Friday, November 22, 2024
More
    હોમપેજદેશહવે કેરળના ગુરુવાયુર મંદિરમાં ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત નહીં કરી શકે શ્રદ્ધાળુઓ,...

    હવે કેરળના ગુરુવાયુર મંદિરમાં ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત નહીં કરી શકે શ્રદ્ધાળુઓ, નિર્ણયનો વિરોધ: જે બોર્ડે લગાવી રોક, તેનો ચેરમેન વામપંથી

    મંદિર બોર્ડે તાજેતરમાં જ શ્રદ્ધાળુઓને બહારથી ખરીદીને તુલસીને મંદિરમાં ન લાવવાની સલાહ આપી હતી. ભક્તો આ તુલસી ગુરુવાયુર ભગવાનને (ભગવાન વિષ્ણુના જ એક રૂપ) અર્પણ કરતા હતા. બોર્ડે કહ્યું કે બહારથી લાવેલી તુલસીનો ઉપયોગ માળા બનાવવા અથવા ભગવાનની પૂજા કરવા માટે થતો નથી.

    - Advertisement -

    કેરળના (Kerala) ત્રિશૂર (Thrissur) જિલામાં સ્થિત પવિત્ર ગુરુવાયુર મંદિરમાં (Guruvayur Tample) મેનેજમેન્ટ બોર્ડે શ્રદ્ધાળુઓને ભગવાન વિષ્ણુને તુલસી અર્પિત કરવા પર રોક લગાવી દીધી છે. આમ કરવા પાછળ બોર્ડે બહાનું આપ્યું છે કે તુલસી પૂજામાં ઉપયોગમાં નથી લેવામાં આવતી અને તેમાં કેમિકલની માત્રા વધારે હોય છે. બોર્ડે તુલસીમાં કીટનાશક દવાઓનો હવાલો આપીને ભગવાનને તુલસી અર્પણ કરવા પર રોક લગાવી દીધી છે. નોંધવું જોઈએ કે આ બોર્ડના પ્રમુખ CPMના વામપંથી નેતા વીકે વિજયન છે.

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મંદિર બોર્ડે તાજેતરમાં જ શ્રદ્ધાળુઓને બહારથી ખરીદીને તુલસીને મંદિરમાં ન લાવવાની સલાહ આપી હતી. ભક્તો આ તુલસી ગુરુવાયુર ભગવાનને (ભગવાન વિષ્ણુના જ એક રૂપ) અર્પણ કરતા હતા. બોર્ડે કહ્યું કે બહારથી લાવેલી તુલસીનો ઉપયોગ માળા બનાવવા અથવા ભગવાનની પૂજા કરવા માટે થતો નથી.

    કેરળના ગુરુવાયુર મંદિરમાં તુલસી વર્જિત કરતાં બોર્ડે કહ્યું કે, આ તુલસી એક ખાનગી સંસ્થાને આપવામાં આવે છે જે પછીથી તેમાંથી ઘણાં અન્ય ઉત્પાદનોનું ઉત્પાદન કરે છે. બોર્ડે કહ્યું કે બહારથી લાવવામાં આવેલી તુલસીમાં જંતુનાશક દવાનું પ્રમાણ વધારે છે, તેથી ભક્તોએ તેને લાવવાનું ટાળવું જોઈએ. કહેવામાં આવી રહ્યું છે કે કેટલાક પરિવારો પેઢીઓથી ગુરુવાયુર મંદિરમાં પૂજાના ફૂલો અથવા માળાનું કામ કરી રહ્યા છે.

    - Advertisement -

    મંદિરના કેટલાક કર્મચારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે બહારથી લાવવામાં આવેલી તુલસીના કારણે તેમના હાથ પર ખંજવાળ આવે છે અને એલર્જી પણ થાય છે. મંદિરના બોર્ડે ભક્તોને તુલસીના બદલે કમળનાં ફૂલ લઈને મંદિરની અંદર આવવાની સલાહ આપી છે.

    મંદિર બોર્ડના આ નિર્ણય પર વિવાદ થયો છે. ભક્તોએ રોષ વ્યક્ત કરીને બોર્ડ પર તેમના અધિકારો આંચકી લેવાનો આરોપ લગાવ્યો છે. ગુરુવાયુર દેવસ્વોમ બોર્ડના અધ્યક્ષ વી કે વિજયન છે, જે કેરળમાં સીપીએમના મોટા નેતા છે.

    વી કે વિજયન માર્ચ 2024માં આ બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ છે. સ્થાનિક હિંદુ સંગઠનોએ બોર્ડના નિર્ણય પર આકરા પ્રહારો કરતાં તુલસી પર પ્રતિબંધનો વિરોધ કર્યો છે. તેમણે પૂછ્યું છે કે બોર્ડ અન્ય વસ્તુઓ કેમ લે છે જેનો ઉપયોગ પૂજામાં થતો નથી.

    ક્ષેત્ર રક્ષા સમિતિના સચિવ એમ બિજેશે જણાવ્યું હતું કે, “જો બોર્ડ કાર અને સોનાના દાગીના જેવી વસ્તુઓ સ્વીકારી શકે, જેનો ઉપયોગ પૂજા માટે નથી કરવામાં આવતો, તો તેમણે ભક્તોને ભગવાનની પ્રિય વસ્તુ અર્પણ કરતા અટકાવવા જોઈએ નહીં. શા માટે તુલસીને વર્જિત કરવાની જગ્યાએ અન્ય કોઈ રસ્તો કેમ નથી શોધવામાં આવી રહ્યો?”

    આ પહેલાં પણ કેરળનાં મંદિરોમાં મે, 2024માં કરેણનાં ફૂલ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. કારણ આપવામાં આવ્યું હતું કે, આ ફૂલના કારણે એક 24 વર્ષીય નર્સનું મોત થયું હતું. ત્યારબાદ બે મુખ્ય મંદિરોનાં બોર્ડે આ ફૂલને મંદિરોમાં લાવવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

    એ પણ નોંધવું જોઈએ કે કેરળનું ગુરુવાયુર મંદિર હિંદુઓ માટે ખૂબ મહત્વ ધરાવે છે અને તે સદીઓ જૂનું છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિર 14મી સદીમાં બનીને પૂર્ણ થયું હતું. મંદિરમાં ભગવાન વિષ્ણુના 4 હાથવાળા વિગ્રહની સ્થાપના કરવામાં આવી છે, આ સ્વરૂપને ગુરુવાયુર કહેવામાં આવે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં