દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે. તેથી દરેક પક્ષના નેતાઓ ચૂંટણી અભિયાનમાં લાગી ગયા છે. કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી પણ ઠેર-ઠેર સભાઓ કરી રહ્યા છે. તાજેતરમાં જ તેમણે એક જાહેર સભાને સંબોધી હતી. જ્યાં તેમણે આરોપ લગાવ્યો હતો કે, રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને એટલા માટે આમંત્રણ નહોતું અપાયું, કારણ કે તેઓ અનુસૂચિત જનજાતિમાંથી આવે છે. હવે રાહુલ ગાંધીનું આ નિવેદન વિવાદમાં ફસાયું છે. રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે પોતે આ ભાષણ પર વાંધો ઉઠાવ્યો છે અને રાહુલ ગાંધીના આ નિવેદનને પાયાવિહોણું અને ભ્રામક ગણાવ્યું છે.
રાહુલ ગાંધીનું નિવેદન પહેલાંથી જ ચર્ચાનો વિષય બન્યું હતું. પરંતુ હવે રામજન્મભૂમિ ટ્રસ્ટે પણ તેના પર વાંધો ઉઠાવ્યો છે. ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાયે એક વિડીયો નિવેદન આપીને રાહુલ ગાંધીના નિવેદનનું ખંડન કર્યું છે. તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીએ પોતાના ભાષણમાં કહ્યું કે, ભારતના રાષ્ટ્રપતિનો તેમના આદિવાસી મૂળના કારણે શ્રીરામજન્મભૂમિ મંદિરમાં શ્રીરામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં આમંત્રિત નહોતા કરવામાં આવ્યા. મને રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્રના ટ્રસ્ટી અને મહામંત્રી હોવાના નાતે તેમના ભાષણ પર સખત વાંધો છે. રાહુલ ગાંધીનું આ નિવેદન સંપૂર્ણ રીતે ખોટું છે, નિરાધાર અને ભ્રામક છે.”
‘રાષ્ટ્રપતિ અને પૂર્વ રાષ્ટ્રપતિ બંનેને અપાયું હતું આમંત્રણ’
તેમણે વિડીયોમાં વધુમાં કહ્યું કે, “હું રાહુલ ગાંધીને જણાવવા માંગુ છું કે, અયોધ્યામાં આયોજિત સમરોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું. ભારતની પ્રગતિમાં યોગદાન આપનારા વિભિન્ન ક્ષેત્રોના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના સંતો, પરિવારો અને ગણમાન્ય વ્યક્તિઓને તથા સમાજના દરેક વર્ગોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. ભારત સરકાર તરફથી પદ્મશ્રી પ્રાપ્ત થયેલા અને હિન્દુસ્તાનની શાન વધારનારા અનુસૂચિત જાતિ અને જનજાતિના મહાનુભાવો પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં પધાર્યા પણ હતા. હું કહેવા માંગુ છું કે, ઘણા અલ્પસંખ્યક લોકો પણ કાર્યક્રમમાં પધાર્યા હતા. સાથે જ મંદિર નિર્માણમાં જોડાયેલા શ્રમિકો પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહ્યા હતા.”
Today an article has been published in the Delhi edition of The Times of India. The article mentions the speech of Congress leader Shri Rahul Gandhi, delivered in Gandhinagar, Gujarat.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) April 30, 2024
In his speech, Shri Rahul Gandhi said that the Hon’ble President of Bharat was not invited to… pic.twitter.com/cX6UKnmibj
તેમણે કહ્યું કે, “તે તમામ વર્ગના લોકો કે, જેમનો ઉલ્લેખ રાહુલ ગાંધીએ કર્યો છે. તે તમામ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગના ઘણા પરિવારોએ શ્રીરામજન્મભૂમિ મંદિરના ‘ગૂઢ મંડપ’માં પૂજા પણ કરી હતી. ભગવાન રામે પોતાના જીવનમાં કોઈ સાથે ભેદભાવ નથી કર્યો, તો રામજન્મભૂમિના નિર્માણમાં લાગેલું ટ્રસ્ટ પણ કોઈ સાથે ભેદભાવ કરવાનો વિચાર પણ કરી શકતું નથી.”
તેમણે કહ્યું કે, “રાહુલ ગાંધીએ તથ્યોની પૂર્ણ તપાસ કરી નથી. તથ્યોની યોગ્ય જાણકારી વગર 22 જાન્યુઆરીના ત્રણ મહિના પછી, આવા ખોટા, નિરાધાર અને ભ્રામક નિવેદન આપવાથી સમાજમાં ગંભીર મતભેદ પેદા થઈ શકે છે. એટલા માટે ભાષણના આ પહેલું અમારા માટે ખૂબ જ આપત્તિજનક છે. અમારું કાર્ય સમાજને જોડવાનું છે.”
નોંધનીય છે કે, આ પહેલીવાર નથી કે, રાહુલ ગાંધીએ આવા ખોટા આરોપો લગાવ્યા હોય. ગુજરાતમાં ભાષણ આપ્યા બાદ તેમણે મહારાષ્ટ્રમાં પણ આ જ આરોપ લગાવ્યો હતો. તે પહેલાં છત્તીસગઢના બસ્તરમાં પણ તેમણે આવું જ નિવેદન આપ્યું હતું. પરંતુ 2 જાન્યુઆરી, 2024ના રોજ વિશ્વ હિંદુ પરિષદના આગેવાનો અને રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ રાષ્ટ્રપતિની મુલાકાત લઈને તેમને નિમંત્રણ સોંપ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ રામલાલ, વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય કાર્યાધ્યક્ષ આલોક કુમાર અને મંદિર નિર્માણ સમિતિ અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા.
आज भारत की महामहिम राष्ट्रपति आदरणीया श्रीमती द्रौपदी मुर्मू जी को 22 जनवरी को श्री राम मंदिर की प्राण प्रतिष्ठा का निमंत्रण सौंपा। उन्होंने इस पर अत्यंत हर्ष व्यक्त किया तथा कहा कि अयोध्या आने व दर्शन करने का शीघ्र समय तय करेंगी।
— विनोद बंसल Vinod Bansal (@vinod_bansal) January 12, 2024
इस अवसर पर राष्ट्रीय स्वयंसेवक संघ के अखिल… pic.twitter.com/ceO6Gwuvbc
ત્યારબાદ VHPના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે X પર એક પોસ્ટ કરીને લખ્યું હતું કે, “આજે ભારતનાં મહામહિમ રાષ્ટ્રપતિ આદરણીયાં શ્રીમતી દ્રૌપદી મૂર્મુજીને 22 જાન્યુઆરીએ (યોજાનાર) શ્રી રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાનું નિમંત્રણ સોંપ્યું. તેમણે અત્યંત આનંદ વ્યક્ત કર્યો અને કહ્યું કે, તેઓ અયોધ્યા આવવાનો અને દર્શન કરવાનો સમય બહુ જલ્દીથી નક્કી કરશે.”