PM મોદી 2 દિવસીય રશિયાના પ્રવાસ પર છે. સોમવારે (8 જુલાઈ) રશિયામાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રાત્રે રાષ્ટ્રપતિ પુતિન સાથે તેમણે ભોજન પણ કર્યું હતું અને અનેકવિધ મુદ્દાઓ પર સામાન્ય વાતચીત પણ કરી હતી. જ્યારે હવે બીજા દિવસે એટલે કે મંગળવારે (9 જુલાઈ) PM મોદીએ મોસ્કોમાં ભારતવંશીઓને સંબોધિત કર્યા છે. સંબોધન દરમિયાન તેમણે કહ્યું કે, આજે દુનિયા ભારતના વિકાસથી અચંબિત થઈ ગઈ છે. આખા વિશ્વની નજર આજે ભારત પર છે. ભારત પાસે વિશ્વની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ સિસ્ટમ છે. આ સાથે જ તેમણે અનેક વિષય પર ચર્ચા પણ કરી હતી.
મંગળવારે (9 જુલાઈ) PM મોદીએ મોસ્કોમાં ભારતવંશીઓને સંબોધિત કર્યા છે. આ દરમિયાન તેમણે ભારત અને રશિયા વચ્ચેના સંબંધોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, “ભારત અને રશિયા વચ્ચે અનોખો સંબંધ છે. રશિયાનું નામ સાંભળીને જ ભારતીયોના મનમાં આવે છે, આપણાં સુખ-દુઃખનો સાથી. ભારત અને રશિયાના સંબંધો અમર પ્રેમની ગાથા છે.” તેમણે વધુમાં કહ્યું કે, “હું અહીં એકલો નથી આવ્યો. હું મારી સાથે હિન્દુસ્તાનની માટીની મહેક લઈને આવ્યો છું. 140 કરોડ દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું, તેમની શુભકામનાઓ લઈને આવ્યો છું.”
India and Russia is walking together to infuse new energy to Global prosperity. Everyone here is adding new strength to India-Russia relationship. With your hard work and honesty you have contributed to the society in Russia: PM @narendramodi pic.twitter.com/Xx1LnrfnSE
— DD News (@DDNewslive) July 9, 2024
તેમણે રશિયા સાથેના સંબંધ પર વાત કરતાં કહ્યું કે, “મને ખુશી છે કે, ગ્લોબલ પ્રોસ્પેરિટી નવી ઉર્જા આપવા માટે ભારત અને રશિયા સાથે મળીને ચાલી રહ્યા છે. અહીં હાજર તમામ લોકો ભારત અને રશિયાના સંબંધોને વધુ ઊંચાઈ આપી રહ્યા છે. તમે પોતાની મહેનતથી, પોતાની પ્રામાણિકતાથી રશિયન સમાજમાં તમારું યોગદાન આપ્યું છે. હું દશકોથી ભારત અને રશિયા વચ્ચેના અનોખા સંબંધનો કાયલ છું. રશિયા એટલે ભારતનો સુખ-દુઃખનો સાથી, ભારતનો વિશ્વાસપાત્ર મિત્ર. રશિયામાં શિયાળાની ઋતુમાં તાપમાન ગમે તેટલું માઇનસ ભલે જતું રહે, પરંતુ ભારત-રશિયાની દોસ્તી હંમેશા પ્લસમાં રહી છે.”
‘ભારત ધારે તે કરી શકે’
PM મોદીએ સંબોધન દરમિયાન કહ્યું કે, “આજનું ભારત જે લક્ષ્ય નક્કી કરે છે, તે પૂર્ણ કરીને જ રહે છે. આજનું ભારત ધારે તે કરી શકે છે. આજે ભારત તે દેશ છે, જે ચંદ્રયાનને ચંદ્ર પર ત્યાં પહોંચાડે છે, જ્યાં દુનિયાનો કોઈ દેશ નથી પહોંચી શકયો. આજે ભારત તે દેશ છે, જે ડિજિટલ ટ્રાન્ઝેક્શનનું સૌથી રિયાલબલ મોડેલ દુનિયાને આપી રહ્યો છે. આજે ભારત સોશિયલ સેક્ટરની શ્રેષ્ઠ પોલિસીથી પોતાના નાગરિકોને એમ્પાવર કરી રહ્યો છે. આજે ભારત તે દેશ છે, જ્યાં દુનિયાની ત્રીજી સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ છે.” આ સાથે વડાપ્રધાન મોદીએ પોતાના વિશે કહ્યું કે, “પડકારોને પણ પડકાર આપવાનું મારા DNAમાં છે. પહેલાંથી જ તે હું કરતો આવ્યો છું.”
Today, India is the country that takes Chandrayaan to the part of the moon where no other country in the world could reach. Today, India is the country that is giving the most reliable model of digital transactions to the world. Today, India is a country that has the third… pic.twitter.com/5BcnJ7MeKX
— DD News (@DDNewslive) July 9, 2024
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, “રશિયા ભારતનો વિશ્વાસુ મિત્ર છે. આપણાં રૂસી મિત્રો તેને દુધવા કહે છે, આપણે તેને દોસ્તી કહીએ છીએ. આપણો સંબંધ મ્યુચલ રિસ્પેક્ટ પર ટક્યો છે. ઘર-ઘરમાં હવે તે ગીત ગાવામાં આવે છે કે, ‘સિર પર લાલ ટોપી રૂસી, ફીર ભી દિલ હૈ હિન્દુસ્તાની.’ આ ગીત ભલે જૂનું થઈ ગયું હોય, પરંતુ સેન્ટિમેન્ટ હમણાં પણ એવરગ્રીન છે. ભારત-રશિયાના સંબંધને સિનેમાએ આગળ વધાર્યો છે. આપણે સાથે મળીને દરેક પડકારોનો સામનો કર્યો છે.”