Wednesday, June 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભાજપ ધારાસભ્ય ટી રાજા સિંઘની હૈદરાબાદમાં ધરપકડ: જઈ રહ્યા હતા હુમલાના પીડિત...

    ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંઘની હૈદરાબાદમાં ધરપકડ: જઈ રહ્યા હતા હુમલાના પીડિત ગૌરક્ષકોને મળવા, ઑપઇન્ડિયાને કહ્યું- 2 દિવસ માટે હાઉસ અરેસ્ટ કરવાની છે તૈયારી

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ટી રાજા સિંઘે જણાવ્યું કે, તેમને 2 દિવસ માટે હાઉસ અરેસ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે. ધારાસભ્ય ટી રાજા સિંઘે પોતે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેમની ધરપકડની માહિતી શેર કરી છે.

    - Advertisement -

    તેલંગાણા પોલીસે રવિવારે (16 જૂન 2024) હૈદરાબાદના ગોશમહેલથી ભાજપ ધારાસભ્ય ટી રાજા સિંઘની ધરપકડ કરી છે. હૈદરાબાદના રાજીવ ગાંધી એરપોર્ટ પરથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. રાજા સિંઘ મેડક જિલ્લામાં ભાજપના કાર્યકર્તાઓને મળવા જઈ રહ્યા હતા. ગાયોને બચાવતી વખતે શનિવાર (15 જૂન)ના રોજ ગૌતસ્કરોએ તેમના પર હુમલો કર્યો હતો.

    ઑપઇન્ડિયા સાથે વાત કરતા ટી રાજા સિંઘે જણાવ્યું કે, તેમને 2 દિવસ માટે હાઉસ અરેસ્ટ કરવાની તૈયારી કરવામાં આવી છે. ધારાસભ્ય ટી રાજા સિંઘે પોતે તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X પર તેમની ધરપકડની માહિતી શેર કરી છે. આ સાથે તેમણે એક વીડિયો પણ શેર કર્યો છે, જે હૈદરાબાદ એરપોર્ટનો હોવાનું જણાય છે. વિડીયોમાં રાજા સિંઘ તેમના કેટલાક સાથીઓ સાથે ચાલતા જોવા મળી રહ્યા છે. ટી રાજા સિંઘની ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે.

    તેમની સાથે પોલીસ સ્ટાફ પણ હાજર છે. વીડિયોના અંતે રાજા સિંઘ પોલીસ સાથે એરપોર્ટની બહાર આવે છે. અહીં ટૂંકી વાતચીત પછી પોલીસ તેમને કારમાં બેસાડીને લઈ જાય છે. સોશિયલ મીડિયા પર લોકો તેલંગાણા પોલીસની આ કાર્યવાહી પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. લોકો પોલીસની આ કાર્યવાહીની ટીકા પણ કરી રહ્યા છે.

    - Advertisement -

    મેડકમાં ફાટી નીકળી હતી હિંસા

    જે ઘટનાને લઈને ટી રાજા સિંઘ મેડક જઈ રહ્યા હતા, તે ઘટના શનિવારે (15 જૂન) બનવા પામી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીંના રામદાસ ચૌરસ્તા વિસ્તારમાં શનિવારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ગાય લઈને જઈ રહેલા કેટલાક લોકોને રોક્યા હતા. આ કાર્યકર્તાઓ આરોપીઓને ગૌતસ્કર ગણાવીને ધારણા પર બેસી ગયા હતા. તે દરમિયાન જ સામે પક્ષના લોકો પણ એકઠા થવા લાગ્યા હતા.

    થોડીવારમાં જ બંને પક્ષો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બે લોકો ઘાયલ થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ કેટલાક લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. હિંદુ સંગઠનના એક કાર્યકર્તાને પણ છરો માર્યાના સમાચાર છે. અથડામણ બાદ બંને પક્ષો પોતાને સાચા અને સામેના પક્ષને ખોટા ગણાવી રહ્યા છે.

    બંને પક્ષોએ રસ્તા પર ઉતરીને પ્રદર્શન પણ કર્યું છે. કેટલીક દુકાનોમાં તોડફોડના પણ અહેવાલ સામે આવ્યા છે. હોબાળાને જોતા સાવચેતીના પગલાં તરીકે દુકાનો અને પેટ્રોલ પંપ બંધ કરી દેવામાં આવ્યા છે. વિસ્તારમાં પોલીસ ફોર્સ તૈનાત કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. હાલમાં સ્થિતિ તંગ છે પરંતુ નિયંત્રણમાં છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં