Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકાનપુર હિંસા : રાષ્ટ્રપતિ અને પીએમ શહેરમાં હોવાથી તોફાનીઓએ પસંદ કર્યો હતો...

    કાનપુર હિંસા : રાષ્ટ્રપતિ અને પીએમ શહેરમાં હોવાથી તોફાનીઓએ પસંદ કર્યો હતો દિવસ, અગાઉથી પેટ્રોલ બૉમ્બ તૈયાર રાખ્યા હતા

    કટ્ટરપંથીઓએ શહેરના એક પેટ્રોલ પંપ ઉપરથી બોટલોમાં પેટ્રોલ ભરાવ્યું હતું. સીસીટીવી ફૂટેજ દ્વારા ખુલાસો થયા બાદ કાનપુર જિલ્લા અધિકારીએ પેટ્રોલ પંપનું લાયસન્સ રદ કરી દીધું છે.

    - Advertisement -

    ઉત્તર પ્રદેશના કાનપુરમાં 3 જૂનના રોજ ઇસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા કરવામાં આવેલ હિંસા દરમિયાન પેટ્રોલ બૉમ્બ વાપરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટ મુજબ, ઘટનાના 48 કલાક પહેલાં જ કટ્ટરપંથીઓએ સુનિયોજિત તરીકે બોટલોમાં પેટ્રોલ એકઠું કર્યું હતું. નોંધનીય છે કે કાનપુર હિંસા દરમિયાન કાનપુરમાં તોફાનીઓએ લગભગ 50 ધમાકા કર્યા હતા.

    રિપોર્ટ અનુસાર, કટ્ટરપંથીઓએ શહેરના એક પેટ્રોલ પંપ ઉપરથી બોટલોમાં પેટ્રોલ ભરાવ્યું હતું. સીસીટીવી ફૂટેજ દ્વારા ખુલાસો થયા બાદ કાનપુર જિલ્લા અધિકારીએ પેટ્રોલ પંપનું લાયસન્સ રદ કરી દીધું છે. જે સાથે જ તમામ 37 પંપની તપાસ માટે ખાસ તપાસ ટીમની રચના કરવામાં આવી છે. 

    સીસીટીવી ફૂટેજમાં જોવા મળ્યું કે 2 જૂનના રોજ 4 છોકરાઓ બોટલો લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા. તેમણે બાઈકમાં પેટ્રોલ ભરાવવાનીજગ્યા એ બોટલોમાં પેટ્રોલ ભરાવ્યું હતું. જ્યારે પોલીસ તેમના ઘરે પહોંચી તો તેઓ ગાયબ હતા. તેમના પરિવારોએ પોલીસને જણાવ્યું હતું કે તેઓ 3 જૂન બાદ ઘરે પરત ફર્યા નથી. 3 જૂનના રોજ જ હિંસા થઇ હતી, જેથી એ સ્પષ્ટ થઇ ગયું કે બોટલોમાં ભરાવવામાં આવેલ પેટ્રોલનો ઉપયોગ બૉમ્બ બનાવવા માટે જ કરવામાં આવ્યો હતો.

    - Advertisement -

    પોલીસે જણાવ્યું કે, બોટલોમાં પેટ્રોલ આપવું ગેરકાયદેસર છે. ભારત પેટ્રોલિયમે પંપનું લાયસન્સ સસ્પેન્ડ કરી દીધું છે તેમજ પંપના તમામ નોઝલ સીલ કરી દેવામાં આવ્યા છે. ડીએમએ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી માટે પોલીસ કમિશનરને તમામ વિડીયો ફૂટેજ પણ આપી દીધા છે. 

    રિપોર્ટ અનુસાર, કાનપુર હિંસા માસ્ટરમાઈન્ડ હયાત જફર હાશ્મીની વોટ્સએપ ચેટના માધ્યમથી ચોંકાવનારા ખુલાસા થયા છે. જાણવા મળ્યું છે કે હયાતે પોલીસને ગુમરાહ કરવા માટે બજાર બંધ કરવાનું એલાન પરત ખેંચ્યું હતું. 3 જૂનના રોજ જુમ્મા હતા અને એ જ દિવસે રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી શહેરમાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આવ્યા હતા. જેને ધ્યાનમાં રાખીને શહેરમાં હિંસા કરવા માટે આ દિવસ પસંદ કરવામાં આવ્યો હતો.

    હયાત જફર હાશ્મીએ વોટ્સએપ પર 141 જેટલા ગ્રુપ બનાવ્યા હતા. જેમાંથી 14 માં તે ખૂબ સક્રિય હતો. આ હિંસા મારફતે તોફાનીઓ સંદેશ આપવા માંગતા હતા કે તેમનો મકસદ પૂરો થઇ ગયો છે.

    કાનપુર હિંસાની તપાસ કરવા માટે SIT રચવામાં આવી છે. જેમાંથી એક શહેરના તમામ પેટ્રોલ પંપની તપાસ કરશે. બીજી SIT હિંસાથી અસરગ્રસ્ત પામેલા વિસ્તારોમાં તમામ સરકારી અને ખાનગી  સીસીવીટી ફૂટેજની તપાસ કરશે અને ત્રીજી ટીમ સોશિયલ મીડિયા ઉપર થયેલી પોસ્ટની તપાસ કરશે. 

    બીજી તરફ, કાનપુર હિંસાના તમામ આરોપીઓ વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ લગાવવાનો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આદેશ આપ્યો છે. આ આરોપીઓને પકડવા માટે પોલીસની 10 ટીમો હાલ કામ કરી રહી છે. આ આરોપીઓમાંથી 40  વિરુદ્ધ નામસહિત અને અન્ય 1 હજાર અજ્ઞાત લોકો  વિરુદ્ધ FIR દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં