ગત વર્ષે બિહારની 500થી વધુ સરકારી શાળાઓમાં રવિવારને બદલે સાપ્તાહિક રજા શુક્રવારે એટલે કે જુમ્માના દિવસે હોવાનો મામલો સામે આવ્યો હતો. આ કોઈ સત્તાવાર આદેશ વિના થઈ રહ્યું હતું. પરંતુ હવે બિહારની JDU-RJD સરકારે શાળાઓમાં શુક્રવારની સાપ્તાહિક રજાના આદેશને ‘અધિકૃત’ રૂપ આપી દીધું છે. એટલે હવે બિહારની શાળાઓ રવિવારના બદલે શુક્રવારે એટલે જુમ્મા પર બંધ રહેશે.
બિહારના શિક્ષણ વિભાગે વર્ષ 2024 માટે શાળાની રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. તેમાં મોટા ફેરફારો જોવા મળ્યા છે. 2023માં સરકારી શાળાઓમાં રવિવાર સહિત 64 દિવસની રજાઓ હતી. 2024માં રવિવાર સહિત માત્ર 60 રજાઓ રહેશે. એક તરફ હિંદુ તહેવારોની રજાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે તો બીજી તરફ ઈદ-મોહરમની રજાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
અહેવાલો અનુસાર, ઉર્દૂ પ્રાથમિક/મધ્ય/માધ્યમિક/ઉચ્ચ માધ્યમિક અથવા મક્તબ રવિવારે ખુલ્લી રહેશે. આ સ્થળોએ સાપ્તાહિક રજા શુક્રવારે રહેશે. એટલું જ નહીં, મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારોમાં ચાલતી અન્ય સરકારી શાળાઓ પણ શુક્રવારે સાપ્તાહિક રજા રાખી શકે છે. આ માટે તેઓએ માત્ર જિલ્લા મેજિસ્ટ્રેટની પરવાનગી લેવાની રહેશે.
નીતીશ સરકારે 2024માં સરકારી શાળાઓ માટે જે રજાનું કેલેન્ડર જાહેર કર્યું છે. તેમાં જાણી શકાય છે કે રામ નવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રી અને રક્ષાબંધન જેવી રજાઓ હટાવી દેવામાં આવી છે. જ્યારે બકરીદ અને મોહરમની રજાઓ એક-એક દિવસ વધારવામાં આવી છે. આ કેલેન્ડર બિહારની શાળાઓમાં ધોરણ 1થી ધોરણ 12 સુધી લાગુ થશે.
2023માં ત્રીજ (તીજ) પર બે દિવસની રજા અને જિતિયા (એક વ્રત)પર એક દિવસની રજા હતી, જે હવે રહેશે નહીં. દિવાળી પર પણ માત્ર એક દિવસની રજા આપવામાં આવી છે. અગાઉ રાજ્યમાં અશોક અષ્ટમી અને છેલ્લી શ્રાવણીની રજાઓ હતી, પરંતુ આ વખતે તે પણ રદ કરવામાં આવી છે. ભાઈબીજ (ભાઈદૂજ) અને મકરસંક્રાંતિ જેવા તહેવારોની રજાઓ નહીં હોય.
તેનાથી વિપરીત બિહારની શાળાઓ રવિવારની જગ્યાએ હવે શુક્રવારે એટલે કે જુમ્મા પર રજા રાખી શકશે. 2024માં બકરીદ પર ત્રણ દિવસ અને મોહરમ માટે બે દિવસની રજા રહેશે. વર્ષ 2023માં આ રજાઓ અનુક્રમે 2 અને 1 દિવસની હતી. આમાં વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ઈદની રજા પણ ત્રણ દિવસની રહેશે. નવા કેલેન્ડરમાં શબ-એ-બરાત અને ચેહલ્લુમ જેવા મુસ્લિમ તહેવારોની સાથે કુલ 6 મુસ્લિમ તહેવારો પર કુલ 10 દિવસની રજા આપવામાં આવી છે.
કેલેન્ડરમાં માત્ર 4 હિંદુ તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે જેના માટે કુલ 9 દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે. મહાપુરુષોની જન્મજયંતિ પર રાખવામાં આવતી રજાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. નવા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રજા લેવાને બદલે લંચ બ્રેક સુધી અભ્યાસ કરવામાં આવશે અને પછી તેમના વિશે ચર્ચા કરવામાં આવશે. બિહારમાં ગાંધી જયંતિ પર પણ રજા રહેશે નહીં.
નીતીશ સરકારના આ ફરમાનને ભારતીય જનતા પાર્ટીએ ‘ઈસ્લામિક રિપબ્લિક ઓફ બિહાર‘ ગણાવ્યું છે.
"इस्लामिक रिपब्लिक ऑफ बिहार"#ThagbandhanAppeasement #SanatanVirodhi pic.twitter.com/Auf1B4iRhD
— BJP Bihar (@BJP4Bihar) November 28, 2023
બિહાર ભાજપ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે આ નીતિશ સરકાર તુષ્ટિકરણના કારણે આવું કરી રહી છે.
फिर एक बार बिहार सरकार ने हिंदू पर्व-त्योहार की छुट्टियों यथा जन्माष्टमी,रक्षा बंधन ,शिवरात्रि को स्कूलों में रद्द कर दिया है ।हिंदुओं को जातियों में बाँटों और अल्पसंख्यकों के तुष्टिकरण से वोट की राजनीति मैं नीतीश लगे हैं।@News18Bihar @ZeeBiharNews
— Sushil Kumar Modi (@SushilModi) November 27, 2023
રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ આને હિંદુઓને જાતિઓમાં વહેંચવાની અને લઘુમતીઓના તુષ્ટિકરણની રાજનીતિ ગણાવી છે.