લોકસભા ચૂંટણીઓ સાથે-સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ હતી. તમામ ચૂંટણીઓના પરિણામ લોકસભાના પરિણામો સાથે એટલે કે 4 જૂને જ આવશે. પરંતુ આ બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ્સ સામે આવી ચુક્યા છે. બંને રાજ્યોમાં કઈ પાર્ટીને કેટલી બેઠકો મળશે, કે પછી કેટલો વોટ શેર મળશે તે વિશે ઇન્ડિયા ટુડે અને માય એક્સીસ માય ઇન્ડીયાના એક્ઝિટ પોલ્સમાં અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
સહુથી પહેલા ઓડિશાની વાત કરીએ તો એક્ઝિટ પોલ્સ અનુસાર ભાજપ અને BJD ને 62થી 80 બેઠકો મળવાની શક્યતાઓ છે. સાથે જ કોંગ્રેસને 5 થી 8 બેઠકો મળે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ઓડિશામાં ભાજપ અને BJD બંનેને 42-42 ટકા વોટ શેર મળ્યા છે. ઓડિશામાં 72 બેઠક બહુમતનો આંકડો છે. રાજ્યમાં અન્ય પાર્ટીઓને 0 બેઠક મળવાનો અંદાજો લગાવવામાં આવ્યો છે.
ઓડિશામાં ભાજપનો 42 ટકા વોટશેર ગ્રામ્ય વિસ્તારમાંથી મળ્યો છે, તો શહેરી ક્ષેત્રમાંથી 40 ટકા વોટશેર મળ્યો છે. કોંગ્રેસને ગ્રામીણ વિસ્તારમાંથી 12 ટકા જ વોટશેર મળ્યો છે, તો શહેરી વિસ્તારમાંથી માત્ર 11 ટકા જ વોટશેર કોંગ્રેસના ખાતે આવ્યો છે. જો BJDની વાત કરીએ તો તેને પણ ગ્રામીણ વિસ્તારમાંથી 24 ટકા અને શહેરી વિસ્તારમાંથી 44 ટકા વોટશેર મલ્ય્પ્પ છે.
શું કહે છે આંધ્રપ્રદેશના એક્ઝિટ પોલ્સ?
હવે વાત કરીએ આંધ્રપ્રદેશની. ઇન્ડિયા ટુડે અને માય એક્સીસ માય ઇન્ડીયાના એક્ઝિટ પોલ્સમાં આન્ધ્રપ્રદેશમાં NDA ગઠબંધનને બહુમત મળવાની સંભાવનાઓ દર્શાવાઈ છે. કૂલ 175 બેઠકો પરથી NDAના ખાતે 98 થી 120 બેઠકો મળી શકે છે. બીજી તરફ YSRCPને માત્ર 55 થી 96 બેઠકો પર જ સંતોષ માનવો પડી શકે છે. એક્ઝિટ પોલ્સ મુજબ ભાજપને 4 થી 6 તો DTPને 78 થી 96 બેઠક મળવાની સંભાવના છે. સાથે જ JSPને 16 થી 18 અને કોંગ્રેસને 0 થી 2 બેઠકો મળી શકે તેવી સંભાવનાઓ દર્શાવવામાં આવી છે.
વોટશેરની વાત કરીએ તો આંધ્રપ્રદેશમાં ગ્રામીણ વિસ્તારોમાં NDAને 53 ટકા તો શહેરી ક્ષેત્રમાં 50 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. YSRCPની વાત કરીએ તો તેને ગ્રામીણ વિસ્તારમાં 45 ટકા અને શહેરી વિસ્તારમાં 42 ટકા વોટ મળી શકે છે. NDA ગઠબંધનની વાત કરીએ તો ભાજપ અને DTP તેમજ પવન કલ્યાણની જનસેના ભેગા મળીને ચૂંટણી લડી રહ્યા છે.