18મી લોકસભાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. અનેક ચૂંટાયેલા સાંસદોએ દરમિયાન શપથ લઈને સંસદની કાર્યવાહી આગળ ધપાવી હતી. તેવામાં AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે સપથ લીધા હતા. પરંતુ આ શપથ લેતી વખતે તેમણે કરેલી હરકત હવે વિવાદનું કારણ બની છે. અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે સપથ લેતી વખતે જય ભીમ-જય મિમ પછી જય પેલેસ્ટાઇન કહ્યું હતું.
અસદુદ્દીન ઓવૈસીએ સાંસદ તરીકે શપથ લેતી વખતે જય ભીમ-જય મિમ પછી જય પેલેસ્ટાઇન કહેતા વિવાદ થઈ ગયો હતો. વાસ્તવમાં જયારે પ્રોટેમ સ્પીકરે ઓવૈસીને શપથ લેવા બોલાવ્યા, ત્યારે તેમણે બિસ્મિલ્લાહ પઢીને શપથ લેવાની શરૂઆત કરી હતી. તેમણે શપથ લીધા બાદ તેમણે જય ભીમ, જય મિમ, જય તેલંગાણા અને અંતમાં જય પેલેસ્ટાઇન કહીને શપથ પૂર્ણ કરી હતી.
#WATCH | AIMIM president and MP Asaduddin Owaisi takes oath as a member of the 18th Lok Sabha; concludes his oath with the words, "Jai Bhim, Jai Meem, Jai Telangana, Jai Palestine" pic.twitter.com/ewZawXlaOB
— ANI (@ANI) June 25, 2024
અસદુદ્દીન ઓવૈસીના જય પેલેસ્ટાઇન બોલવા પર સાંસદ શોભા કરંદલાજેએ વાંધો ઉઠાવ્યો હતો. આ પછી સંસદના અન્ય સભ્યોએ પણ આ મામલે આપત્તિ જતાવી. વિવાદ વકરતો જોઇને પીઠ પર બેઠેલા રાધા મોહન સિંઘે અસદુદ્દીન ઓવૈસીના શપથ ગ્રહણને રેકોર્ડ પરથી હટાવી દેવાના આદેશ આપી દીધા હતા. જોકે તે પહેલા જ આ વિડીયો અલગ-અલગ મીડિયા પ્લેટફોર્મ મારફતે વાયરલ થઈ ગયો હતો.
નોંધનીય છે કે ગત 24 જૂનના રોજ 18મી લોકસભાના પ્રથમ સ્તરની શરૂઆત થઈ હતી. દરમિયાન પીએમ મોદી, તેમના મંત્રી પરિષદના સભ્યો તેમજ અન્ય નીર્વાચીન સાંસદોએ સદનના સભ્યના રૂપમાં શપથ લીધા. કાર્યવાહ અધ્યક્ષ (પ્રોટેમ સ્પીકર) ભર્તુહરી મહતાબે સદનની કાર્યવાહીનું સંચાલન કર્યું અને સદસ્યોને શપથ અપાવડાવી હતી.