Friday, July 5, 2024
More
    હોમપેજરાજકારણ'કોંગ્રેસ ઇકોસિસ્ટમને હવે તેની જ ભાષામાં મળશે જવાબ': સંસદમાં વિપક્ષ પર ગરજ્યા...

    ‘કોંગ્રેસ ઇકોસિસ્ટમને હવે તેની જ ભાષામાં મળશે જવાબ’: સંસદમાં વિપક્ષ પર ગરજ્યા PM મોદી, કહ્યું- દેશવિરોધી ષડયંત્રોને ક્યારેય નહીં સ્વીકારાય

    વડાપ્રધાને કહ્યું કે, "ઇકોસિસ્ટમે નક્કી કરી લીધું કે, દેશની પ્રગતિને પાછળ ધકેલી દઈશું, હું આજે આ ઇકોસિસ્ટમને જણાવી દેવા માંગુ છું કે, તેના દરેક ષડયંત્રનો જવાબ હવે તેની જ ભાષામાં આપવામાં આવશે. આ દેશવિરોધી ષડયંત્રો ક્યારેય સ્વીકારી શકાશે નહીં."

    - Advertisement -

    PM મોદી મંગળવારે (2 જુલાઇ) લોકસભામાં સંબોધન માટે પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો હતો. સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર જોરદાર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીને લઈને તેમણે અધ્યક્ષને કહ્યું હતું કે, વિપક્ષના નેતાને બાળકબુદ્ધિ ગણીને માફ કરવા ગંભીર વિષય છે. તેમના વિરુદ્ધ કાર્યવાહી થવી જરૂરી છે. આ સાથે જ તેમણે આખી કોંગ્રેસ ઇકોસિસ્ટમને પણ ચેતવણી આપી હતી કે, હવે તેને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. તે ઉપરાંત અનેકવિધ મુદ્દાઓ પર વડાપ્રધાન મોદીને તર્કસંગત ભાષણ આપ્યું હતું.

    PM મોદી લગભગ 2 કલાકથી વધુ સમય સુધી સંસદમાં સતત બોલતા રહ્યા હતા અને તમામ પાસાઓ પર ઉત્તર આપતા રહ્યા હતા. તેમણે કોંગ્રેસ ઇકોસિસ્ટમને ચેતવણી આપતા કહ્યું કે, “2014માં સરકારમાં આવ્યા બાદ દેશ સામે સૌથી મોટો પડકાર કોંગ્રેસની સાથે કોંગ્રેસની ઇકોસિસ્ટમ પણ હતી. કોંગ્રેસની મદદથી આ ઇકોસિસ્ટમ 70 વર્ષો સુધી ફળીફૂલી છે. હું આજે આ ઇકોસિસ્ટમને ચેતવણી આપું છું, હું આ ઇકોસિસ્ટમને ચેતવવા માંગુ છું કે, આ ઇકોસિસ્ટમની જે હરકતો છે, જે રીતે ઇકોસિસ્ટમે નક્કી કરી લીધું છે કે, દેશની વિકાસયાત્રાને રોકી દઈશું.”

    વડાપ્રધાને વધુમાં કહ્યું કે, “ઇકોસિસ્ટમે નક્કી કરી લીધું કે, દેશની પ્રગતિને પાછળ ધકેલી દઈશું, હું આજે આ ઇકોસિસ્ટમને જણાવી દેવા માંગુ છું કે, તેના દરેક ષડયંત્રનો જવાબ હવે તેની જ ભાષામાં આપવામાં આવશે. આ દેશવિરોધી ષડયંત્રો ક્યારેય સ્વીકારી શકાશે નહીં. આ એવો સમય છે જ્યાં દુનિયા ભારતની પ્રગતિને ખૂબ ગંભીરતાથી લઈ રહી છે. હવે ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. 140 કરોડ દેશવાસીઓએ 5 વર્ષ માટે પોતાનો નિર્ણય અને જનાદેશ આપ્યો છે. જરૂરી છે કે, વિકસિત ભારતના નિર્માણ માટે આ સંકલ્પને સિદ્ધિમાં બદલવા માટે, આ સદનના તમામ માનનીય સભ્યોનું યોગદાન હોવું જોઈએ.”

    - Advertisement -

    વડાપ્રધાન મોદીએ વધુમાં કહ્યું કે, આજના સમયમાં પોઝિટિવ પોલિટીક્સ ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું, “હું INDI ગઠબંધનના લોકોને કહેવા માંગુ છું કે ચાલો આપણે ગુડ ગવર્નન્સ માટે સ્પર્ધા કરીએ, તે દેશ માટે પણ સારું રહેશે અને તમારા માટે પણ સારું રહેશે. તમે સારા કામ માટે NDA સાથે સ્પર્ધા કરો. તમે રીફોર્મ્સના મામલે, જ્યાં-જ્યાં તમારી સરકાર છે, ત્યાં વિદેશી રોકાણને વધારો, તેના માટે ભાજપની સરકારો સાથે સ્પર્ધા કરો.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં