ઉત્તર પ્રદેશના બદાયુંમાં 19 માર્ચ, 2024ની સાંજે સાજિદ નામના એક ઇસમે હિંદુ પરિવારનાં બે બાળકો આયુષ (14) અને હની (6)ની તેમના જ ઘરમાં ગળાં કાપીને હત્યા કરી નાખી. આ મામલે UP પોલીસે આરોપી સાજિદનું એનકાઉન્ટર કરી નાખ્યું છે. કેસમાં અન્ય એક ઇસમ જાવેદની પણ સંડોવણી જણાવવામાં આવી રહી છે, જેની શોધખોળ ચાલી રહી છે. ઑપઇન્ડિયાએ આ કેસમાં ગ્રાઉન્ડ પર જઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો, જેમાં અનેક બાબતો જાણવા મળી.
ઑપઇન્ડિયાની ટીમે પીડિત પરિવારના ઘરની પણ મુલાકાત લીધી. જે જગ્યાએ હત્યાને અંજામ આપવામાં આવ્યો, ત્યાં ચારેકોર લોહી જોવા મળે છે. 24 કલાકથી વધુ સમય થઈ જતાં લોહીના ધબ્બા સૂકાઈને કાળા પડી ગયેલા જોવા મળે છે. ઘટનાસ્થળની મુલાકાત દરમિયાન અમે જોયું કે માત્ર ફરશ પર નહીં પરંતુ આસપાસની દીવાલો પર પણ લોહીના છાંટા જોવા મળે છે. બંને બાળકોની ચંપલ હજુ પણ ત્યાં છે.
દીવાલો પર લોહીના છાંટા સાથે ધબ્બા પણ છે. જોઈને લાગે છે કે જે સમયે સાજિદે બાળકો પર હુમલો કર્યો તે વખતે ત્યાંથી ભાગવા માટે બાળકોએ ખૂબ સંઘર્ષ કર્યો હતો. છત પર પહોંચવા માટેના દરવાજા પર લોહીનાં નિશાન પણ જોવા મળે છે. જેથી સમજી શકાય કે બાળકોએ દરવાજો ખોલીને પણ ભાગવાના પ્રયાસ કર્યા હશે. પરંતુ તેઓ ન ભાગી શક્યાં.
बच्चों ने मौत से पहले काफी संघर्ष किया। हत्यारों को आसानी से अपनी जान नहीं लेने दी। घटना की जगह पर फैले हुए खून से अंदाजा लगाया जा सकता है कि दोनों बच्चों ने अंतिम साँस तक हत्यारों से लड़ाई की।#CrimesAgainstHumanity #HindusUnderAttack pic.twitter.com/yeEefgEL4C
— ऑपइंडिया (@OpIndia_in) March 20, 2024
જે છત પર ઘટના બની, તે ચારે બાજુથી ખુલ્લી છે. આસપાસ વસતી પણ ઘણી છે. આસપાસ અનેક ઘર આવેલાં છે અને પીડિત પરિવારની છતને અડીને જ તેમની છત પણ આવેલી છે. આ સ્થિતિમાં જે વખતે હેવાન સાજિદ આ ઘટનાને અંજામ આપી રહ્યો હશે, તે સમયે બાળકોએ ઘણી બૂમાબૂમ પણ કરી હશે. બની શકે કે અમુક લોકો પોતાના ઘરની અગાસી પર પણ હોય અને આ ભયાનક ઘટના બનતી જોઈ હોય.
જોકે, હજુ સુધી એવી કોઇ વ્યક્તિ કે પરિવાર સામે આવ્યા નથી, જેમણે આ ઘટનાને જોઈ હોવાનો દાવો કર્યો. આ ઘટના બાદ આસપાસનાં ઘરોમાં માતમ છે અને વિસ્તારમાં શાંતિ પ્રસરી ગઈ છે. કોઇ પણ વ્યક્તિ સમજી શકે તેમ નથી કે આખરે આ મહોલ્લામાં સલૂન ચલાવતા સાજિદે આવું બર્બર કૃત્ય શા માટે કર્યું?
આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવનાર સૌથી મોટા બાળક 14 વર્ષના આયુષની એક તસવીર અમને મળી. જેમાં તે લવ-કુશની વેશભૂષામાં જોવા મળે છે. શાળાના કાર્યક્રમોમાં તે ઘણી વાર લવ-કુશનાં પાત્ર ભજવતો હતો. પરિજનો અને શાળાના શિક્ષકોનું કહેવું છે કે આયુષ ધાર્મિક પ્રવૃત્તિનો અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતો વિદ્યાર્થી હતો. ભણતરમાં પણ ખૂબ આગળ હતો.
આયુષ નજીકમાં જ આવેલી શિવ દેવી સરસ્વતી વિદ્યામંદિર ઇન્ટર કૉલેજમાં અભ્યાસ કરી રહ્યો હતો. તેના શિક્ષક દિનેશ પાલ શર્માનું કહેવું છે કે તેઓ બંને બહુ સારાં બાળકો હતાં અને ક્યારેય કોઈ ફરિયાદ સાંભળવા નહતી મળતી. તેમના ઘરનું વાતાવરણ પણ ઘણું ધાર્મિક હતું. શર્માનું કહેવું છે કે પરિવારનો તેમની ઉપર (આરોપીઓ) વિશ્વાસ કરવો જ ખતરનાક સાબિત થયો.
બીજી તરફ, શિક્ષક સાથે જ ઉભેલા એક અન્ય વ્યક્તિએ કહ્યું કે, “જે રીતની બર્બરતા તેમણે (સાજિદ અને તેના સાથી) બતાવી, તેનાથી લાગે છે કે તેમનો મકસદ આખા પરિવારને ખતમ કરવાનો હતો. તેઓ પૂરેપૂરા પ્લાનિંગ સાથે આવ્યા હતા. તેમની પાસે જે છરો હતો જે સામાન્ય રીતે બધાનાં ઘરોમાં હોય તેવો ન હતો, મોટો છરો હતો. આમાં કોઇ બીજાનો પણ હાથ હોય શકે છે.”
દિનેશ પાલ શર્માએ કહ્યું કે, “આ લોકો (કટ્ટરપંથીઓ) પર બિલકુલ વિશ્વાસ કરવો ન જોઈએ. આવા નરપિશાચોને ઊંધા લટકાવીને મરવા જોઈએ. તેઓ સમાજમાં રહેવા લાયક નથી. આવા લોકો પાગલ કૂતરા જેવા છે. તેમની સાથે કોઇ દયા દાખવવી ન જોઈએ.”