Thursday, July 18, 2024
More
  હોમપેજન્યૂઝ રિપોર્ટઈદગાહના દરવાજા હટાવવા પર હિંસા: કટ્ટરપંથી ટોળાંએ દુકાન-ટ્રેક્ટર સળગાવ્યાં, પોલીસ પર કર્યો...

  ઈદગાહના દરવાજા હટાવવા પર હિંસા: કટ્ટરપંથી ટોળાંએ દુકાન-ટ્રેક્ટર સળગાવ્યાં, પોલીસ પર કર્યો પથ્થરમારો; જોધપુરમાં કલમ 144 લાગુ, 51ની ધરપકડ

  ઘટના અને વિવાદથી પરિચિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈદગાહની પાછળની દીવાલ પર દરવાજાને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કારણ કે, સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, તેના નિર્માણમાં સ્થાનિક નગરપાલિકાના કાયદાકીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી.

  - Advertisement -

  રાજસ્થાનના જોધપુરમાં સુરસાગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હિંસા ફાટી નીકળી હતી, ત્યારબાદ તે વિસ્તારમાં કલમ 144 લગાવવી પડી હતી. આ વિવાદ ઈદગાહના દરવાજાને હટાવવાને લઈને શરૂ થયો હતો. પરંતુ આ પછી આગચંપી અને પથ્થરમારો શરૂ થયો હતો. મામલો ઉગ્ર બનતા બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો હતો. દુકાન અને ટ્રેક્ટરને આગ ચાંપી દીધી હતી. બચાવ કરવા આવેલા પોલીસકર્મીઓને પણ ઈજાઓ થઈ હતી. હિંસામાં 12થી વધુ લોકો પણ ઘાયલ થયા હતા. આખરે પોલીસે લાઠીચાર્જ કરીને સ્થિતિ સંભાળવી પડી હતી.

  શુક્રવારે (21 જૂન, 2024) રાત્રે 10 વાગ્યે બનેલી આ ઘટનાના સંબંધમાં પોલીસે 51 આરોપીઓની ધરપકડ કરી છે. પથ્થરમારામાં ચૌપસાની હાઉસિંગ બોર્ડ પોલીસ સ્ટેશનના SHO નીતિન દવે પણ ઘાયલ થયા હતા. આવી સ્થિતિમાં, બીજા દિવસે સવારથી જ અહીં પોલીસના કાફલા ખડકી દેવામાં આવ્યા હતા, જેથી કોઈપણ તણાવપૂર્ણ પરિસ્થિતિનો સામનો કરી શકાય. જોધપુરમાં પ્રતાપનગર સર્કલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને અન્ય 6 પોલીસ સ્ટેશન વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. રાજરામ સર્કલ વિસ્તારમાં આવેલી ઈદગાહના મુખ્ય દરવાજા પાસે કેટલીક દુકાનો છે. પાછળની દીવાલના દરવાજા હટાવવાને લઈને હિંસા ફાટી નીકળી હતી.

  બે દિવસ પહેલાં ઈદગાહની પાછળની દિવાલ પરથી બે દરવાજા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે કોલોનીમાં રહેતા કેટલાક લોકોએ તેનો વિરોધ કર્યો હતો. કામ શરૂ થયા બાદ પણ બે વખત હિંદુ-મુસ્લિમ વિવાદ થયો હતો, પરંતુ પોલીસની પહેલને કારણે મામલો શાંત પડ્યો હતો. ફરીથી કોલોનીના લોકો ગેટ હટાવવાની કામગીરી અટકાવવા માટે નીકળી આવ્યા હતા. આ પછી હિંદુ પક્ષ પણ ત્યાં પહોંચી ગયો અને બોલાચાલી શરૂ થઈ હતી, જે બાદમાં હિંસામાં ફેરવાઈ ગઈ.

  - Advertisement -

  પોલીસે આરોપીઓની ધરપકડ કરતાં વિરોધનો પણ સામનો કરવો પડ્યો હતો. પોલીસે લોકોને હાલ ઘરની બહાર ન નીકળવા સૂચના આપી છે. હિંસામાં એક પોલીસ જીપને પણ નુકસાન થયું છે. ભીડને વિખેરવા માટે પોલીસે ટીયર ગેસના સેલનો પણ ઉપયોગ કરવો પડ્યો હતો. બંને તરફથી એક-એક FIR નોંધવામાં આવી છે. સુરસાગરના ધારાસભ્ય દેવેન્દ્ર જોશી અને શહેરના ધારાસભ્ય અતુલ ભણસાલીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને મુખ્યમંત્રી ભજનલાલ શર્માને પરિસ્થિતિ વિશે જાણ કરી હતી. જણાવવામાં આવી રહ્યું છે કે ઈદગાહના દરવાજાને લઈને સગીર બાળકો વચ્ચેની લડાઈ એટલી વધી ગઈ કે સ્થિતિ અહીં સુધી પહોંચી ગઈ હતી.

  પોલીસ કમિશનર રાજેન્દ્ર સિંઘે આ ઘટના વિશે જણાવતા કહ્યું કે, “સ્થિતિ નિયંત્રણ હેઠળ છે અને આખા વિસ્તારમાં પોલીસ કાફલા ખડકી દેવામાં આવ્યા છે. અમે જોધપુરમાં કલમ 144 લાગુ કરી દીધી છે અને હમણાં સુધીમાં 51 લોકોની ધરપકડ પણ કરી લીધી છે. ઉપદ્રવીઓની ઓળખ અને ધરપકડ FIRમાં નોંધવામાં આવેલા નામોને આધારે કરવામાં આવી રહી છે.” તેમણે કહ્યું કે, શનિવારે (22 જૂન) અન્ય કોઈપણ જગ્યાએ હિંસાના સમાચાર સામે આવ્યા નથી. તેથી સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.

  આ ઘટના અને વિવાદથી પરિચિત પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે, ઈદગાહની પાછળની દીવાલ પર દરવાજાને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કારણ કે, સ્થાનિક લોકોએ આરોપ લગાવ્યો છે કે, તેના નિર્માણમાં સ્થાનિક નગરપાલિકાના કાયદાકીય પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નથી. આ જ વિવાદમાં શુક્રવારે ઈદગાહમાંથી પથ્થરમારો થયો હતો. જોકે, પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

  - Advertisement -
  Join OpIndia's official WhatsApp channel

  સંબંધિત લેખો

  - Advertisement -

  તાજા સમાચાર

  ચૂકશો નહીં