Friday, November 22, 2024
More
    હોમપેજદેશકર્ણાટકની કોંગ્રેસ સરકાર હવે હિજાબ પરનો પ્રતિબંધ હટાવશે, ભાજપે કહ્યું- ઝેરનાં બી...

    કર્ણાટકની કોંગ્રેસ સરકાર હવે હિજાબ પરનો પ્રતિબંધ હટાવશે, ભાજપે કહ્યું- ઝેરનાં બી વાવવાનું કામ કરી રહ્યા છે CM સિદ્ધારમૈયા

    આ વર્ષે ઓકટોબર મહિનામાં જ કર્ણાટકની કોંગ્રેસ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી. ત્યારથી એવી રાજકીય અટકળો ચાલી રહી હતી કે, કર્ણાટક સરકાર રાજ્યમાં હિજાબ પર લગાયેલા પ્રતિબંધને હટાવશે.

    - Advertisement -

    કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને પરત ખેંચવા જઈ રહી છે. જાણવા મળી રહ્યું છે કે, કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિજાબ પરના પ્રતિબંધને પરત ખેંચવાના નિર્દેશ આપ્યા છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં આવેલી સ્કૂલો અને કોલેજોમાં હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવવા માટે અધિકારીઓને નિર્દેશ અપાયા છે. કર્ણાટક ભાજપે આ બાબતે કોંગ્રેસના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું છે.

    શુક્રવારે (22 ડિસેમ્બર) કર્ણાટકના કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ હિજાબ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પરત ખેંચવા માટેના નિર્દેશ જારી કર્યા છે. તેમનું કહેવું છે કે, કોઈપણ વ્યક્તિને તેની પસંદના કપડાં પહેરવાનો અધિકાર છે. તેમણે વધુમાં કહ્યું, “દરેક વ્યક્તિએ તેને ગમતા કપડાં પહેરવાનો અધિકાર છે. મે કર્ણાટકમાં હિજાબ પર લગાવાયેલા પ્રતિબંધને હટાવવા માટે નિર્દેશ આપ્યા છે. PM મોદીનો ‘સૌનો સાથ, સૌનો વિકાસ’નો નારો નકલી છે.” તેમણે ભાજપ પર આરોપ લગાવતા કહ્યું, “ભાજપ પરિધાન અને જાતિના આધારે લોકો અને સમાજને તોડવાનું કામ કરી રહી છે.”

    નોંધનીય છે કે, આ વર્ષે ઓકટોબર મહિનામાં જ કર્ણાટકની કોંગ્રેસ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દરમિયાન વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની મંજૂરી આપી હતી. ત્યારથી એવી રાજકીય અટકળો ચાલી રહી હતી કે, કર્ણાટક સરકાર રાજ્યમાં હિજાબ પર લગાયેલા પ્રતિબંધને હટાવશે. જે બાદ શુક્રવારે (22 ડિસેમ્બર) કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ હિજાબ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને પરત ખેંચવાના નિર્દેશ કર્યા છે.

    - Advertisement -

    કર્ણાટક ભાજપે સાધ્યું નિશાન

    બીજી તરફ ભાજપે કર્ણાટકમાં હિજાબ પરના પ્રતિબંધ હટાવવા મુદ્દે કર્ણાટકની કોંગ્રેસ સરકાર પર નિશાન સાધ્યું છે. કર્ણાટક ભાજપે તેના ઓફિશિયલ X હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું કે,, “સિદ્ધારમૈયાની ગેરંટી તમામ જાતિઓ વચ્ચે રહેલા શાંતિના બગીચામાં ધર્મનાં ઝેરીલાં બીજ વાવવાની છે. બાળકોમાં સમાનતા સુનિશ્ચિત કરવા માટે સ્કૂલો અને કોલેજોમાં એક સમાન નીતિ લાગુ કરવામાં આવી છે. આ નીતિને સુપ્રીમ કોર્ટે પણ માન્ય ગણી છે.”

    ભાજપે વધુમાં લખ્યું કે, “પરંતુ મુખ્યમંત્રી પોશાકના મુદ્દાને લઈને સ્કૂલના વિદ્યાર્થીઓના મનમાં મતભેદ પેદા કરી રહ્યા છે. સિદ્ધારમૈયા PFIના ગુંડા અને લઘુમતીઓને ખુશ કરવા માટે, વોટ બેન્ક માટે બંધારણમાં જ સંશોધન કરવા જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં જનતા પોતે જ તેમને પાઠ ભણાવશે.”

    ઉલ્લેખનીય છે કે ગત વર્ષે કર્ણાટકમાં હિજાબને લઈને મોટો વિવાદ થયો હતો. અમુક શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરીને આવતી રોકવામાં આવતાં સમગ્ર રાજ્યમાં મુદ્દો ચગ્યો હતો. સંસ્થાઓનું કહેવું હતું કે તેમના ચોક્કસ યુનિફોર્મ છે અને દરેક વિદ્યાર્થી તેનું પાલન કરે તે જરૂરી છે. પછીથી મામલો હાઇકોર્ટ સુધી પહોંચ્યો હતો. હાઈકોર્ટે આદેશને યથાવત રાખતાં કહ્યું હતું કે હિજાબ એ જરૂરી ઇસ્લામી પ્રથાનો ભાગ નથી. ત્યારબાદ મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો હતો, જ્યાં બે અલગ-અલગ ચુકાદા અપાતાં મોટી બેન્ચને રિફર કરવામાં આવ્યો હતો.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં