Wednesday, June 26, 2024
More
    હોમપેજદેશકાશ્મીરની ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ બનીને તૈયાર: ટ્રેન...

    કાશ્મીરની ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ બનીને તૈયાર: ટ્રેન દોડાવીને ટ્રાયલ રન સફળતાપૂર્વક કરાયો પૂર્ણ

    કોંકણ રેલ્વે'ના ડેપ્યુટી ઈજનેર સંજય કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરિયોજના પૂર્ણ કરવી પડકારજનક હતું. તેમણે જણાવ્યું કે ક્ષેત્રના લોકો આ પરિયોજનાથી ખૂબ જ ખૂશ છે. ઉધમપુરથી બારામુલા રેલવે લિંક પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

    - Advertisement -

    જમ્મુ-કાશ્મીરના જે રિયાસીમાં આતંકવાદી હુમલો થયો, ત્યાંથી રામબનને જોડતો ચેનાબ નદી પર વિશ્વનો સૌથી ઉંચો રેલવે પુલ બનીને તૈયાર થઇ ચૂક્યો છે. થોડા જ સમયમાં આ બ્રીજ કાર્યરત થઇ જશે અને તેના પર ભારતીય ટ્રેનો દોડવા લાગશે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ મામલે માહિતી આપતી એક પોસ્ટ પોતાના X હેન્ડલ પરથી કરી હતી. તો રિયાસીના ડેપ્યુટી કમિશનર વિશેષ મહાજને પણ આ મામલે માહિતી આપી હતી.

    મહાજને જણાવ્યું કે, “આ આધુનિક વિશ્વમાં એન્જિનિયરીંગનો એક ચમત્કાર છે. જે દિવસે ટ્રેન રિયાસી પહોંચશે, તે જિલ્લા માટે એક મહત્વપૂર્ણ બદલાવની ક્ષણ હશે. આ આમારા માટે ગૌરવ ભરી ક્ષણ છે કારણકે અમારા ઇજનેરોએ આ ચમત્કાર કરી બતાવ્યો છે. એક રીતે આ વિશ્વની 8મી અજાયબી છે. આ પુલ અદ્ભુત છે. ચોક્કસ તારીખ તો નહીં આપી શકાય, પરંતુ ખૂબ જ જલદી તેને શરૂ કરી દેવામાં આવશે.”

    બીજી તરફ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ વિશે X પર પોસ્ટ કરીને માહિતી આપતા જણાવ્યું હતું કે, “સંગલદાનથી રિયાસી સુધી આજે પ્રથમ ટ્રાયલ ટ્રેન સફળતા પૂર્વક ચલાવવામાં આવી, જેમાં ચિનાબ બ્રિજને પણ સફળતાપુર્વક પાર કરવામાં આવ્યો હતો. USBRL માટે લગભગ તમામ નિર્માણકાર્ય પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.માત્ર ટનલ નંબર 1 આંશિક રૂપે અધુરી છે.”

    - Advertisement -

    આ મામલે ‘કોંકણ રેલ્વે’ના ડેપ્યુટી ઈજનેર સંજય કુમારે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પરિયોજના પૂર્ણ કરવી પડકારજનક હતું. તેમણે જણાવ્યું કે ક્ષેત્રના લોકો આ પરિયોજનાથી ખૂબ જ ખુશ છે. ઉધમપુરથી બારામુલા રેલવે લિંક પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. તેમાં બનિહાલ અને સંગલદાન વચ્ચે આ 48.10 કિલોમીટરનો પ્રોજેક્ટ પણ શામેલ છે. વડાપ્રધાન મોદીએ 20 ફેબ્રુઆરી 2024માં તેનું ઉદ્ઘાટન કર્યું હતું.

    આ બ્રિજ 15,000 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તેમાં 30,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ બ્રિજ 260 કિમી/કલાકની ઝડપે પવન અને -40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનનો સામનો કરી શકે છે. નોંધનીય છે કે રિયાસીમાં હાલમાં જ થયેલા આતંકી હુમલામાં 10 હિંદુ શ્રદ્ધાળુઓના મોત થયા હતા, આવી સ્થિતિમાં આ વિસ્તારમાં કનેક્ટિવિટી વધવાથી સુરક્ષા વ્યવસ્થા પણ મજબૂત થશે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં