Tuesday, September 17, 2024
More
    હોમપેજદેશકર્ણાટકમાં વીજળીના થાંભલાઓથી 'મઝહબ' થયો આહત!: ઈસ્લામીઓના દબાણમાં કરાયેલ હનુમાન જન્મસ્થળી પરથી...

    કર્ણાટકમાં વીજળીના થાંભલાઓથી ‘મઝહબ’ થયો આહત!: ઈસ્લામીઓના દબાણમાં કરાયેલ હનુમાન જન્મસ્થળી પરથી ગદા-ધનુષની આકૃતિઓ હટાવવાનો આદેશ પલટાયો, હિંદુઓની એકતા સામે નમ્યું પ્રશાસન

    કોપ્પલ કલેકટર દ્વારા જુલીનગરથી મહારાણા પ્રતાપ નગર સર્કલ તરફ લગાવવામાં આવેલા લાઈટના થાંભલા હટાવી લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના ચિહ્નોથી ધાર્મિક લાગણીઓ દુભાઈ શકે છે.

    - Advertisement -

    કર્ણાટકમાં પ્રતિબંધિત કટ્ટર ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની (PFI) રાજકીય શાખા SDPI ફરી એક વખત હરકતમાં આવ્યું છે. થોડા સમય પહેલા બસ પર હનુમાનજીનું ચિત્ર જોઈને ફરિયાદ કરનાર આ હિંદુ દ્વેષી સંગઠનને હવે કોપ્પલ જિલ્લામાં ગંગાવતી ખાતે લગાવવામાં આવેલા લાઈટના થાંભલા સામે આંખમાં ઝેર આવ્યું. કારણ માત્ર એટલું જ, કે હનુમાનજીના જન્મસ્થળ માનવામાં આવતા અંજનાદ્રિ ડુંગરમાળા તરફના રસ્તાઓ પર લગાવવામાં આવેલા વીજળીના થાંભલાઓ પર ગદા અને ધનુષબાણ જેવા ચિહ્નો બનાવવામાં આવ્યા હતા. પ્રશાસનને પણ જાણે જોઈતું હતું અને જડી ગયું હોય એમ ફરિયાદ કરતાની સાથે જ થાંભલા હટાવી દેવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા. પરંતુ હિંદુઓએ સંગઠિત થઈને મજબૂત વિરોધ નોંધાવતા પ્રશાસને આ આદેશ પરત લેવાની ફરજ પડી હતી.

    પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્લામીઓના તાબે થઈને સ્થાનિક પ્રશાસને આ ગદા-ધનુષ વગેરે આકૃતિઓ હટાવવાનો આદેશ તો આપી દીધો, પરંતુ બાદમાં હિંદુઓ ખુબ ગુસ્સે થયા હતા. બજરંગબલીના ભક્તોએ રોડ-રસ્તાથી લઈને સોશિયલ મીડિયા સુધી દરેક જગ્યાએ વિરોધ નોંધાવ્યો હતો. જોતજોતામાં આખો વિષય દેશભરના હિંદુઓને ધ્યાને આવ્યો અને દેશના ખૂણેખૂણેથી આ નિર્ણયની ટીકા થઈ. આખરે પ્રશાસનને ભાન પડ્યું કે હંમેશની જેમ આ વખતે પણ હિંદુઓને હળવેથી લેવાથી કામ નહીં ચાલે. માટે તેઓએ પોતાનો આ અન્યાયી આદેશ પાછો લીધો હતો.

    આ પહેલા ઈસ્લામીઓના તાબે થયું હતું પ્રશાસન

    આ પહેલા બુધવારે (28 ઓગસ્ટ 2024) કર્ણાટકમાં હનુમાનજીના જન્મસ્થળ એવા કોપ્પલ કલેકટર દ્વારા જુલીનગરથી મહારાણા પ્રતાપ નગર સર્કલ તરફ લગાવવામાં આવેલા લાઈટના થાંભલા હટાવી લેવાના આદેશ આપવામાં આવ્યા. આ સ્થળ નાના મોટા ડુંગરા આવેલા છે. આ વિસ્તારને અંજનાદ્રિ પણ કહેવામાં આવે છે, કારણકે અહીં જ ભગવાન હનુમાનજીનો જન્મ થયો હોવાની માન્યતા છે. હિંદુ ધર્મમાં આ સ્થળ ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેવામાં આ વિસ્તારમાં જાહેર રસ્તાઓ પર લગાવવામાં આવેલા લાઈટના થાંભલાઓ પર એક તરફ ગદા, કે જેને હનુમાનજી મહારાજનું મુખ્ય અસ્ત્ર માનવામાં આવે છે અને બીજી તરફ ધનુષ અને બાણની આકૃતિઓ લગાવવામાં આવી હતી.

    - Advertisement -

    તેવામાં આતંકવાદી ગતિવિધિઓ સાથે સંકળાયેલા પ્રતિબંધિત કટ્ટર ઇસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયાની (PFI) રાજકીય શાખા એવી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયાને (SDPI) હિંદુઓ માટેના પવિત્ર સ્થળ પરના થાંભલાઓ પર પવિત્ર ચિહ્નો જોઈ પેટમાં તેલ રેડાયું. તેણે તાત્કાલિક ધોરણે આ ચિહ્નો હટાવવાની માંગ કરી અને કહ્યું કે તેનાથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી છે. સંગઠનનું કહેવું તેમ પણ છે કે આ પ્રકારના ચિહ્નો લગાવવાથી શહેરનું સાંપ્રદાયિક સૌહાર્દ બગડશે અને ધાર્મિક સદભાવનાને ઠેસ પહોંચાડી શકે છે.

    આટલું જ નહીં, આ પ્રકારના થાંભલા લગાવવા બદલ કર્ણાટક રૂરલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ લિમીટેડ એટલે કે KRIDL વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહીની પણ માંગ કરવામાં આવી છે.

    બજરંગબલી મહારાજનું જન્મસ્થળ છે અંજનાદ્રિ ડુંગરમાળા

    ઉલ્લેખનીય છે કે અંજનાદ્રિ ડુંગરમાળાને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સ્થળનું નામ ભગવાન હનુમાનજીના માતા અંજનાના નામ પરથી છે. હિંદુઓ માટે આ સ્થળ ખૂબ જ મોટું આસ્થાનું કેન્દ્ર છે, કારણકે અહીં જ ભગવાન હનુમાનનો જન્મ થયો હતો. ભૂતકાળમાં ભાજપના નેતા જનાર્દન રેડ્ડીએ અયોધ્યાની જેમ આ સ્થળને પણ ડેવલોપ કરવાની માંગ કરી હતી. મહત્વનું છે કે કર્ણાટકની સરકારી ટુરિઝમ વેબસાઈટ પર પણ આ સ્થળને હનુમાનજીના જન્મ સ્થળ તરીકે દર્શાવવામાં આવ્યું છે.

    હિંદુઓ માટે આટલા મહત્વપૂર્ણ સ્થળને દર્શાવવા માટે અને અંજનાદ્રિ ડુંગરમાળા તરફ જતા શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને અહીં ગળા અને ધનુષના ચિહ્નો વાળા લાઈટ પોલ્સ લગાવવામાં આવ્યા હતા. આ મામલે પહેલા પણ સ્પષ્ટિકરણ આપી દેવામાં આવ્યું હતું કે આ પ્રકારના થાંભલા લગાવવાનો નિર્ણય કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નથી લેવામાં આવ્યો. જોકે તેમ છતાં એક કટ્ટર ઇસ્લામી સંગઠનના વાંધા ઉઠાવ્યા બાદ કાર્યવાહીના આદેશ આપવામાં આવતા સ્થાનિક હિંદુઓમાં રોષની લાગણી છે.

    સ્થાનિક હિંદુઓમાં રોષ, પૂછ્યું આમાં સાંપ્રદાયિક વૈમનસ્ય શું?

    નોંધવું જોઈએ કે આ પ્રકારના ચિહ્નોવાળા થાંભલા અંજનાદ્રિ ડુંગરમાળા તરફ જતા રોડ પર લગાવવામાં આવ્યા છે, નહીં કે શહેરના મુખ્ય માર્ગ પર. આ રોડ 12 કિલોમીટર લાંબો છે. આ પવિત્ર સ્થળ પર લાખો શ્રદ્ધાળુઓ અને યાત્રાળુઓ દર્શન કરવા આવે છે અને આ પ્રકારના થાંભલા લગાવવા પાછળ એક માત્ર કારણ એ જ છે કે તેમના ભક્તિના ઉત્સાહમાં વધારો થાય. બીજી તરફ જે પ્રકારની માંગ અને માંગ બાદના નિર્દેશો આપવામાં આવ્યા છે, તે પછીથી સ્થાનિક હિંદુ સમાજ અને સંગઠનોમાં રોશ અને નારાજગી જોવા મળી રહી છે.

    હિંદુ સમાજનું માનવું છે કે, આ જગ્યા આદિ-અનાદિ કાળથી હનુમાનજી મહારાજ સાથે જોડાયેલી છે, તો આ પ્રકારના ચિહ્નો અહીં નહીં લાગે તો ક્યાં લાગશે? બીજી તરફ હિંદુ સંગઠનોએ પ્રશાસન સામે સવાલો ઉભા કરતા પૂછ્યું હતું કે આમાં સાંપ્રદાયિક વૈમનસ્ય કેવીરીતે ઉભું થઇ શકે? બીજી તરફ જિલ્લા કલેકટરે થાંબલા હટાવી લેવાના આદેશ આપ્યા છે અને તપાસ કરવામાં આવી રહી છે.

    આ પહેલા બસ પર હનુમાનજીનું ચિત્ર જોઇને ભડક્યો હતો SDPIનો મહામંત્રી, વિભાગે આપી હતી કાર્યવાહીની બાહેંધરી

    જોકે આ કોઈ પહેલી વાર નથી કે કર્ણાટકમાં હનુમાનજીના જન્મસ્થળ પર જ તેમના નામ, ચિત્ર કે ચિહ્ન સામે વાંધો ઉપાડવામાં આવ્યો હોય અને પ્રશાસન તરત જ તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં લાગી ગયું હોય. થોડા સમય પહેલા પોતાને ચિકમંગલુર SDPIના મહામંત્રી ગણાવતા આ આરિફે પોતાની હિંદુ ઘૃણા છતી કરતા X અકાઉટ પરથી એક પોસ્ટ કરી હતી અને એક સરકારી બસ પર હનુમાનજીના સ્ટીકર સામે વાંધો ઉઠાવ્યો હતો. મજાની વાત તે છે કે તેણે પોસ્ટ કરી અને KSRTCએ (કર્ણાટક રાજ્ય માર્ગ પરિવહન) હાજરી લગાવી દીધી અને કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું હતું.

    કટ્ટરપંથી સંગઠન સાથે સંકળાયેલા આરિફે હનુમાનજીનો ફોટો જોઈ X પર ફરિયાદના બે-ચાર સૂર શું રેલાવ્યા, સરકારી ખાતું તરત હરકતમાં આવી ગયું. KSRTCએ તેના અધિકારિક હેન્ડલ પરથી આરિફની પોસ્ટ પર પ્રતિક્રિયા આપીને લખ્યું, “પોસ્ટ કરવા બદલ આભાર. અમે આગળની તપાસ માટે સંબંધિત ડેપોને જાણ કરી રહ્યા છીએ.” તો બીજી તરફ વિભાગની આટલી ઝડપી પ્રતિક્રિયા જોઈ, સોશિયલ મીડિયા પર અનેક લોકોમાં રોષ જોવા મળ્યો હતો. લોકો સવાલ કરી રહ્યા હતા કે ચરમપંથી સંગઠન સાથે સંકળાયેલા એક વ્યક્તિને હનુમાનજીના સ્ટીકર સામે વાંધો જોઈ વિભાગ આટલો સક્રિય કેમ થઈ ગયો? અને તેમાં વાંધો શું છે? લોકોએ સવાલ કર્યા હતા કે જ્યાં હનુમાનજીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે, તે ધરતી પર હનુમાનજીમાં અસ્થા ધરાવતો વ્યક્તિ તેમનું સ્ટીકર ન લગાવી શકે?

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં