Tuesday, April 30, 2024
More
    હોમપેજદેશસાક્ષી મલિક બાદ હવે બજરંગ પુનિયા, WFI ચૂંટણીનાં પરિણામોના વિરોધમાં પદ્મશ્રી પરત...

    સાક્ષી મલિક બાદ હવે બજરંગ પુનિયા, WFI ચૂંટણીનાં પરિણામોના વિરોધમાં પદ્મશ્રી પરત કરવાની ઘોષણા કરી: બંને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે જોવા મળ્યાં

    ઘટનાક્રમ બાદ બજરંગ પુનિયા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે જોવા મળ્યા હતા. તેમની સાથે સાક્ષી મલિક પણ જોવા મળ્યાં. સાક્ષી મલિકે 24 કલાક પહેલાં જ કુશ્તી છોડવાની જાહેરાત કરી હતી.

    - Advertisement -

    WFIની ચૂંટણી યોજાયા બાદથી જ ફરીથી પહેલવાનો ચર્ચામાં આવ્યા છે. ગુરુવારે (21 ડિસેમ્બર) અમુકે પ્રેસ કોન્ફરન્સ કરીને બ્રિજભૂષણ શરણ સિંઘના સાથી સંજય સિંઘ અધ્યક્ષ પદે ચૂંટાયા તે બાબતને લઈને નારાજગી વ્યક્ત કરી હતી અને સાક્ષી મલિકે રેસલિંગ છોડવાની પણ જાહેરાત કરી દીધી હતી. હવે આમાં વધુ એકનો ઉમેરો થયો છે. બજરંગ પુનિયાએ પદ્મશ્રી પરત કરવાની જાહેરાત કરી છે. 

    પુનિયાએ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે તેઓ પોતાનો પદ્મશ્રી પુરસ્કાર વડાપ્રધાન મોદીને પરત કરી રહ્યા છે. સાથે પોતાનું લેખિત નિવેદન પણ જોડ્યું હતું, જેમાં જણાવ્યું કે, ‘વર્ષ 2019માં મને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યો હતો. ખેલ રત્ન અને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો. જ્યારે આ સન્માન મળ્યાં તો હું ખૂબ ખુશ થયો. લાગ્યું કે જીવન સફળથાય ગયું, પરંતુ આજે તેનાથી અનેકગણું દુઃખી છું. કારણ માત્ર એક જ છે કે જે કુશ્તી માટે સન્માન મળ્યાં તેમાં અમારી સાથી મહિલા પહેલવાનોએ પોતાની સુરક્ષા માટે કુશ્તી પણ છોડવી પડી રહી છે.’ 

    તેઓ આગળ કહે છે કે, “જેમનો દબદબો કાયમ છે અને રહેશે, તેમનો પડછાયો પણ મહિલા ખેલાડીઓને ડરાવે છે અને હવે તો તેઓ સંપૂર્ણ રીતે પદસ્થ થઈ ગયા છે. જે દીકરીઓને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની હતી, તેમને એ સ્થિતિમાં પહોંચાડી દીધી છે કે હવે પોતાની રમતથી જ પાછળ હટવું પડી રહ્યું છે. અમે ‘સન્માનિત’ પહેલવાન કાઢુ ન કરી શક્યા. 

    - Advertisement -

    બજરંગ આગળ દાવો કરે છે કે, તેઓ મહિલા પહેલવાનોને અપમાનિત કરવામાં આવ્યા બાદ ‘સન્માનિત’ બનીને જીવન નહીં જીવી શકે. જેથી ‘સન્માન’ પરત કરી રહ્યા છે. આગળ કહે છે કે, ‘જ્યારે કોઇ કાર્યક્રમ જઇએ ત્યારે મંચ સંચાલક અમને ‘પદ્મશ્રી’ ‘ખેલરત્ન’ અને ‘અર્જુન એવોર્ડ’ વિજેતા પહેલવાન બનાવીને અમારો પરિચય કરાવતા હતા અને લોકો તાળીઓ પાડતા હતા. હવે કોઇ આવી રીતે બોલાવશે તો મને ધૃણાનો ભાવ ઉપજશે કારણ કે આટલું સન્માન હોવા છતાં એક સન્માનિત જીવન દરેક મહિલા પહેલવાન જીવવા માંગે છે, તેને વંચિત કરી દેવામાં આવી.’

    આ જાહેરાત બાદ બજરંગ પુનિયા મેડલ વડાપ્રધાનને પરત કરવા માટે જતા હતા પરંતુ પોલીસે તેમને રોકી દેતાં મેડલ ફૂટપાથ પર મૂકીને આવી ગયા હતા. 

    આ ઘટનાક્રમ બાદ બજરંગ પુનિયા કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી સાથે જોવા મળ્યા હતા. તેમની સાથે સાક્ષી મલિક પણ જોવા મળ્યાં. સાક્ષી મલિકે 24 કલાક પહેલાં જ કુશ્તી છોડવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસ અનુસાર, પ્રિયંકા ગાંધી મુલાકાત માટે પહેલવાનોના ઘરે પહોંચ્યા હતા. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગુરુવારે (21 ડિસેમ્બર) WFIની ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંઘનો વિજય થયા બાદ પહેલવાનોએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં સાક્ષી મલિકે કેમેરા સામે આંસુ સારતાં-સારતાં કુશ્તી છોડવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, “અમે 40 દિવસ સુધી રસ્તા પર ધરણાં કર્યાં, દૂરદૂરથી અમારા પ્રદર્શનમાં સામેલ થવા માટે લોકો આવ્યા, જેમની પાસે ખાવા-કમાવાનું કશું ન હતું તોપણ અમને સમર્થન આપવા માટે આવ્યા. અમે નહીં જીતી શક્યા, પણ તમારો ખૂબ ખૂબ આભાર. એક વાત કહેવા માંગીશ કે જો પ્રમુખ બ્રિજભૂષણ જેવો જ વ્યક્તિ રહે, તેનો સહયોગી આ ફેડરેશનમાં રહેશે તો હું કુશ્તીનો ત્યાગ કરું છું.”

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં