વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે (30 નવેમ્બર) 51,000 યુવાનોને સરકારી નોકરીમાં જોડીને નિયુક્તિ પત્રો સોંપ્યા હતા. તેઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાયા હતા. દેશભરમાં વિવિધ ઠેકાણેથી નવનિયુક્ત ઉમેદવારો વર્ચ્યુઅલ માધ્યમથી કાર્યક્રમમાં જોડાયા હતા. વડાપ્રધાને આ દરમિયાન સંબોધન પણ કર્યું હતું.
પીએમ મોદીએ કહ્યું કે, “ભારત સરકાર દ્વારા દેશના લાખો યુવાનોને નોકરી આપવાનું અભિયાન સતત ચાલી રહ્યું છે. આજે પચાસ હજારથી વધુ યુવાનોને સરકારી નોકરી માટે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા છે. આ નિયુક્તિ પત્ર તમારા પરિશ્રમ અને પ્રતિભાનું પરિણામ છે. હું તમને અભિનંદન આપું છું. હવે તમે રાષ્ટ્રનિર્માણની એ ધારા સાથે જોડાવા જઈ રહ્યા છો, જેનો સંબંધ સીધો જનતા-જનાર્દન સાથે છે. ભારત સરકારના કર્મચારી તરીકે તમારે મોટી જવાબદારીઓ નિભાવવાની છે. તમે જે પદ પર રહો, જે ક્ષેત્રમાં કામ કરો, તમારી સર્વોચ્ચ પ્રાથમિકતા દેશવાસીઓની ઈઝ ઑફ લિવિંગ જ હોવી જોઈએ.”
Rozgar Mela paves the way for youth to become the makers of a 'Viksit Bharat'. https://t.co/sV122mwxd3
— Narendra Modi (@narendramodi) November 30, 2023
વડાપ્રધાને કહ્યું કે, “સ્વતંત્રતા બાદ લાંબા સમય સુધી દેશમાં સમાનતાના સિદ્ધાંતને અવગણવામાં આવ્યો. 2014માં જ્યારે દેશે અમને સેવા કરવાની તક આપી તો સૌથી પહેલાં અમે ‘વંચિતોને વરિયતા’ના મંત્રને લઈને આગળ વધવાનું શરૂ કર્યું. સરકાર સામે ચાલીને એ લોકો સુધી પહોંચી જેમને ક્યારેય યોજનાઓનો લાભ મળ્યો ન હતો, દાયકાઓ સુધી સરકાર તરફથી કોઇ સુવિધાઓ મળી ન હતી, તેમનાં જીવન બદલવાનો પ્રયાસ કર્યો.”
તેમણે ઉમેર્યું કે, “સરકારની વિચારસરણી અને કાર્યપદ્ધતિમાં જે બદલાવ આવ્યો છે, જેના કારણે દેશમાં અભૂતપૂર્વ પરિણામો સામે આવી રહ્યાં છે. બ્યૂરોક્રેસી એ જ છે, ફાઇલ એ જ છે, લોકો પણ એ જ છે, ફાઈલો પણ એ જ છે અને કામ કરનારા લોકો પણ એ જ છે. પણ સરકારે લોકોને પ્રાથમિકતા આપી તો પરિસ્થિતિ પણ બદલાવા માંડી અને કાર્યશૈલી અને પદ્ધતિ પણ બદલાતી ગઈ અને જનસામાન્યની ભલાઈનાં હકારાત્મક પરિણામો સામે આવવા માંડ્યાં. 5 વર્ષમાં દેશના ૧૩ કરોડથી વધુ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે. જેનાથી જાણવા મળે છે કે સરકારની યોજનાઓનું ગરીબ સુધી પહોંચવું કેટલું મોટું પરિવર્તન લાવે છે.”
Global institutions are optimistic about India's growth story. pic.twitter.com/Ec0qCxlxOF
— PMO India (@PMOIndia) November 30, 2023
PM મોદીએ કહ્યું કે, આજના બદલાતા ભારતમાં તમે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્રાંતિના સાક્ષી બની રહ્યા છો. આગળ કહ્યું કે, ભારત સરકારની નીતિઓ અને નિર્ણયોએ આજે દેશની અર્થવ્યવસ્થાને એક નવી ઊંચાઈએ પહોંચાડી દીધી છે. વિશ્વની મોટી-મોટી સંસ્થાઓ પણ ભારતમાં વિકાસ દરને લઈને બહુ સકારાત્મક છે.”
આ રોજગાર મેળાનું આયોજન દેશનાં 37 સ્થળોએ કરવામાં આવ્યું હતું. દરમ્યાન, વિવિધ રાજ્ય સરકારો તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપરાંત કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં નવી નિમણૂક પામેલા યુવાનોને નિયુક્તિ પત્રો સોંપવામાં આવ્યા હતા.
‘રોજગાર મેળા’ એ રોજગાર સર્જનને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા માટેના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ભારત સરકારની પહેલ છે. ઓક્ટોબર, 2022માં શુભારંભ કરાવવામાં આવ્યો, ત્યારથી અત્યાર સુધીમાં 11 રોજગાર મેળા યોજાઈ ચૂક્યા છે, જેમાં લાખો યુવાનોને નોકરી મળી છે.