Wednesday, September 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટNEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રાલયે બનાવી ઉચ્ચસ્તરીય કમિટી: ISROના પૂર્વ અધ્યક્ષ અને...

    NEET વિવાદ વચ્ચે શિક્ષણ મંત્રાલયે બનાવી ઉચ્ચસ્તરીય કમિટી: ISROના પૂર્વ અધ્યક્ષ અને AIIMSના પૂર્વ ડાયરેક્ટરનો સમાવેશ, 2 મહિનામાં સોંપશે રિપોર્ટ

    શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી આ ઉચ્ચસ્તરીય કમિટી NTAમાં દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓ તેમજ NEET પરીક્ષાને લઈને NTAની હાલની ફરિયાદ નિવારણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરશે. જ્યાં સુધારો કરવાની જરૂર છે, તેની ઓળખ કરવામાં આવશે.

    - Advertisement -

    NEET પરીક્ષામાં ગેરરીતિને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે NEET UG 2024 પરીક્ષામાં ગેરરીતિ અંગે NTAના કેસમાં ઉચ્ચસ્તરીય કમિટી બનાવી છે. મંત્રાલયે પરીક્ષાઓ પારદર્શક, સુચારુ અને નિષ્પક્ષ રીતે યોજાય તે માટે નિષ્ણાંતોની આ ઉચ્ચસ્તરીય સમિતિ બનાવી છે. ISROના પૂર્વ અધ્યક્ષ અને IIT કાનપુર BoGના અધ્યક્ષ ડૉ. કે. રાધાકૃષ્ણનની અધ્યક્ષતાવાળી ઉચ્ચસ્તરીય સમિતિ પરીક્ષા પ્રક્રિયાની સિસ્ટમમાં સુધારો, ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધારો અને NTAની સંરચના અને કાર્યપ્રણાલી અંગેની ભલામણો કરશે.

    શિક્ષણ મંત્રાલયે ગઠિત કરેલી આ ઉચ્ચસ્તરીય કમિટી NTAમાં દરેક સ્તરે અધિકારીઓની ભૂમિકા અને જવાબદારીઓ તેમજ NEET પરીક્ષાને લઈને NTAની હાલની ફરિયાદ નિવારણ પ્રક્રિયાનું મૂલ્યાંકન કરશે. જ્યાં સુધારો કરવાની જરૂર છે, તેની ઓળખ કરવામાં આવશે અને તેની કાર્યક્ષમતા વધારવા માટેની ભલામણ પણ કમિટી દ્વારા કરવામાં આવશે. કમિટી 2 મહિનાની અંદર મંત્રાલયને પોતાનો રિપોર્ટ સોંપશે.

    શિક્ષણ મંત્રાલય દ્વારા રચાયેલી ઉચ્ચસ્તરીય સમિતિમાં અધ્યક્ષ તરીકે ISROના પૂર્વ અધ્યક્ષ ડૉ. રાધાકૃષ્ણનની નિમણૂક કરવામાં આવી છે. તે સાથે તેમાં 6 સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં AIIMS દિલ્હીના પૂર્વ ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાનું નામ સામેલ છે. હૈદરાબાદ સેન્ટ્રલ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર બી.જે. રાવને પણ સમિતિમાં સ્થાન મળ્યું છે. IIT મદ્રાસ સિવિલ એન્જિનિયરિંગ વિભાગના પ્રોફેસર એમેરેટસ પ્રો. રામામૂર્તિ પણ સમિતિના સભ્ય છે. પંકજ બંસલ, સહ-સ્થાપક, પીપલ સ્ટ્રોંગ અને બોર્ડ મેમ્બર – કર્મયોગી ભારત પણ આ સમિતિમાં સામેલ છે. સમિતિમાં IIT દિલ્હીના ડીન સ્ટુડન્ટ અફેર્સ આદિત્ય મિત્તલ પણ સામેલ છે. શિક્ષણ મંત્રાલયના સંયુક્ત સચિવ ગોવિંદ જયસ્વાલને પણ સભ્ય સચિવ તરીકે સામેલ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    કમિટી આ મુદ્દાઓ પર કરશે ભલામણ

    પરીક્ષા પ્રક્રિયાની સિસ્ટમમાં સુધારો- સમગ્ર પરીક્ષા પ્રક્રિયાનું વિશ્લેષણ કરવું અને સિસ્ટમની કાર્યક્ષમતામાં સુધારો કરવા તથા કોઈપણ સંભવિત ઉલ્લંઘનને રોકવા માટે પગલાં સૂચવવા.

    NTA પ્રોટોકોલ્સની સંપૂર્ણ સમીક્ષા અને દરેક સ્તરે અનુપાલન સુનિશ્ચિત કરવા માટે મોનિટરિંગ મિકેનિઝમ્સની સાથે આ પ્રક્રિયાઓ/પ્રોટોકોલને મજબૂત કરવાનાં પગલાં સૂચવવા.

    ડેટા સુરક્ષા પ્રોટોકોલમાં સુધાર- NTAની હાલની ડેટા સુરક્ષા પ્રક્રિયાઓ અને પ્રોટોકોલ્સનું મૂલ્યાંકન કરવું અને તેના સુધારણા માટેના પગલાં સૂચવવા.

    વિવિધ પરીક્ષાઓ માટે પેપર-સેટિંગ અને અન્ય પ્રક્રિયાઓ સંબંધિત હાલના સુરક્ષા પ્રોટોકોલ્સનું પરીક્ષણ કરવું અને સિસ્ટમની મજબૂતાઈ વધારવા માટે ભલામણો કરવી.

    NTAની સંરચના અને કાર્યપ્રણાલી- NTAની હાલની ફરિયાદ નિવારણ પદ્ધતિનું મૂલ્યાંકન કરવું, સુધારણાના ક્ષેત્રોને ઓળખવા અને તેની કાર્યક્ષમતા વધારવા માટે ભલામણો કરવી. શિક્ષણ મંત્રાલયની આ સમિતિ બે મહિનામાં તેનો રિપોર્ટ મંત્રાલયને સુપરત કરશે. આ સાથે કમિટી મદદ માટે કોઈપણ વિષયના નિષ્ણાંતને સામેલ કરી શકે છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં