Friday, November 22, 2024
More
    હોમપેજદેશદિલ્હીમાં જાહેર રસ્તા પર નમાજ, પોલીસે લાત મારી-મારીને નમાઝીઓને ઉઠાડ્યા: વિડીયો વાયરલ...

    દિલ્હીમાં જાહેર રસ્તા પર નમાજ, પોલીસે લાત મારી-મારીને નમાઝીઓને ઉઠાડ્યા: વિડીયો વાયરલ થયા બાદ સસ્પેન્ડ, મુસ્લિમ ટોળું રસ્તા પર ઉતર્યું

    વિડીયોમાં પછીથી મુસ્લિમોનું એક ટોળું પોલીસકર્મીને ઘેરી વળતું જોવા મળે છે. તેઓ અધિકારી સાથે બોલાચાલી અને માથાકૂટ કરતા જોવા મળે છે. પાછળથી ‘મારો સાલે કો….’નો અવાજ પણ સાંભળવા મળે છે. 

    - Advertisement -

    દિલ્હીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કેટલાક મુસ્લિમ સમુદાયના લોકોને રસ્તા પર નમાજ અદા કરતા જોઈ શકાય છે. જ્યાં હાજર અમુક પોલીસકર્મીઓ તેમને રસ્તો ખાલી કરવા માટે સમજાવતા નજરે પડે છે તો પછીથી એક અધિકારી આવીને લાત મારી-મારીને નમાઝીઓને ઉઠાડતા જોવા મળે છે. 

    સોશિયલ મીડિયા અને ખાસ કરીને X પર વિડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 34 સેકન્ડનો આ વિડીયો સ્થળ પર હાજર કોઈ વ્યક્તિએ શૂટ કર્યો હતો. કેમેરાની પાછળથી શૂટિંગ કરનાર વ્યક્તિ કહેતો સંભળાય છે કે પોલીસકર્મી મુસ્લિમોને લાત મારે છે. જોકે હકીકતે પોલીસકર્મી રસ્તો ખાલી કરાવવા માટે આવ્યા હતા. 

    વિડીયોમાં પછીથી મુસ્લિમોનું એક ટોળું પોલીસકર્મીને ઘેરી વળતું જોવા મળે છે. તેઓ અધિકારી સાથે બોલાચાલી અને માથાકૂટ કરતા જોવા મળે છે. પાછળથી ‘મારો સાલે કો….’નો અવાજ પણ સાંભળવા મળે છે. 

    - Advertisement -

    સોશિયલ મીડિયા પર પછીથી અન્ય પણ અમુક વિડીયો ફરતા થયા, જેમાં વિસ્તારમાં મુસ્લિમ સમુદાયના લોકોનું ટોળું એકઠું થયેલું જોવા મળે છે. જોકે, પછીથી પોલીસે સતર્કતા વાપરીને તેઓ કંઈ પણ ઉત્પાત મચે તેવાં કારસ્તાન કરે તે પહેલાં તેમને ત્યાંથી રવાના કરી દીધા હતા.

    વિડીયો વાયરલ થયા બાદ આ મામલે દિલ્હી પોલીસના DCP નોર્થનું નિવેદન પણ સામે આવ્યું હતું. તેમણે જણાવ્યું કે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે અને ત્યારબાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. પછીથી આ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

    DCP નોર્થ મનોજ કુમાર મીણાએ જણાવ્યું હતું કે, વાયરલ વિડીયોમાં જે પોલીસકર્મી દેખાય છે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસ પોસ્ટ ઈન્ચાર્જને સસ્પેન્ડ કરી દેવાયા છે. શિક્ષાત્મક પગલાં લેવામાં આવી રહ્યાં છે અને હવે સ્થિતિ સામાન્ય થઈ ગઈ છે. વિસ્તારમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અમે લોકોને સમજાવી રહ્યા છીએ. ઘણા લોકો ત્યાંથી જતા રહ્યા છે અને બાકીનાને પણ અમે સમજાવી રહ્યા છીએ. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં