**Calvari temple actively converting around 3 thousand hindus every month to Christianity**
— Devika Journalist (@DevikaRani81) October 26, 2024
Foreign origin news channels are claiming that …calvari Temple in Hyderabad run by paster Sathish is actively converting around 3 thousand hindus every month to Christianity… so far… pic.twitter.com/6zSDcA5hBb
ચર્ચ પરિસરને પ્રશાસને કર્યું સીલ
આ વિડીયો પત્રકાર દેવિકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને ત્યારબાદ લીગલ રાઈટ્સ પ્રોટેક્શન ફોરમે પણ તેની નોંધ લીધી હતી. અપડેટ આપતાં તેમણે પોતાની પોસ્ટમાં જણાવ્યું છે કે, કાકીનાડાના જિલ્લા કલેક્ટરના આદેશ બાદ આ ચર્ચની ડિજિટલ શાખાને સીલ કરી દેવામાં આવી છે. આ વિડીયો વાયરલ થયા બાદ આ ચર્ચ વિશે કોઈ ફરિયાદ થઈ કે નહીં તે જાણવા મળ્યું નથી, પરંતુ એવું બહાર આવ્યું છે કે મુખ્ય ચર્ચ સિવાય આ ચર્ચની વધુ 10 શાખાઓ ચાલી રહી છે.
#BIGNEWS:
— Legal Rights Protection Forum (@lawinforce) October 28, 2024
Following orders from the Kakinada District Collector, revenue officials have confiscated the Calvary Temple, a digital church branch operated by Pastor Satish Kumar from Hyderabad. pic.twitter.com/KL8rCKUIPA
વિદેશી તાકાતોને ભારતીય મામલામાં કરાવે છે હસ્તક્ષેપ
વર્ષ 2020માં મિશન કાલી હેન્ડલ પરથી એક વિડીયો બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કેવી રીતે પાદરી સતીશ સરકારના રડારમાં આવવાથી બચવા માટે ધર્માંતરણ અને બળજબરીથી ધર્માંતરણ જેવા શબ્દોનો ઉપયોગ કરતા નથી, તેના બદલે તેઓ કહે છે કે, સરકાર તેમનાથી ખુશ છે કારણ કે તેઓ ઉમદા હેતુઓ માટે ગરીબોને ભોજન આપે છે. વિડીયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમણે કોરોના મહામારી દરમિયાન 700 ટન ભોજનનું વિતરણ કર્યું હતું.
Satish Kumar exposed! A LIAR & TRAITOR! Hypocrisy of appeasing #SleepingHindus on one hand & on the other, complaining about Religious Freedom in 🇮🇳 to the VP of US! Runs the Calvary Temple, Megachurch (3 Lakh membs in Hyd) @MEAIndia This is how USCIRF collects it's atrocity data pic.twitter.com/kc8zIXLi2y
— Mission Kaali – Say No To Conversion (@missionkaali) June 28, 2020
જૂની પોસ્ટમાં જોઈ શકાય છે કે સતીશ ભૂતપૂર્વ યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સ જેવા વિદેશી નેતાઓને ભારતમાં ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે મળે છે અને તેમને અહીંની બાબતોમાં દખલ કરવાની તક આપે છે. બાદમાં, એવા અહેવાલો વિદેશી પ્લેટફોર્મ પર દેખાય છે જ્યાં ભારત પર લઘુમતીઓ સાથે ભેદભાવના આરોપ લાગે છે.
Inspiring to meet with Dr. Satish Kumar – pastor of Calvary Temple Church in Hyderabad, India. We discussed the importance of protecting religious freedom with faith leaders including Dr. David Jeremiah, Dr. John Ankerberg, Steve Green, Mart Green, and Dr. Jerry Johnson. pic.twitter.com/8efaTPtFub
— Vice President Mike Pence Archived (@VP45) May 8, 2018
ઉલ્લેખનીય છે કે, PM મોદી સત્તામાં આવ્યા બાદ યુનાઇટેડ સ્ટેટ્સ કમિશન ઓન ઇન્ટરનેશનલ રિલિજિયસ ફ્રીડમ (USCIRF) ભારત પર વાર્ષિક અહેવાલો પ્રકાશિત કરે છે, જેમાં હિંદુઓ અને વર્તમાન સરકારને વારંવાર નિશાન બનાવવામાં આવે છે અને લઘુમતીઓ સાથે ભેદભાવનો આરોપ મૂકવામાં આવે છે.
કૈલ્વારી ચર્ચની સ્થાપના
ઉલ્લેખનીય છે કે, કૈલ્વારી ચર્ચની સ્થાપના 2005માં ડૉ. સતીશ કુમાર દ્વારા કરવામાં આવી હતી. આજે, સતીશ કુમારને વિશ્વ સમક્ષ એક આદરણીય પાદરી, લેખક અને આંતરરાષ્ટ્રીય વક્તા તરીકે વર્ણવવામાં આવે છે, પરંતુ તેમની મિશનરી પ્રવૃત્તિઓ વિશે વાત કરવામાં આવતી નથી. ભારતમાં તેમની મિશનરી પ્રવૃત્તિઓ અને આક્રમક ધર્માંતરણ યુક્તિઓ અંગે ચિંતા છે. કૈલ્વારી ચર્ચનો દાવો છે કે, તેની પાસે 400,000 સભ્યો છે, જે સતત વધી રહ્યા છે. તેમના માટે આ વિસ્તરણ એક સિદ્ધિ છે, પરંતુ હિંદુઓ માટે આ ચિંતાનો વિષય છે કારણ કે તેમની મજબૂરીનો ફાયદો ઉઠાવીને આ સંખ્યા વધારવામાં આવી રહી છે.
ચર્ચ અંગે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેનું નિર્માણ માત્ર 52 દિવસમાં થયું હતું. જ્યારે કૅલ્વેરી બાઇબલ કૉલેજ અને કૅલ્વેરી હૉસ્પિટલ જેવી પહેલો અને મફત ભોજન અંગે વિચારણા કરવામાં આવે, ત્યારે તે પરોપકાર ઓછું અને ધાર્મિક સામ્રાજ્યનું નિર્માણ વધુ લાગે છે.
દર મહિને થઇ રહ્યું છે 3000 હિંદુઓનું ધર્માંતરણ
રસપ્રદ વાત એ છે કે, CBN દ્વારા કૈલ્વારી ચર્ચના સમર્થનમાં જે સમાચારો પ્રકાશિત કર્યા, તેનાથી મિશનરી જૂથની હકીકતનો પર્દાફાશ થઇ ગયો. આ ચર્ચ, દર મહિને આટલી મોટી સંખ્યામાં જોડાતા લોકો અને દર મહિને 3000 હિંદુઓનું ખ્રિસ્તીમાં ધર્માંતરણને તેની સિદ્ધિ તરીકે ગણે છે, પરંતુ સામાન્ય પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવે તો ખબર પડશે કે અહીં ધર્મ પરિવર્તનનું કામ કેટલી તીવ્રતાથી ચાલી રહ્યું છે.
વિશાળ કેમ્પસ અને હાજરી ફરજિયાત
હૈદરાબાદનું આ ચર્ચ દેશનું સૌથી મોટું ચર્ચ કહેવાય છે જેનું કેમ્પસ ઘણું મોટું છે. દર રવિવારે સેંકડો લોકો સભામાં હાજરી આપવા આવે છે. સવારના 4 વાગ્યાથી જ ભીડ એકઠી થવા લાગે છે. ચર્ચના સભ્યો ભીડને નિયંત્રિત કરે છે. રસપ્રદ વાત એ છે કે, આ ભીડ પોતાની મરજીથી જ આવે છે એવું નથી. તેમના પર ચર્ચમાં આવવાનું દબાણ છે. જો કોઈ ન આવે તો તેમને પૂછવામાં આવે છે કે તેમણે આવું કેમ કર્યું. એક દિવસમાં લગભગ પાંચ સત્રો યોજવામાં આવે છે, જ્યાં પાદરી લોકોને તેમનું જ્ઞાન આપે છે.
લાલચ આપીને ધર્માંતરણ
કૈલ્વારી ચર્ચ ગરીબ હિંદુઓને તેમની ગરીબી અને આર્થિક અસ્થિરતાનો લાભ લઈને ધર્માંતરિત કરવાનો પ્રયાસ કરે છે. અહીં રવિવારે સભામાં આવનાર લોકોને ત્રણ વખત મફત ભોજનની લાલચ આપીને બોલાવવામાં આવે છે. તથા દાવો કરવામાં આવે છે કે રવિવારે અહીં આવનારા લોકોની સંખ્યા 50,000 સુધી પહોંચે છે, જે અનુસાર મહિનામાં 2,00,000 લોકોને મફત ભોજન આપવામાં આવે છે. આ ઉપરાંત મેડિકલ સેવાઓ, લગ્નની વ્યવસ્થા અને અંતિમ સંસ્કાર વગેરેની સુવિધાઓ આપવાની લાલચ પણ આપવામાં આવે છે. પાછળથી, આ સેવાઓને ટાંકીને હિંદુઓને ખ્રિસ્તી ધર્મ તરફ આકર્ષવાના પ્રયાસો કરવામાં આવે છે.
હિંદુ મંદિરોમાં જૂની પરંપરા
નોંધનીય છે કે, આ બધી સેવાઓ એ જ છે જે તમામ હિંદુ મંદિરો વર્ષોથી કોઈપણ પ્રચાર વિના અને કોઈને પણ લાલચ આપ્યા વિના કરી રહ્યા છે. જ્યાં સુધી મફત ભોજનની વાત છે, મંદિરોમાં ઘણી જગ્યાએ, પવિત્ર રીતે ભોજન રાંધવામાં આવે છે અને જરૂરિયાતમંદોને આપવામાં આવે છે જેને ભંડારા કહેવામાં આવે છે. આ પ્રયાસો છતાં, લોકો હિંદુ મંદિરો પર જાતિ ભેદભાવનો આરોપ લગાવે છે અને કૈલ્વારી ચર્ચ જેવા મિશનરી એજન્ડાને પરોપકાર તરીકે ઓળખાવે છે.
ટ્રેકિંગ સિસ્ટમમાં સમસ્યા
નવાઈની વાત એ છે કે આ ચર્ચમાં જોડાયા બાદ આ ચર્ચ લોકોને ટ્રેક કરે છે. જ્યારે દર રવિવારે ભીડ એકઠી થાય છે, ત્યારે તેના પ્રવેશ માટે ઍક્સેસ કાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. ચર્ચનું કહેવું છે કે આના દ્વારા તેઓ ગેરહાજર લોકો વિશે જાણકારી મેળવે છે, પરંતુ વિચારવાની વાત એ છે કે શું આ પ્રકારની દેખરેખ કોઈ ધાર્મિક વ્યવસ્થામાં ખતરો નથી?
ભ્રામક દાવા
કૈલ્વારી ચર્ચ એવા આરોપ લગાવતું રહ્યું છે કે, હિંદુ સંગઠનો ખ્રિસ્તીઓ પર હુમલો કરે છે. જ્યારે તેઓ આવું માત્ર એટલા માટે જ કરે છે, કારણ કે હિંદુઓ હવે તેમને લાચાર લોકોને છેતરવાની તક નથી આપી રહ્યા અને લોકોને ફોસલાવીને ધર્માંતરણ કરાવતા ચમત્કારોનો પર્દાફાશ કરી રહ્યા છે.
ફંડિંગનું કોઈ ઠેકાણું નથી
કૈલ્વારી ચર્ચને આ ભંડોળ ક્યાંથી મળે છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. જોકે, અમારી તપાસ દર્શાવે છે કે તેને બે પ્રસંગોએ યુકે સ્થિત ક્રિશ્ચિયન વિઝન તરફથી નોંધપાત્ર ભંડોળ મળ્યું હતું. 2020માં, તેને £74,467 મળ્યા, અને 2021માં, તેને ક્રિશ્ચિયન વિઝન તરફથી £727,394 મળ્યા હતા. ઑપઇન્ડિયા એ પુષ્ટિ કરી શક્યું નથી કે કૈલ્વારી ટેમ્પલ ઇન્ડિયા પાસે FCRA લાઇસન્સ છે કે કેમ.
ધર્માંતરણ મામલે વધી રહી છે ચિંતાઓ
જો કૈલ્વારી ચર્ચ તેના ઉદ્દેશ્યમાં આગળ વધે તો તે ભારત માટે ચિંતાનો વિષય હશે. સરકારે જલદી ધર્માંતરણ કાર્યક્રમો બંધ કરવા પગલાં લેવા જોઈએ, નહીંતર આવા લોકો ગરીબ, વંચિત અને શોષિત લોકોને ફોસલાવીને તેમનું ધર્માંતરણ કરાવતા રહેશે.