Friday, October 18, 2024
More
    હોમપેજરાજકારણ'મણિપુર એક વર્ષથી જોઈ રહ્યું છે શાંતિની રાહ': RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું...

    ‘મણિપુર એક વર્ષથી જોઈ રહ્યું છે શાંતિની રાહ’: RSSના સરસંઘચાલક મોહન ભાગવતનું નિવેદન, કહ્યું- પ્રાથમિકતાથી શાંત કરવો પડશે આ વિવાદ

    મોહન ભાગવતે કહ્યું, "એક વર્ષથી મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે. તે પહેલાં 10 વર્ષ સુધી શાંત રહ્યું હતું. જૂનું ગન કલ્ચર પૂર્ણ થઈ ગયું છે એવું લાગ્યું. પછી અચાનક જે કલહ ત્યાં ઊપજી ગયું કે, ઉપજાવવામાં આવ્યું, તેની આગમાં મણિપુર હજુ સુધી સળગી રહ્યું છે અને ત્રાહિ-ત્રાહિ કરી રહ્યું છે. હવે તેના પર કોણ ધ્યાન આપશે?"

    - Advertisement -

    મોદી સરકાર 3.0નો શપથગ્રહણ સમારોહ રવિવારે (9 જૂન, 2024) પૂર્ણ થઈ ચૂક્યો છે. લગભગ 24 કલાક બાદ તમામ મંત્રીઓને વિવિધ મંત્રાલયો પણ સોંપી દેવામાં આવ્યા છે. તે દરમિયાન જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના (RSS) સરસંઘચાલક મોહન ભાગવતનું મણિપુર રાજ્યને લઈને નિવેદન સામે આવ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે, જનતાએ જનાદેશ આપ્યો છે અને તે યોગ્ય થયું છે. હવે બધું જ તે અનુસાર થશે. દરમિયાન તેમણે મણિપુરને લઈને એક નિવેદન આપતા કહ્યું કે, મણિપુર એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે, હવે પ્રાથમિકતાથી તેના પર વિચાર કરવો પડશે.

    RSSના સરસંઘચાલક 10 જૂનના રોજ નાગપુરમાં સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના સમાપનમાં ઉપસ્થિત રહ્યા હતા. તે દરમિયાન મણિપુર રાજ્યને લઈને મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “એક વર્ષથી મણિપુર શાંતિની રાહ જોઈ રહ્યું છે. તે પહેલાં 10 વર્ષ સુધી શાંત રહ્યું હતું. જૂનું ગન કલ્ચર પૂર્ણ થઈ ગયું છે એવું લાગ્યું. પછી અચાનક જે કલહ ત્યાં ઊપજી ગયું કે, ઉપજાવવામાં આવ્યું, તેની આગમાં મણિપુર હજુ સુધી સળગી રહ્યું છે અને ત્રાહિ-ત્રાહિ કરી રહ્યું છે. હવે તેના પર કોણ ધ્યાન આપશે? પ્રાથમિકતાથી તે વિવાદને શાંત કરવા વિચાર કરવો જોઈએ. તે કર્તવ્ય છે.”

    RSS પ્રમુખ મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, “સમાજના પરિવર્તનથી વ્યવસ્થામાં પરિવર્તન આવે છે. આખી દુનિયાના સમાજમાં પરિવર્તન આવ્યું છે, જેના પરિણામે વ્યવસ્થાગત પરિવર્તન થયું છે. આ જ લોકતંત્રનો સાર છે.” તેમણે કહ્યું કે, “આ વખતે પણ આપણે આપણાં લોકમત જાગરણનું કાર્ય કર્યું છે. વાસ્તવિક સેવક મર્યાદાનું પાલન કરીને ચાલે છે. પોતાના કર્તાવ્યોને પૂર્ણ કરવા આવશ્યક છે. અટલ બિહારી વાજપેયીએ કહ્યું હતું કે, રાજધર્મનું પાલન કરવું જોઈએ, તે આવશ્યક છે.”

    - Advertisement -

    દરમિયાન તેમણે કહ્યું કે, “કર્મ કરવું પણ તેમાં લિપ્ત ન થવું, આ જ સંઘની વૃત્તિ છે. ચૂંટણી સહમતી બનાવવાની પ્રક્રિયા છે. સંસદમાં કોઈપણ પ્રશ્નના બંને પાસા સામે આવે, તે માટે આવી વ્યવસ્થા છે. ચૂંટણી પ્રચારમાં એકબીજાને લપડાક આપવી, ટેકનોલોજીનો દુરુપયોગ, અસત્ય પ્રસારિત કરવું યોગ્ય નથી. ચૂંટણીમાં વિરોધીની જગ્યાએ પ્રતિપક્ષ કહેવામાં આવવું જોઈએ. ચૂંટણીના આવેશમાંથી મુક્ત થઈને દેશની સામે આવી પડેલા પડકારો પર વિચાર કરવો પડશે.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં