય કાવતરાખોર એટલે કે ‘કિંગપિન’ તરીકે ચિન્હિત કરવામાં આવશે. આ સાથે જ BRS નેતા કે કવિતાની ભૂમિકાને લઈને પણ કોર્ટને જાણકારી આપવામાં આવશે.

    ગત વખતે, અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં વધારો કરવાની માંગ કરતી વખતે, EDએ એમ પણ કહ્યું હતું કે, અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ નીતિ કૌભાંડ કેસમાં ‘મુખ્ય કાવતરાખોર’ છે. જેમાં અરવિંદ કેજરીવાલે નવી લિકર પોલિસી 2021-22 તૈયાર કરવા અને તેને લાગુ કરવા માટે ‘સાઉથ ગ્રૂપ’ પાસેથી કરોડો રૂપિયાની લાંચ લીધી હતી. એડિશનલ સોલિસિટર જનરલ (ASG) SV રાજુએ રાઉઝ એવન્યુ કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમણે ચૂંટણી લડવા માટે ‘સાઉથ ગ્રુપ’ના લોકો પાસેથી ₹100 કરોડ માંગણી કરી હતી.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ED અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવા જઈ રહી છે. જેમાં મુખ્ય કાવતરાખોર અને કિંગપિન તરીકે કેજરીવાલનું નામ સૂચિબદ્ધ થઈ શકે છે. EDનો દાવો છે કે, તેણે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલી મની ટ્રેલ શોધી કાઢી છે. આવી સ્થિતિમાં, દિલ્હી દારૂ કૌભાંડમાં ED દ્વારા સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ ફાઇલ કર્યા પછી, કેજરીવાલની મુશ્કેલીઓ વધી શકે છે. કારણ કે અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટમાં તે જ દિવસે એટલે કે શુક્રવારે નિર્ણય લેવામાં આવી શકે છે.

    - Advertisement -

    દરમિયાન, અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર શુક્રવારે (10 મે, 2024) સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. સુપ્રીમ કોર્ટે થોડા દિવસો પહેલાં સુનાવણી હાથ ધરી હતી અને આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, લોકસભા ચૂંટણી 2024ને ધ્યાનમાં રાખીને અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર વિચાર કરવામાં આવી શકે છે.

    નોંધનીય છે કે, EDએ 15 માર્ચે હૈદરાબાદમાંથી BRS નેતા કે કવિતા અને 21 માર્ચ 2024ના રોજ અરવિંદ કેજરીવાલની દિલ્હીથી ધરપકડ કરી હતી. બંને નેતાઓની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારબાદ ધરપકડ કરવામાં આવી હતી. અગાઉ EDએ અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે 9 સમન્સ જારી કર્યા હતા. જોકે, કેજરીવાલ કોઈ પણ સમન્સ પે એજન્સી સમક્ષ હાજર થયા ન હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં