Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટબાબરીના પૂર્વ પક્ષકાર સાથે મસ્જિદમાં મારપીટ, અયુબ અને અન્યો સામે ગુનો: ઇકબાલ...

    બાબરીના પૂર્વ પક્ષકાર સાથે મસ્જિદમાં મારપીટ, અયુબ અને અન્યો સામે ગુનો: ઇકબાલ અન્સારી બોલ્યા- મોદી-યોગીની પ્રશંસા કરવા બદલ મરાયો માર 

    ઈકબાલ અન્સારીએ કહ્યું કે, કેટલાક લોકો ઈચ્છે છે કે, શાંતિ ન રહે, જેથી તેમને સોહાર્દ બગાડવા માટે ચંદા (દાન) મળ્યા કરે. તેમની સાથે ઝપાઝપી કરનારા લોકો પણ આ જ માનસિકતાના છે.

    - Advertisement -

    અયોધ્યામાં રામ મંદિર જન્મભૂમિ કેસ મામલે મુસ્લિમ પક્ષ તરફથી પક્ષકાર રહેલા ઈકબાલ અન્સારીને અલવિદાની નમાજ બાદ કેટલાક લોકોએ માર માર્યો હતો. તેમણે જણાવ્યું છે કે, મસ્જિદમાં જ તેમને માર મારવામાં આવ્યો હતો. આ મામલે તેમની ફરિયાદના આધારે અયોધ્યા પોલીસે રામજન્મભૂમિ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે અને તમામ આરોપીઓની પણ ધરપકડ કરી લીધી છે.

    અહેવાલો અનુસાર, આ ઘટના શુક્રવાર (5 એપ્રિલ, 2024)ના રોજ મસ્જિદની અંદર જ બનવા પામી હતી. ઈકબાલ અન્સારીનું કહેવું છે કે, તેઓ મોદી-યોગી સરકારના કાર્યોની પ્રશંસા કરતા રહે છે, જેને લઈને કેટલાક લોકો તેમનાથી નારાજ રહે છે. સ્થાનિક રહેવાસી અયુબ પણ તે લોકો પૈકીનો એક હતો. અયુબની સાથે અન્ય ચાર લોકોએ મસ્જિદમાં જ અન્સારીને માર માર્યો હતો. ઈકબાલ અન્સારીએ કહ્યું કે, કેટલાક લોકો ઈચ્છે છે કે, શાંતિ ન રહે, જેથી તેમને સોહાર્દ બગાડવા માટે ચંદા (દાન) મળ્યા કરે. તેમની સાથે ઝપાઝપી કરનારા લોકો પણ આ જ માનસિકતાના છે.

    ઈકબાલ અન્સારીએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, PM નરેન્દ્ર મોદી અને CM યોગી આદિત્યનાથના વખાણ કરવા પર તેમની સાથે મારપીટ કરવામાં આવી છે. જેના કારણે તેમને ઈજા પણ થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે, મસ્જિદમાં બારી ખોલતી વખતે આયુબ ઉર્ફે પપ્પુ નામના વ્યક્તિએ તેમની સાથે ગેરવર્તણૂક કરી હતી. આ સાથે જ પોલીસે પણ તરત જ કાર્યવાહી હાથ ધરી હતી અને ઘટનાસ્થળ પરથી જ આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓનું કહેવું છે કે, અન્સારી હંમેશા મોદી-યોગીની પ્રશંસા કરે છે, તેથી જ તેમને માર મારવામાં આવ્યો છે.

    - Advertisement -

    નોંધનીય છે કે, ઈકબાલે અયોધ્યામાં રામલલાના જન્મસ્થળના વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયને ન માત્ર સ્વીકાર્યો, પરંતુ અયોધ્યામાં મસ્જિદની જરૂરિયાતને પણ ફગાવી દીધી હતી. તેમણે સમગ્ર દેશના મુસ્લિમોને સુપ્રીમ કોર્ટના નિર્ણયને સ્વીકારવાની અપીલ કરી હતી. એટલું જ નહીં, જ્યારે જન્મભૂમિ પર ભવ્ય મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા વિધિ થઈ રહી હતી, ત્યારે ઈકબાલ અંસારી પણ મહેમાનો સાથે ત્યાં હાજર હતા. રોડ શો દરમિયાન તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ફૂલ વરસાવતા પણ જોવા મળ્યા હતા. ઈકબાલ અંસારી ઘણીવાર PM મોદી અને CM યોગીના વખાણ કરે છે. જેના કારણે ઘણીવાર તેમને કટ્ટરપંથીઓના રોષનો ભોગ બનવું પડ્યું છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં