Friday, November 22, 2024
More
    હોમપેજસ્પેશ્યલતૂટેલા વાસણ-ફૂટેલા દર્પણ, ઘરમાં વરસાદનું પાણી, તેમ છતાં દારા સિંઘનો પરિવાર કહે...

    તૂટેલા વાસણ-ફૂટેલા દર્પણ, ઘરમાં વરસાદનું પાણી, તેમ છતાં દારા સિંઘનો પરિવાર કહે છે- ‘ધર્મ એ જ ધરોહર’: 24 વર્ષથી જેલમાં બંધ ‘બજરંગ દળ’ના કાર્યકર્તા, કેસ લડવામાં જમીન-ઘરેણાં બધું વેચાયું

    ઑપઇન્ડિયા 24 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ દારા સિંઘના ગામ પહોંચ્યું હતું અને તેમના ઘરની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને જાણવા મળ્યું કે દારા સિંઘનું પરિવાર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

    - Advertisement -

    વર્ષ 1999માં ઓડિશાના (Odisha) મનોહરપુરમાં ટોળાએ ઓસ્ટ્રેલિયાની મિશનરીના ગ્રાહમ સ્ટેન્સની પરિવાર સહિત હત્યા કરી નાખી હતી. ટોળાનો આરોપ હતો કે સ્ટેન્સ ભોળા-ભલા હિંદુ આદિવાસીઓને ફોસલાવીને ખ્રિસ્તી બનાવી રહ્યો હતો. પોલીસ તપાસમાં ઘટના પાછળ ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) ઓરૈયા જિલ્લાના રવીન્દ્ર કુમાર પાલ ઉર્ફે દારા સિંઘની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું. અંતે સુપ્રીમ કોર્ટ સુધી લડવામાં આવેલી કાયદાકીય લડાઈના અંતમાં 4 કેસમાં દારા સિંઘને આર્થિક દંડ સહિત વધુમાં વધુ ઉમરકેદની સજા ફટકારવામાં આવી હતી.

    ઑપઇન્ડિયા 24 વર્ષ કરતા વધુ સમયથી જેલમાં બંધ બજરંગ દળના કાર્યકર્તા (Bajrang Dal) દારા સિંઘના ગામ પહોંચ્યું હતું અને તેમના ઘરની વર્તમાન સ્થિતિનો તાગ મેળવવા પ્રયત્ન કર્યો હતો. દરમિયાન અમને જાણવા મળ્યું કે દારા સિંઘનું પરિવાર ખૂબ જ દયનીય પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે.

    ઔરૈયાના કકોડ બજારમાં મુખ્ય રસ્તાની અંદર લગભગ 200 મીટર અંદર ગયા પછી દારા સિંહનું ઘર એક ગલીમાં બનાવવામાં આવ્યું છે. શેરીના અંદરના ભાગમાં પાણી ભરાયેલું હતું અને નાળુ ઉભરાઈ રહ્યું હતું. દારા સિંઘનું પ્લાસ્ટર વગરનું ઘર આ નાળાની ઉપર જ બનાવવામાં આવ્યું છે. જેવા અમે લોખંડનો દરવાજો ઓળંગીને અંદર ગયા ત્યાં જ અમને ગાય, ભેંસ અને બકરીઓ બાંધેલી નજરે પડી હતી. દારા સિંઘના પરિવારે જણાવ્યું કે બકરીઓ પાળવું તેમનું પરંપરાગત કામ છે. મૂળે દારા સિંઘ હિંદુઓમાં આવતા પાલ સમુદાયના છે, જેને ઉત્તર પ્રદેશના ગડરિયા પણ કહેવામાં આવે છે. આ જાતિ વ્યવસાયિક ધોરણે પશુપાલન માટે જાણીતી છે.

    - Advertisement -

    ન બેસવાના ઠેકાણા, ન સુવાની વ્યવસ્થા

    કાર્યકર્તાના ઘરમાં પ્રવેશ્યા બાદ બહારની પરસાળમાં તૂટેલું પાટિયું પડ્યું હતું. તૂટેલા પાટિયા પર વરસાદનું પાણી પડ્યું હતું, જે છત પરથી ટપકી રહ્યું હતું. તેની બાજુમાં એક સાઈકલ જર્જરિત હાલતમાં ઊભી હતી, જેને લઈને તેમના ભાઈ અરવિંદકુમાર પાલ રોજગાર શોધવા જાય છે. ઘરની અંદર આંગણામાં એક જગ્યાએ બે પાટીયા જોડીને લગાવવામાં આવ્યા છે, જે દારાસિંહના પરિવારની સૂવાની જગ્યા છે. આખા ઘરમાં ક્યાંય પણ પાકો ફ્લોર નથી. જે જગ્યાએ પ્રાણીઓને બાંધવામાં આવે છે ત્યાં ઈંટ પાથરવામાં આવી છે.

    રસોડું અને શૌચાલય બંને જર્જર

    ગરીબીના કારણે દારા સિંઘના ઘરમાં રસોડું અને શૌચાલય બંને જર્જરિત હાલતમાં છે. તેમના ભાઈ અરવિંદ સિંઘે અમને જણાવ્યું કે તે જલ્દી જ તેનું સમારકામ કરાવવા માંગે છે કારણ કે તેનાથી પરિવારને ઘણી અગવડ પડી રહી છે. રસોડામાં સિલિન્ડર ગેસ સહિત કેટલાક વાસણો તો છે, પરંતુ અમને બહાર ખુલ્લામાં માટીનો ચૂલો પણ જોવા મળ્યો હતો. અમને કહેવામાં આવ્યું હતું કે પૈસા બચાવવા માટે ખાસ પ્રસંગોએ જ સિલિન્ડર ગેસથી જમવાનું બનાવવામાં આવે છે.

    મોટાભાગના દિવસોમાં દારા સિંઘનું પરિવાર માટીના ચૂલા પર જ વીણીને લાવેલા લાકડા સળગાવીને રસોઈ બનાવે છે. રસોડામાં મોટાભાગના વાસણ ભાંગેલા-તૂટેલા હતા.

    ફૂટેલો દર્પણ અને 25 વર્ષ જૂનું ટીવી

    ક્યાંક બહાર જવા-આવવા માટે તૈયાર થવા માટે જે અરિસો આ પરિવાર વાપરે છે, તે લગભગ 15 વર્ષ જૂનો છે. તે એક બાજુથી તૂટી ગયો છે જેને અરવિંદ પાલે ઘરની દિવાલમાં માટીના લીંપણથી ચોંટાડ્યો છે. સાથે જ ઘરની અંદર એક નાનકડું 25 વર્ષ જૂનું બ્લેક એન્ડ વ્હાઇટ ટેલિવિઝન છે, જે આજે પણ જુગાડ દ્વારા ચલાવવામાં આવે છે. અમને જણાવવામાં આવ્યું કે 24 વર્ષ પહેલા જ્યારે દૂરદર્શન પર દારા સિંહના સમાચાર બતાવવામાં આવ્યા હતા ત્યારે તેમના પિતાએ લોન લઈને આ ટીવી ખરીદ્યું હતું. ત્યાર બાદથી આ પરિવાર નવું ટેલિવિઝન ખરીદવા માટે પૈસા ભેગા નથી કરી શક્યો.

    ઑપઇન્ડિયાની ટીમ જ્યારે દારા સિંઘના ઘરે પહોંચી તે સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો. વરસાદમાં માત્ર દારા સિંઘની શેરીમાં જ નહીં પરંતુ તેમના ઘરના મોટા ભાગના ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા. ઘરનો બહારનો ભાગ જ્યાં પ્રાણીઓને બાંધવામાં આવ્યા હતા તે ડૂબી ગયો હતો. અંદર પણ જ્યાં રસોઈ વગેરે બનાવવામાં આવે છે ત્યાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. તેમના પરિવારે આને કાયમી સમસ્યા ગણાવી હતી. તેમણે એમ પણ કહ્યું કે, આ કારણે ઘણીવાર જીવજંતુઓ અને મચ્છરોની સાથે સાપ વગેરે પણ ઘૂસી આવે છે.

    પરિવાર માટે આજે પણ ધર્મ સર્વોપરી

    કોર્ટ-કચેરી મામલે દારા સિંઘનો પરિવાર છેલ્લા 24 વર્ષમાં આર્થિક રીતે ભાંગી પડ્યો હોવા છતાં અહીં ધર્મને આજે પણ સર્વોપરી રાખવામાં આવે છે. ઘરમાં ઉછેરવામાં આવતી ગાયોની પરિવાર સૌથી ખાસ કાળજી લે છે. આ સિવાય એવી જગ્યાએ દેવી-દેવતાઓના ચિત્રો અને મૂર્તિઓ ખૂબ જ સરસ રીતે મૂકવામાં આવી છે જ્યાં પાણી અને ધૂળ વગેરે તેમને નુકસાન પહોંચાડી શકે નહીં. દારા સિંહના ઘરના પ્રવેશ દ્વારના આગળના ભાગમાં ‘ॐ’ પણ જોવા મળે છે.

    પરિવારે કહ્યું, ઘર બનાવવામાં જે ઈંટ વાપરી છે, તે પણ ‘રામ’ લખેલી છે. આ પરિવાર આજે પણ સવારે સ્નાન ઈત્યાદી કરીને સહુથી પહેલા પૂજા-પાઠ કરે છે અને ત્યાર બાદ જ પોતાના દિવસની શરૂઆત કરે છે. જેલમાં બંધ બજરંગીના ભાઈ અરવિંદ પાલે અમને કહ્યું, “ધર્મ એ જ અમારી ધરોહર છે.”

    અરવિંદ પાલે અમને જણાવ્યું હતું કે દસ્તાવેજી કાર્યવાહી અને કાનૂની લડાઇઓને કારણે તેમના ઘરની આ દશા થઈ છે. 24 વર્ષ સુધી ચાલેલા આ કેસમાં માત્ર કેટલીક અચલ સંપત્તિ જ નહીં પરંતુ દારા સિંઘના પરિવારના દાગીના પણ વેચવામાં આવ્યા છે. પાકું મકાન બનાવવા માટે ઘણી જગ્યાએ લોન લેવામાં આવી છે, જેની ઉઘરાણી માટે આજે પણ લોકો આવે છે. અરવિંદ પાલનું એમ પણ કહેવું છે કે જ્યાં સુધી બજરંગી દારા સિંઘ જેલમાંથી છૂટીને ઘરે નહીં આવે ત્યાં સુધી કાનૂની લડત ચાલુ રહેશે અને ત્યાં સુધી ઘરમાં કોઈ નવા નિર્માણની શક્યતા ઓછી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં