Friday, October 18, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ ધર્માંતરણ કરાવવાનો અધિકાર નથી': દલિતોને ખ્રિસ્તી બનાવવાના પ્રયાસો પર...

    ‘ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ ધર્માંતરણ કરાવવાનો અધિકાર નથી’: દલિતોને ખ્રિસ્તી બનાવવાના પ્રયાસો પર હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી, આરોપીની જામીન અરજી ફગાવી

    જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે આ મામલે કહ્યું કે, "અંતરાત્મા અને ધર્મની સ્વતંત્રતાના વ્યક્તિગત અધિકારને ધર્માંતરણના સામૂહિક અધિકાર તરીકે ના જોઈ શકાય. ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ એ ક્યારેય પણ નથી કે, કોઈપણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવાનો અધિકાર મળી ગયો છે."

    - Advertisement -

    દેશમાં વધી રહેલા ધર્મ પરિવર્તનના કેસોને લઈને હવે ન્યાયપાલિકા પણ ચિંતામાં છે. હજુ તાજેતરમાં જ અલ્હાબાદ હાઈકોર્ટે ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા થઈ રહેલા ધર્માંતરણના રેકેટ સામે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે, આનાથી એક સમયે બહુસંખ્યક વસ્તી, અલ્પસંખ્યક થઈ જશે. જ્યારે હવે ફરીવાર તેમણે ધર્મ પરિવર્તન કરાવવા પર કટાક્ષ કર્યો છે. કોર્ટે કહ્યું કે, ભારતમાં લોકોને પોતાના ધર્મનું સ્વતંત્ર રીતે પાલન કરવાનો અને પ્રચાર કરવાનો અધિકાર છે, પરંતુ તેનો અર્થ એ નથી કે, તેને ધર્મ પરિવર્તન કરાવવાનો અધિકાર મળી ગયો છે. અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા ધર્માંતરણના એક કેસ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરવામાં આવી હતી.

    જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલની બેન્ચે આ મામલે કહ્યું કે, “અંતરાત્મા અને ધર્મની સ્વતંત્રતાના વ્યક્તિગત અધિકારને ધર્માંતરણના સામૂહિક અધિકાર તરીકે ના જોઈ શકાય. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર ધર્માંતરણ કરાવનાર વ્યક્તિ અને જેનું ધર્માંતરણ થઈ રહ્યું છે તે વ્યક્તિને સમાન રીતે જ સ્પર્શે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અર્થ એ ક્યારેય પણ નથી કે, કોઈપણ વ્યક્તિને ધર્મ પરિવર્તન કરાવવાનો અધિકાર મળી ગયો છે.” આ સાથે જ અલ્હાબાદ હાઈકોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી ફગાવી દેવામાં આવી હતી.

    અલ્હાબાદ હાઈકોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગેરકાયદેસર ધર્મ પરિવર્તન સામે આ બંધારણીય જોગવાઈને જાળવી રાખવાના ઉદ્દેશ્યથી ઉત્તર પ્રદેશ પ્રોહિબિશન ઓફ અનલોફુલ રિલિજિયસ કન્વર્ઝન એક્ટ 2021 ઘડવામાં આવ્યો હતો. આ કેસમાં શ્રીનિવાસ રાવ નાયકની જામીન અરજી પર સુનાવણી ચાલી રહી હતી. જોકે, કોર્ટે તમામ દલીલો બાદ મહત્વની ટિપ્પણી કરતાં આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી.

    - Advertisement -

    શું છે મામલો?

    નોંધવા જેવુ છે કે, મહારાજગંજ જિલ્લાના નિચલૌલ પોલીસ સ્ટેશનમાં ઉત્તર પ્રદેશના ગેરકાયદેસર ધર્મ પરિવર્તન અધિનિયમ 2021ની કલમ 3/5 (1) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. FIR મુજબ, ફરિયાદીને સહ આરોપી વિશ્વનાથના ઘરે બોલાવવામાં આવ્યો હતો. જ્યાં મોટા ભાગના અનુસૂચિત જાતિના લોકો સહિત ગ્રામીણો હાજર હતા. આ બેઠકમાં વિશ્વનાથનો ભાઈ બ્રિજલાલ, આ કેસનો આરોપી શ્રીનિવાસ અને રવીન્દ્ર પણ ત્યાં હાજર હતા. અહીં શ્રીનિવાસે કથિત રીતે ફરિયાદીને ખ્રિસ્તી પંથ અપનાવવા માટે પ્રેરિત કર્યો હતો અને તેને ઉત્તમમાં ઉત્તમ જીવન આપવાનું વચન પણ આપ્યું હતું.

    આ દરમિયાન ઘણા ગ્રામીણોને લાલચ આપીને ખ્રિસ્તી બનાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત જીસસની પ્રેયર પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ ફરિયાદી આ સભામાંથી બહાનું બનાવીને ભાગી ગયો હતો અને સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોલીસે આ મામલે FIR નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન આરોપી શ્રીનિવાસે જામીન અરજી કરી હતી, જે આખરે કોર્ટે ફગાવી દીધી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં