પશ્ચિમ બંગાળના સંદેશખાલીની હિંસા મામલે ભારતીય જનતા પાર્ટીની 6 મહિલા સાંસદોની ટીમ વર્તમાન પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા સંદેશખાલી પહોંચી હતી. જ્યાં તેમણે બંગાળ પોલીસે પીડિતોને મળવાથી રોકી હતી. BJPની મહિલા પ્રતિનિધિમંડળે હાથ જોડીને પ્રાર્થના પણ કરી કે તેઓને પીડિત મહિલાઓને મળવા દેવામાં આવે જેથી તેઓ ન્યાય મેળવવામાં પીડિતોની મદદ કરી શકે. પરંતુ બંગાળ પોલીસે તેમની એકપણ વિનંતી ન સાંભળી અને તેઓને રોકીને રાખ્યા હતા. આ દરમિયાન રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા બનાવવામાં આવેલી તપાસ ટીમના તારણો પણ બહાર આવ્યા છે જે ખૂબ જ આધાતજનક છે.
#WATCH | West Bengal: The 6-member BJP delegation constituted by party national president JP Nadda to visit Sandeshkhali has been stopped by Police. pic.twitter.com/k0xQoYUQs8
— ANI (@ANI) February 16, 2024
NCWએ આ અંગે માહિતી આપી કે, 2 ફેબ્રુઆરી 2024ના રોજ સંદેશખાલીમાં તેમનું ફેક્ટ ફાઇન્ડિંગ મિશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીમે એ જાણવાનો પ્રયાસ કર્યો હતો કે વિસ્તારમાં હિંસા અને ઉત્પીડનના કેસમાં પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં તપાસ બાદ ટીમને સંદેશખાલીમાં બંગાળ સરકાર અને કાયદા અમલીકરણ અધિકારીઓની બેદરકારી અને મિલીભગતની ચિંતાજનક પેટર્ન મળી છે.
Scathing statement issued by National Commission for Women after its team visits #Sandeshkhali in #WestBengal
— Kanchan Gupta 🇮🇳 (@KanchanGupta) February 15, 2024
Intimidation, fear, censorship used to silence women; NCW says voices of victims of atrocities being throttled.
(This statement has been issued by a statutory body of… pic.twitter.com/SYa3Xh8NjF
પરિસ્થિતિ જોઈને ટીમના સભ્ય તરીકે ગયેલી ડેલિના ખોંગડુપે ભારે નિરાશા વ્યક્ત કરી હતી. તેમની તપાસમાં પ્રશાસને તેમની કોઈ મદદ કરી ન હતી. ડીજીપીએ સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો અને એસપીએ પણ તેમને કોઈ માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારે એકબાજુ ગ્રામીણ મહિલાઓએ આપેલા નિવેદનોથી તેમનામાં રહેલા ડર અને વીતેલા અત્યાચાર વિશેનો ખ્યાલ આવે છે. TMCના કાર્યકર્તાઓ અને પોલીસકર્મીઓ તેમને કેવી રીતે હેરાન કરે છે તે જાણવા મળ્યું. જે મહિલાઓ આ વિશે બોલવાનો પ્રયત્ન કરે છે તેમને તાત્કાલિક વિરોધનો સામનો કરવો પડે છે. વધુમાં તેમના ઘરના માણસોની પણ ધરપકડ કરી લેવામાં આવે છે.
NCWએ જણાવ્યું કે, સંદેશખાલી ગ્રામવાસીઓ વતી સહી કરાયેલ એક સામૂહિક નિવેદનમાં, ગામની મહિલાઓએ સતામણી, ત્રાસ, તેમની ગરિમા અને અધિકારોના ઘોર ઉલ્લંઘન સહિત તેઓએ સહન કરેલી તકલીફોનું વિવરણ આપ્યું છે. આ ઉપરાંત NCW ટીમે એમ પણ જણાવ્યું કે, તેઓએ એક મહિલાની જુબાની કેમેરામાં રેકોર્ડ કરી હતી પરંતુ બાદમાં તેને ડિલીટ કરવી પડી હતી, કારણ કે મહિલા તેની સુરક્ષાને લઈને ગભરાય ગઈ હતી અને તેને ડિલીટ કરવાની વિનંતી કરવા લાગી હતી.
આ અંગે કમિશને કહ્યું કે, મહિલાઓને મળી રહેલી ધમકીઓ અને સેંસરશિપને ધ્યાનમાં રાખીને તાત્કાલિક હસ્તક્ષેપની જરૂર છે. NCWના અધ્યક્ષ રેખા શર્મા આગામી દિવસોમાં સંદેશખાલીની મુલાકાત લેશે અને પોલીસ અને પીડિતો સાથે વાતચીત કરશે જેથી એ સુનિશ્ચિત કરો શકે કે પશ્ચિમ બંગાળમાં મહિલાઓના જીવન અને સ્વતંત્રતાનું રક્ષણ થઇ શકે. આ સમગ્ર મામલે NCWએ સંદેશખાલીની મહિલાઓ સાથે એકતા દર્શાવી છે અને તમામને ન્યાય અપાવવાનું વચન આપ્યું છે. અગાઉ, આ મામલાની તપાસ કર્યા પછી, SC કમિશને પણ કહ્યું હતું કે લોકો ઘણું કહેવા માંગે છે પરંતુ તેમને બોલવા દેવામાં આવી રહ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, 14 ફેબ્રુઆરી 2024ના રોજ સંદેશખાલીમાં પ્રદર્શન માટે જઈ રહેલા BJP પશ્ચિમ બંગાળના અધ્યક્ષ સુકાંત મજુમદાર ઘાયલ થઇ ગયા છે. પ્રદર્શન દરમિયાન પાર્ટી કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.