દિલ્હીના જંતર-મંતર પર ફરીથી કુસ્તીબાજોનું પ્રદર્શન શરૂ થઈ ગયું છે. આ વખતે દેશના ખૂણેખૂણેથી આવેલા જુનિયર કુસ્તીબાજોએ સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ સામે જંતર-મંતર પર પ્રદર્શન કર્યું છે. અહીં વિરોધ કરવા આવેલા કુસ્તીબાજોએ બજરંગ, સાક્ષી અને વિનેશ પર તેમની કારકિર્દી બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ત્રણેય રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણના વિરોધમાં સક્રિય હતા અને તેઓએ તાજેતરમાં જ એવોર્ડ પરત પણ કર્યા હતા.
#WATCH | Young wrestlers hold protests against Olympic-winning wrestlers Sakshee Malikkh, Vinesh Phogat and Bajrang Punia, at Delhi's Jantar Mantar pic.twitter.com/5yHVsksKp8
— ANI (@ANI) January 3, 2024
જંતર-મંતર પર વિરોધ કરવા આવેલા પહેલવાનોએ ભારતીય કુસ્તી મહાસંઘને (WFI) પુનઃસ્થાપિત કરવાની પણ માંગ કરી છે. દિલ્હી પહોંચેલા આ કુસ્તીબાજોએ સાક્ષી, બજરંગ અને વિનેશ વિરુદ્ધ નારા લગાવ્યા અને પોસ્ટર બતાવ્યા હતા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના (TOI) અહેવાલમાં જણાવાયું છે કે આ કુસ્તીબાજો દિલ્હીના નરેલા અને ઉત્તર પ્રદેશના બાગપત અને અન્ય સ્થળોએથી બસમાં આવ્યા હતા. તેમણે આ ત્રણ કુસ્તીબાજો પર ભારતીય કુસ્તીને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ કુસ્તીબાજોએ ‘સાક્ષી, બજરંગ અને વિનેશ ફોગાટ – તેઓએ ભારતીય કુસ્તીનો નાશ કર્યો છે’ અને ‘બજરંગ પુનિયા, સાક્ષી મલિક હાય-હાય’ જેવા નારા પણ લગાવ્યા હતા. તેમાંથી મોટાભાગના જુનિયર કુસ્તીબાજો છે. તેમનું કહેવું છે કે બજરંગ પુનિયા અને સાક્ષી મલિકના સતત વિરોધ અને પ્રદર્શનોને કારણે તેમની કારકિર્દી પ્રભાવિત થઈ રહી છે.
તેમણે નવા ચૂંટાયેલા રેસલિંગ એસોસિએશનને પુનઃસ્થાપિત કરવાની માંગ પણ ઉઠાવી છે જેને તાજેતરમાં રમત મંત્રાલય દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા જુનિયર કુસ્તીબાજો અને કોચે કહ્યું કે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે અને રેસલિંગ ફેડરેશનને પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો તેઓ અર્જુન એવોર્ડ પરત કરશે.
Protesting junior wrestlers and coaches threaten to return their Arjuna awards if the government will not restore suspended WFI within 10 days. pic.twitter.com/JbBR4Y1Z1Q
— Press Trust of India (@PTI_News) January 3, 2024
ઉલ્લેખનીય છે કે ગત વર્ષથી સાક્ષી મલિક, બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ ભારતીય કુસ્તી મહાસંઘ સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ તેમની માંગ હતી કે તત્કાલિન WFI અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંઘને હટાવવા જોઈએ. કુસ્તીબાજોએ સિંઘ પર યૌન શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. જોકે, બ્રિજભૂષણ શરણ સિંઘ આ વખતે રેસલિંગ ફેડરેશનની ચૂંટણીમાં ઉમેદવાર ન હતા. આ વખતે ડિસેમ્બર 2023માં સંજય સિંઘે ભારતીય રેસલિંગ ફેડરેશનની ચૂંટણી જીતી હતી.
જોકે, તેના થોડા દિવસો બાદ જ સંજય સિંહની આગેવાની હેઠળના રેસલિંગ ફેડરેશનને રમત મંત્રાલયે સસ્પેન્ડ કરી દીધું હતું. રમતગમત મંત્રાલયે ભારતમાં રેસલિંગ ફેડરેશનને ચલાવવાની જવાબદારી એક સમિતિને આપી હતી. જો કે, 3 જાન્યુઆરી, 2024 ના રોજ વિરોધ કરવા જંતર-મંતર પહોંચેલા કુસ્તીબાજો રેસલિંગ ફેડરેશનની પુનઃસ્થાપના ઈચ્છે છે.