તારીખ 9 સપ્ટેમ્બર, 2024ના રોજ (સોમવારે) ઑપઇન્ડિયાએ એક ઐતિહાસિક અને મહત્વપૂર્ણ ડોઝિયર રજૂ કર્યું હતું. ઑપઇન્ડિયાના ડોઝિયરમાં જણાવાયું હતું કે, કઈ રીતે વિકિપીડિયા ભારત વિરુદ્ધ લેફ્ટિસ્ટ પ્રોપગેન્ડાનું એક સાધન બની ગયું છે. 187 પાનાંના આ દસ્તાવેજમાં તથાકથિત ઓપન-સોર્સ એન્સાઈક્લોપીડિયાના વિભિન્ન પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. સાથે એવું જણાવવામાં આવ્યું હતું કે, તેના પર કેટલાક વામપંથી એડિટરોનું સંપૂર્ણ નિયંત્રણ છે. ઑપઇન્ડિયાના આ ડોઝિયરે સીધી અને સરળ રીતે વિકિપીડિયાને બેનકાબ કર્યું છે.
મહત્વનની વાત તો છે કે, જ્યારે અમારા પાઠકોએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ લિંક શૅર કરી તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મે તેને તાત્કાલિક ધોરણે હટાવી દીધી અને ફેસબુક યુઝર્સને તે લિંક શૅર ન કરવાની ચેતવણી પણ આપી દીધી. ફેસબુકે વિકિપીડિયાને બેનકાબ કરતાં ઑપઇન્ડિયાના ડોઝિયર પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકી દીધો છે!
We are unable to share it on Facebook. They are removing the post and threatening suspension.
— LB Jhansi (ఝాన్సీ) (@LBJhansi) September 10, 2024
એક યુઝર એલબી ઝાંસીએ ઑપઇન્ડિયાની લિંક પર જણાવ્યું હતું કે, ફેસબુક આ લિંકને શૅર કરવાની મંજૂરી નથી આપી રહ્યું.
અમારા એક વાંચકે ફેસબુક પર લખ્યું કે, “મેં ઑપઇન્ડિયાની વિકિપીડિયા પરની તપાસની લિંક પોસ્ટ કરી અને તરત જ મને ફેસબુક તરફથી એક સૂચના મળી કે, મારી પોસ્ટ હટાવી દેવામાં આવી છે. કારણ એવું દર્શાવ્યું કે, તે લિંકથી ફેસબુકના દિશા-નિર્દેશોનું ઉલ્લંઘન થયું છે.”
જોકે, ઘટનાને ધ્યાને લઈને જ્યારે અમે ફેસબુક પેજ પર લિંક શૅર કરવાનો પ્રયાસ કર્યો તો લિંકને તાત્કાલિક ધોરણે હટાવી દેવામાં આવી અને અમને ચેતવણી પણ આપવામાં આવી. ફેસબુકની ચેતવણીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, અમે ‘ભ્રામક રીતે’ લાઇક, ફોલો, શૅર અને વિડીયો વ્યૂ મેળવવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા, જે ફેસબુકના કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ (સામુદાયિક માનકો) વિરુદ્ધ છે.
ફેસબુકના કોમ્યુનિટી સ્ટાન્ડર્ડમાં લખવામાં આવ્યું છે કે, “કોમ્યુનિટી સ્ટાન્ડર્ડ: સ્પામ- અમે લોકોને અન્ય વેબસાઇટ પર જવા, અથવા તેના પર રહેવા માટે લોકોને ભોળવતી ભ્રામક લિંક અથવા તો કન્ટેન્ટના ઉપયોગની મંજૂરી નથી આપતા. તે વસ્તુઓના ઉદાહરણ કે જેની અમે મંજૂરી નથી આપતા – લોકોને તે જણાવવું કે, તેમણે કોઈ અન્ય સાઇટ પર કન્ટેન્ટ સુધી પહોંચવા માટે પેજને લાઇક કરવું પડશે. લોકોને સરળતાથી છોડતા અટકાવવા માટે વેબસાઇટ પર અપ્રાસંગિક પૉપ-અપ્સનો ઉપયોગ કરવો, જેમ કે ક્લિકસ્ મેળવવા માટે અમારા પ્લેટફોર્મ પર કોઈ લિંકને પૉલ અથવા વિડીયો તરીકે છુપાવવી અને સ્પામ વાંચવા માટે કહેવું. અમે ઈચ્છીએ છીએ કે, તમે તમારી અભિવ્યક્તિની સ્વતંત્રતાને અન્ય લોકો સાથે મુક્તપણે શૅર કરો. અમે કોમ્યુનિટીને સન્માનજનક અને સુરક્ષિત રાખવા માટે, માત્ર વસ્તુઓને હટાવીએ છીએ અથવા તો લોકોને પ્રતિબંધિત કરીએ છીએ.”
મૂળે હકીકત એ છે કે, ઑપઇન્ડિયાની તપાસમાં આમાંના એક પણ ‘કોમ્યુનિટી ગાઈડલાઇન અથવા તો સ્ટાન્ડર્ડ’નું ઉલ્લંઘન કરવામાં નથી આવ્યું.
શું છે ઑપઇન્ડિયાના ડોઝિયરમાં?
વિકિપીડિયા પરના ઑપઇન્ડિયાના ડોઝિયરને તે હેતુ સાથે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં તે વિસ્તૃત રીતે જણાવી શકાય કે, વિકિપીડિયા એક સ્વતંત્ર, સંપાદકીય હસ્તક્ષેપ-મુક્ત જ્ઞાનકોશ નથી. તે દુનિયાભરમાં હજારો અવેતન, જુસ્સાદાર વોલેન્ટિયરના સ્વૈચ્છિક કાર્ય પર નિર્ભર નથી. જેવો કે, વિકિપીડિયાના ફાઉન્ડેશન દ્વારા દાવો કરવામાં આવે છે.
આ ડોઝિયર ભારત, ભારતીય કાયદા અને ભારત સંબંધિત કન્ટેન્ટ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને બનાવવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ્ય વિકિપીડિયાને એક પ્રકાશક (પબ્લિકેશન) તરીકેની માન્યતા આપવા અંગે ભલામણો તૈયાર કરવાનો છે, જે પોતાના મંચ પર પ્રકાશિત તમામ કન્ટેન્ટ માટે સીધા જવાબદાર છે.
આ ડોઝિયર વિકિપીડિયા અને તેની મૂળ કંપની- વિકિમીડિયા ફાઉન્ડેશનના વિભિન્ન પાસાઓ પર સંક્ષેપમાં પ્રકાશ પાડે છે, જેથી વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા વિકિપીડિયા અંગે કરવામાં આવેલા દાવાઓને સમજવામાં આવી શકે. વિકિમીડિયા ફાઉન્ડેશને દાવા કર્યા છે કે, વિકિપીડિયા એક મુક્ત સંપાદન યોગ્ય જ્ઞાનકોશ છે, તેમાં વિશ્વસનીય સ્ત્રોતોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેમાં તટસ્થ દ્રષ્ટિકોણ બનાવી રાખવામાં આવે છે, તે દાન પર નિર્ભર છે. આવા અનેક દાવાઓની વાસ્તવિકતા પર આ ડોઝિયર પ્રકાશ પાડે છે.
ડોઝિયરમાં વિકિમીડિયા ફાઉન્ડેશનને મળતા ફંડ, જે સંસ્થાઓ તેને ફંડ આપે છે તે અને જે સંસ્થાઓ અને NGOને તે પોતે ફંડ આપે છે તેના પર ગહન વિચાર કરવામાં આવ્યો છે. તે સિવાય, ડોઝિયરનો ઉદ્દેશ્ય તે સમજાવવાનો છે કે, વિકિમીડિયા ફાઉન્ડેશન ભારતમાં પોતાની ઉપસ્થિતિ બનાવી રાખ્યા વિના, ભારતમાં જ કેવી રીતે કામ કરી રહ્યું છે અને પોતાના વ્યાવસાયિક લક્ષ્યો માટે વિભિન્ન સંસ્થાનોને કેવી રીતે ફંડ આપી રહ્યું છે.