Friday, November 22, 2024
More
    હોમપેજફેક્ટ-ચેકકોંગ્રેસના મુસ્લિમ નેતાએ મક્કા જઈ કાબા સામે કર્યો રાહુલ ગાંધીનો પ્રચાર… પોલીસે...

    કોંગ્રેસના મુસ્લિમ નેતાએ મક્કા જઈ કાબા સામે કર્યો રાહુલ ગાંધીનો પ્રચાર… પોલીસે માર્યા 99 કોરડા, 8 મહિનાની સજા: જાણીએ આ સમાચારની વાસ્તવિકતા

    રજા કાદરીએ આગળ જણાવ્યું કે તેમને ઢાબાહાન જેલમાં 6 મહિના રાખ્યા બાદ અન્ય એક શુંમૈસી ડિટેનશન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા. તેણે કહ્યું કે આ સેન્ટરમાં ગયા પહેલા તેમની માનસિક હાલત ખુબ બગડી ગઈ હતી. તેણે એમ પણ કહ્યું કે આ જગ્યા અને તેનો માહોલ બન્ને નરક કરતા પણ ખરાબ હતા. અહીં ભારતીયો મુસ્લિમોને ખુબ જ ખરાબ અને ગંદી હાલતમાં રાખવામાં આવે છે.

    - Advertisement -

    સોશિયલ મીડિયામાં દાવા કરવામાં આવી રહ્યા છે કે કોંગ્રેસ સાથે જોડાયેલા એક ભારતીય મુસ્લિમને સાઉદી અરબમાં 99 કોરડા મારવાની સજા આપવામાં આવી. કોરડા ખાતી વખતે અધવચ્ચે જ જો આ વ્યક્તિ બેભાન થઇ જાય તો તેને એક અઠવાડિયાની રાહત આપી ફરી 99 કોરડા મારવાનું શરુ કરવામાં આવતું. દાવો કરવાવાળા લોકોએ એમ પણ કહ્યું કે કોંગ્રેસના આ મુસ્લિમ નેતાને મક્કામાં 2 મહિના જેલમાં પણ રાખવામાં આવ્યો હતો.

    આ વ્યક્તિ પોતાના દાદીને લઈને હજ કરવા ગયો હતો અને ત્યાં તેણે કાબાની સામે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું પોસ્ટર લહેરાવ્યું હતું. જે વ્યક્તિ વિશે આ પ્રકારના દાવા કરવામાં આવી રહ્યા છે, તેનું નામ રજા કાદરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેઓ યુથ કોંગ્રેસના નેતા છે. મક્કામાં ભારત જોડો યાત્રાનું પોસ્ટર લહેરાવવા બદલ તેમ ને 8 મહિના જેલમાં રહેવું પડ્યું અને ગત 4 ઓકટોબરના રોજ તે ભારત પરત આવ્યા છે.

    જોકે સોશિયલ મીડિયા પર કોરડા ફટકારવા અને જેલ જવાને લઈને જે દાવા કરવામાં આવી રહ્યા છે, તે પુરેપુરા સાચા નથી. આ ઘટના 8 મહિના જૂની એટલે કે જાન્યુઆરી 2023ની છે. ભારત જોડો યાત્રાના કારણે રજાને સાઉદી અરબની જેલમાં રહેવું પડ્યું હતું તે વાત સાચી છે. પરંતુ આ અવધી 2 નહીં પણ 8 મહિનાની હતી. બીજી તરફ રજા કાદરીએ ક્યાય પણ કોરડા મારવાનો ઉલ્લેખ નથી કર્યો.

    - Advertisement -

    મીડિયા અહેવાલો અનુસાર ઘટના જાન્યુઆરી 2023ની છે. તે સમયે રજા પોતાના દાદીને લઈને સાઉદી અરબ ગયા હતા. રજા મધ્યપ્રદેશના નિવાડી જિલ્લાના યુથ કોંગ્રેસ અધ્યક્ષ છે. તેમણે 25 જાન્યુઆરીએ મક્કાની અલ હરમ મસ્જિદમાં કાબાની સામે ભારત જોડો યાત્રાનું પોસ્ટર લહેરાવ્યું હતું. તેના ફોટા પડાવ્યા બાદ આ ફોટા સોશિયલ મીડિયા પર પણ મુક્યા હતા.

    ત્યાર બાદ 26 જાન્યુઆરીની રાત્રે સાઉદી પોલીસના કેટલાક લોકો તેમની હોટલ પર પહોંચ્યા હતા. તેમને કહેવામાં આવ્યું હતું કે તેઓ વિઝા કંપની તરફથી આવ્યા છે અને તેમની પૂછપરછ કરવા માંગે છે. ત્યારબાદ તેમને બેભાન કરીને તેમની ધરપકડ કરવામાં આવી હતી. ભાનમાં આવ્યા બાદ તેમને ખબર પડી હતી કે જે લોકો આવ્યા હતા તે સાઉદી પોલીસના કર્મચારી હતા.

    કોંગ્રેસના મુસ્લિમ નેતાને મક્કામાં કાબા સામે પોસ્ટર લહેરાવવા બદલ કહેવામાં આવ્યું હતું કે મસ્જિદની અંદર કોંગ્રેસનું પોસ્ટર ફરકાવીને તેમણે સાઉદી અરબના કાયદાનો ભંગ કર્યો છે. જોકે, રજા કાદરીએ સાઉદી પોલીસને કહ્યું હતું કે તેમને આ નિયમ વિષે જાણકારી નહોતી. સાઉદી પોલીસે કેટલાક વીડિયોના આધારે રજાને કહ્યું હતું કે તે એક રાજનૈતિક એજન્ટ છે. ત્યારબાદ રજાને ઢાહબાનની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.

    આ વિશે રજાએ દૈનિક ભાસ્કરને જણાવ્યું હતું કે તેમને જેલમાં જમવા માટે સવારે અને સાંજે બ્રેડના માત્ર 2 ટુકડા મળતા હતા. તેમને જેલમાં એક અંધારા ઓરડામાં 2 મહિના સુધી રાખવામાં આવ્યા અને બાદમાં પોલીસ તેમની પૂછપરછ કરવા લાગી. સાઉદી પોલીસે આખી રાત જગાડીને લાઈ ડિટેકટર ટેસ્ટ દ્વારા પૂછપરછ કરતી રહી હતી.

    રજા કાદરીએ આગળ જણાવ્યું કે તેમને ઢાબાહાન જેલમાં 6 મહિના રાખ્યા બાદ અન્ય એક શુંમૈસી ડિટેનશન સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા. તેણે કહ્યું કે આ સેન્ટરમાં ગયા પહેલા તેમની માનસિક હાલત ખુબ બગડી ગઈ હતી. તેણે એમ પણ કહ્યું કે આ જગ્યા અને તેનો માહોલ બન્ને નરક કરતા પણ ખરાબ હતા. અહીં ભારતીયો મુસ્લિમોને ખુબ જ ખરાબ અને ગંદી હાલતમાં રાખવામાં આવે છે.

    તેમણે આગળ જણાવ્યું કે થોડા દિવસો બાદ એક એજન્ટ તેમને મળવા માટે આવ્યો. આ એજન્ટને તેના જ પરિવાર દ્વારા મોકલવામાં આવ્યો હતો. આ એજન્ટના પ્રયાસો બાદ ઓકટોબર 2023માં સાઉદીની જેલમાંથી તેમને મુક્ત કરવામાં આવ્યા. રજાને અનેક પ્રકારની માનસિક પ્રતાડના આપવામાં આવી હતી, પરંતુ કોરડા મારવાની વાત સામે નથી આવી અને આ સંબંધે રજાએ પણ ક્યારેય કોઈ જ ઉલ્લેખ નથી કર્યો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં