Monday, September 23, 2024
More
    હોમપેજસ્પેશ્યલનેહરુથી લઈને એડવિના સુધીના પત્રો મ્યુઝિયમમાંથી લઈ ગયા સોનિયા ગાંધી, PMMLએ માંગ્યા...

    નેહરુથી લઈને એડવિના સુધીના પત્રો મ્યુઝિયમમાંથી લઈ ગયા સોનિયા ગાંધી, PMMLએ માંગ્યા પરત: ઇતિહાસકાર રિઝવાન કાદરીએ ઑપઇન્ડિયાને કહ્યું- રિસર્ચ માટે જરૂરી છે દસ્તાવેજો

    ઇતિહાસકાર રિઝવાન કાદરીએ સોનિયા ગાંધીનું નામ લીધા વિના ઑપઇન્ડિયાએ કહ્યું હતું કે, "કોઈપણ વ્યક્તિએ જ્યારે મ્યુઝિયમને કોઈ વસ્તુ ડોનેટ કરી દીધી હોય તો ફરી તેને કઈ રીતે અને શા માટે માંગી શકે? અમુક કારણોસર કદાચ દસ્તાવેજો લઈ લીધા હોય તો મ્યુઝિયમને અન્ય રીતે પ્રદાન કરવા પણ જરૂરી છે. "

    - Advertisement -

    અમદાવાદના ઇતિહાસકાર અને લેખક રિઝવાન કાદરીએ (Rizwad Kadri) કોંગ્રેસ નેતા સોનિયા (Sonia Gandhi) ગાંધીને પત્ર લખીને ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ સાથે સંબંધિત અંગત દસ્તાવેજોની વાપસી, તેની નકલો અથવા ડિજિટલ એક્સેસની માંગણી કરી છે. આ દસ્તાવેજોમાં નેહરુ અને જયપ્રકાશ નારાયણ, એડવિના માઉન્ટબેટન, આલ્બર્ટ આઈન્સ્ટાઈન, અરુણા આસફ અલી, વિજયા લક્ષ્મી પંડિત અને બાબુ જગજીવન રામ વચ્ચેના પત્રવ્યવહારનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી સોસાયટીના (PMML) સભ્ય કાદરીએ આ મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે, આ દસ્તાવેજો જાહેર સંશોધન અને ઐતિહાસિક અભ્યાસ માટે જરૂરી છે.

    જાણીતા ઇતિહાસકાર રિઝવાન કાદરીએ ઑપઇન્ડિયાને જણાવ્યું હતું કે, તેમણે આ પત્રમાં લખ્યું છે કે, આ દસ્તાવેજોનું ખૂબ જ ઐતિહાસિક મહત્વ છે અને તેના સુધી પહોંચ સુનિશ્ચિત કરવી ખૂબ જરૂરી છે. જેથી દેશના ઇતિહાસને સંપૂર્ણ રીતે સમજી શકાય. તેમનું કહેવું છે કે, આ દસ્તાવેજો સુધી પહોંચવાથી ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ, રાષ્ટ્રીય નિર્માણ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ વિશે મહત્વપૂર્ણ માહિતી મેળવી શકાય તેમ છે. તેમના મતે, ગાંધીજીના લખાણોનું વ્યવસ્થિત રીતે દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું છે, પરંતુ સરદાર પટેલના યોગદાનનું એટલું વ્યાપક દસ્તાવેજીકરણ નથી. તેથી નેહરુ અને તેમના પિતા મોતીલાલ નેહરુ દ્વારા મુકવામાં આવેલા દસ્તાવેજો અત્યંત મહત્વપૂર્ણ છે. રિઝવાન કાદરી દ્વારા લખાયેલા પત્રની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    કાદરીએ ઑપઇન્ડિયાને જણાવ્યું છે કે, નેહરુ પરિવારના પ્રતિનિધિ તરીકે સોનિયા ગાંધીએ 2008માં કેટલાક અંગત દસ્તાવેજો લઈ લીધા હતા. આ દસ્તાવેજો 51 બોક્સમાં હતા અને તેમાંથી કેટલાકને ખાનગી અને સરકારી દસ્તાવેજો તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. કાદરીએ આ દસ્તાવેજો PMLAને પરત કરવા અથવા તેની નકલો પ્રદાન કરવા વિનંતી કરી છે, જેથી તે સંશોધકો અને સામાન્ય લોકો માટે ઉપલબ્ધ થઈ શકે. તેમણે કહ્યું કે, જો આ દસ્તાવેજો પરત કરી શકાતા નથી, તો તેને ડિજિટલ ફોર્મેટમાં સંગ્રહિત કરી શકાય છે, જેથી કરીને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તેને સાચવી શકાય અને ઉપયોગમાં લઈ શકાય છે.

    - Advertisement -

    કાદરીએ સૂચન આપ્યું હતું કે, તેઓ આ દસ્તાવેજોને બે યોગ્ય સહાયકોની મદદથી સ્કેન કરી શકે છે, જેથી તેઓ વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી વ્યવસ્થિત અને સુરક્ષિત રહે. તેમણે કહ્યું કે, તેઓ આ પ્રક્રિયાનો ખર્ચ ઉઠાવવા તૈયાર છે અને ખાતરી પણ આપે છે કે, દસ્તાવેજોની સમયરેખામાં કોઈ ચેડાં નહીં થાય.

    આ મામલે હજુ સુધી સોનિયા ગાંધી તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. જોકે, કાદરીએ તેમના પત્રમાં આશા વ્યક્ત કરી છે કે, આ માંગ રાષ્ટ્રીય હિતમાં અને ઇતિહાસના યોગ્ય અભ્યાસ માટે કરવામાં આવી છે અને તેનો સ્વીકાર પણ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, નેહરુના યોગદાનનો નિષ્પક્ષપણે અને રાજકીય પ્રભાવથી મુક્તપણે અભ્યાસ કરવો જોઈએ, જેથી તેમની ભૂમિકાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી શકાય.

    ફેબ્રુઆરી 2023માં ઉઠ્યો હતો મુદ્દો

    નોંધવા જેવું છે કે, આ દસ્તાવેજોની વાપસીનો મુદ્દો સૌપ્રથમ ફેબ્રુઆરી 2023માં PMMLની વાર્ષિક બેઠકમાં ઉઠાવવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘની અધ્યક્ષતામાં આ બેઠક મળી હતી, જેમાં ચર્ચા કરવામાં આવી હતી કે 2008માં સોનિયા ગાંધી દ્વારા 51 બોક્સ પરત લઈ લેવામાં આવ્યા હતા. આ દસ્તાવેજોમાં નેહરુ અને એડવિના માઉન્ટબેટન વચ્ચેના પત્રવ્યવહારનો પણ સમાવેશ થાય છે, જેના વિશે ઘણી વખત પ્રશ્નો પણ ઉભા થયા છે. કેટલાક સભ્યોએ આ પત્રો પાછા લાવવાનો પણ આગ્રહ કર્યો છે અને કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજો ગુમ ન થાય તેની ખાતરી કરવા ફોરેન્સિક ઓડિટની માંગણી પણ કરી છે.

    કાદરીનું કહેવું છે કે, ઇતિહાસકારોને નહેરુ, ગાંધી અને પટેલના યોગદાનનો સાચા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ કરવાની તક મળવી જોઈએ. તેમણે તેમના પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે, સોનિયા ગાંધી દ્વારા કરાયેલી દસ્તાવેજોની વાપસી, એ તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાના સારા ઈરાદા સાથે કરવામાં આવેલું કાર્ય હતું. જોકે, હવે આ દસ્તાવેજો ઉપલબ્ધ કરાવવાનો સમય આવી ગયો છે, જેથી કરીને રાષ્ટ્રના ઇતિહાસનો વ્યાપક અભ્યાસ કરી શકાય.

    કાદરીએ એવું પણ સૂચન કર્યું છે કે, જો સોનિયા ગાંધી આ દસ્તાવેજો પરત કરવા માંગતા ન હોય તો તેઓ તેની નકલો આપી શકે છે. તેનાથી દસ્તાવેજો સુરક્ષિત પણ રહેશે અને સંશોધકોને તેનો ઉપયોગ કરવાની તક પણ મળશે. તેમણે કહ્યું કે, તેઓ આ પ્રક્રિયામાં સંપૂર્ણ મદદ કરવા માટે તૈયાર છે અને આશા છે કે સોનિયા ગાંધી આ અંગે સકારાત્મક વલણ અપનાવશે.

    ઇતિહાસકાર રિઝવાન કાદરીએ સોનિયા ગાંધીનું નામ લીધા વિના ઑપઇન્ડિયાએ કહ્યું હતું કે, “કોઈપણ વ્યક્તિએ જ્યારે મ્યુઝિયમને કોઈ વસ્તુ ડોનેટ કરી દીધી હોય તો ફરી તેને કઈ રીતે અને શા માટે માંગી શકે? અમુક કારણોસર કદાચ દસ્તાવેજો લઈ લીધા હોય તો મ્યુઝિયમને અન્ય રીતે પ્રદાન કરવા પણ જરૂરી છે. જેથી કરીને અમારી જેવા સંશોધકો તેનો અભ્યાસ કરીને મહત્વની માહિતી અને ઇતિહાસ લોકો સુધી પહોંચાડી શકે. તેથી દસ્તાવેજોની નકલ કે ડિજિટલ ફોર્મમાં પણ તે મળવું ખૂબ જરૂરી છે.”

    આ મામલો માત્ર નેહરુના અંગત દસ્તાવેજોની વાપસીનો જ નથી, પરંતુ તેનાથી સંબંધિત એક મોટો પ્રશ્ન એ છે કે, ઐતિહાસિક દસ્તાવેજોની પહોંચ કેવી રીતે સુનિશ્ચિત કરવી, જેથી રાષ્ટ્રના ઇતિહાસનો યોગ્ય રીતે અભ્યાસ કરી શકાય. કાદરી જેવા ઇતિહાસકારોનું કહેવું છે કે, આ દસ્તાવેજોનું મહત્વ એટલું છે કે, તેને માત્ર એક પરિવારની અંગત મિલકત તરીકે ન જોવું જોઈએ. તેને જાહેરમાં ઉપલબ્ધ કરાવવું રાષ્ટ્રીય હિતમાં છે અને આ દિશામાં યોગ્ય પગલાં લેવા જોઈએ.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં