Friday, November 22, 2024
More
    હોમપેજદેશ‘પોલીસે નમાઝીઓને રસ્તા પરથી ખસેડવાના પૂરતા પ્રયાસ કર્યા હતા, ન માન્યા તો...

    ‘પોલીસે નમાઝીઓને રસ્તા પરથી ખસેડવાના પૂરતા પ્રયાસ કર્યા હતા, ન માન્યા તો બળપ્રયોગ કરવો પડ્યો’: દિલ્હીની ઘટનાનો સંપૂર્ણ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પોલીસકર્મીને મળી રહ્યું છે સમર્થન

    એક યુઝરે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, સંપૂર્ણ વિગતો દર્શાવતો વિડીયો ધ્યાનથી જોવો જોઈએ. રસ્તા પર ગેરકાયદેસર રીતે નમાજ રોકવા માટે દિલ્હી પોલીસના અધિકારીઓએ તમામ પ્રયાસ કર્યા હતા. જ્યારે લોકો ન માન્યા તો સુરક્ષા કારણોસર તેમણે બળપ્રયોગ કરવો પડ્યો.

    - Advertisement -

    તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં જાહેર રસ્તા પર ટ્રાફિકને અડચણરૂપ બને તે રીતે અમુક મુસ્લિમ સમુદાયના લોકો નમાજ પઢતા જોવા મળ્યા હતા. આ વિડીયોમાં પછીથી એક પોલીસકર્મી લાત મારીમારીને નમાઝીઓને ઉઠાડતા જોવા મળે છે અને ત્યારબાદ ટોળું તેમને ઘેરી વળે છે. વિડીયો વાયરલ થયા બાદ દિલ્હી પોલીસે અધિકારીને સસ્પેન્ડ કરી દીધા હતા, પરંતુ હવે આ ઘટનાનો સંપૂર્ણ વિડીયો સામે આવ્યો છે, જેના આધારે સોશિયલ મીડિયા પર એક મોટો વર્ગ પોલીસકર્મીનું સમર્થન કરી રહ્યો છે. 

    1 મિનીટ 30 સેકન્ડના આ વિડીયોમાં મુસ્લિમોનું એક જૂથ જાહેર રસ્તા પર નમાજ પઢતું જોવા મળે છે. પાછળથી અજાનનો અવાજ પણ સંભળાય છે. જેમની સામે કાર્યવાહી થઈ તે પોલીસકર્મી જાહેર રસ્તા પરથી નમાઝીઓને ખસેડતા જોવા મળે છે. પરંતુ તેમ છતાં નમાઝીઓ માનતા નથી અને ફરીથી નમાજ પઢવાનું શરૂ કરી દે છે. 

    ત્યારબાદ પોલીસકર્મી થોડા અંતરે નમાજ પઢતા અન્ય નમાઝીઓ પાસે જાય છે અને તેમને ત્યાંથી હટાવવાના પ્રયાસ કરે છે, પરંતુ તેઓ માનતા નથી. ત્યારબાદ વિડીયોમાં એ ભાગ આવે છે, જેને લઈને વિવાદ સર્જાયો છે. જોકે, પહેલાં માત્ર 34 સેકન્ડનો અડધો જ વિડીયો સામે આવ્યો હતો જેમાં પોલીસકર્મી લાત મારીને નમાઝીઓને ખસેડતા જોવા મળે છે. 

    - Advertisement -

    લોકો આ સંપૂર્ણ વિડીયો શૅર કરીને પોલીસકર્મીનું સમર્થન કરી રહ્યા છે. સુધીર નામના યુઝરે લખ્યું કે, દિલ્હી પોલીસના અધિકારીએ રસ્તા પર નમાજ થતી અટકાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, તેનો વિડીયો છે એ સારું થયું. તેમણે સાથે ગૃહમંત્રાલયને ટેગ કરીને લખ્યું કે, તેમણે ટોળા સામે આત્મસમર્પણ કરી દેવાને બદલે પોલીસકર્મીનો સસ્પેન્સન ઓર્ડર રદ કરવો જોઈએ નહીંતર ભવિષ્યમાં કોઈ પણ પોલીસકર્મી કડક કાર્યવાહી કરતાં ખચકાશે.

    જાણીતા ટ્વિટર યુઝર મિસ્ટર સિન્હાએ વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, “ધ્યાનથી જોશો તો જણાશે કે પોલીસકર્મી તેમને (નમાઝીઓ) રસ્તો ખાલી કરી દેવા માટે વિનંતી કરી રહ્યા હતા, પણ કોઈએ તેમનું સાંભળ્યું નહીં અને પછી તેમણે બળપ્રયોગ કરવો પડ્યો. અમુકને ધક્કા માર્યા અને તોપણ ફેર ન પડ્યો તો અમુકને લાત મારવી પડી.” તેમણે એમ પણ પૂછ્યું કે પોલીસકર્મી પાસે બીજો કયો વિકલ્પ હતો? સામાન્ય લોકોને હાલાકી ન પડે તે માટે તેમણે મોટું જોખમ ઉઠાવ્યું, તેમને સન્માનિત કરવામાં આવવા જોઈએ.

    આદિત્ય આનંદે વિડીયો પોસ્ટ કરીને લખ્યું કે, સંપૂર્ણ વિગતો દર્શાવતો વિડીયો ધ્યાનથી જોવો જોઈએ. રસ્તા પર ગેરકાયદેસર રીતે નમાજ રોકવા માટે દિલ્હી પોલીસના અધિકારીઓએ તમામ પ્રયાસ કર્યા હતા. જ્યારે લોકો ન માન્યા તો સુરક્ષા કારણોસર તેમણે બળપ્રયોગ કરવો પડ્યો. 

    આ સિવાય પણ ઘણાએ વિડીયો પોસ્ટ કરીને પોલીસનું સમર્થન કર્યું. 

    સોશિયલ મીડિયા પર મુદ્દો ચર્ચાનો વિષય બન્યા બાદ લોકો પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. મોટાભાગના લોકોનું કહેવું છે કે પોલીસકર્મી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી પરંતુ રસ્તા પર નમાજ પઢતા લોકો વિરુદ્ધ પગલાં કેમ નહીં? નેટીઝન્સનું કહેવું છે કે આમ જાહેર રસ્તા પર નમાજ પઢવાને પ્રોત્સાહન ન આપવું જોઈએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં